ગર્લફ્રેન્ડનો પરિવાર લગ્ન માટે તૈયાર નહોતો, બોયફ્રેન્ડે ખોટા કેસમાં ફસાવવા ઘડ્યો ખતરનાક પ્લાન

UP Crime : ઉત્તર પ્રદેશના બિજનૌરમાં કોન્સ્ટેબલે પ્રેમિકા સાથે લગ્ન કરવાની ના પાડી રહેલા યુવતીના પરિવારને ફસાવવા ષડયંત્ર રચ્યું, જુઓ કેવી રીતે થયો ખુલાસો.

UP Crime : ઉત્તર પ્રદેશના બિજનૌરમાં કોન્સ્ટેબલે પ્રેમિકા સાથે લગ્ન કરવાની ના પાડી રહેલા યુવતીના પરિવારને ફસાવવા ષડયંત્ર રચ્યું, જુઓ કેવી રીતે થયો ખુલાસો.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
UP Crime Constable Love Affair

કોન્સ્ટેબલે પ્રેમિકા સાથે લગ્ન કરવા ષડયંત્ર રચ્યું (પ્રતિકાત્મક તસવીર)

Uttar Pradesh Crime : યુપીના બિજનૌરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પ્રેમીએ પ્રેમિકાના પરિવારને ખોટા કેસમાં ફસાવવાનું વિચિત્ર કાવતરું ઘડ્યું હતું. પ્રેમિકાના પરિવારજનો લગ્ન માટે રાજી ન હતા. પ્રેમીએ પોતાની જાતને ગોળી મારી અને પ્રેમિકાના પરિવાર પર આક્ષેપ કરી ફસાવવાનું કાવતરૂ ઘડ્યું. જો કે, પોલીસે સમગ્ર મામલો ખુલ્લો પાડી દીધો. આ કેસમાં આરોપી કોન્સ્ટેબલ અને તેના ત્રણ સાથીઓની ધરપકડ કરવામાં આવી છે.

Advertisment

શું છે સમગ્ર મામલો?

પોલીસના જણાવ્યા મુજબ, 7 મેના રોજ રાત્રે 10 વાગ્યાની આસપાસ, ધામપુરના નગીના રોડ પર કેએમ ઇન્ટર કોલેજના ગેટની સામે એક વ્યક્તિ ઘાયલ થવાની માહિતી મળી હતી. જે બાદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તેને હોસ્પિટલમાં દાખલ કર્યો. ઇજાગ્રસ્ત દારૂના નશામાં હતો અને તેના પગ પર ગોળીના ઇજાના નિશાન હતા. સારવાર બાદ તેને રજા આપવામાં આવી હતી. પીડિત વતી પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાઈ ન હતા. જોકે, પોલીસે જાતે જ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન પીડિતની ઓળખ કોન્સ્ટેબલ અજીત તરીકે થઈ હતી. તપાસમાં જાણવા મળ્યું કે, અજીત ધાનપુર પોલીસ સ્ટેશનમાં તૈનાત હતો. આ દરમિયાન તેને એક યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. પરંતુ કોન્સ્ટેબલ યુવતી સાથે લગ્ન કરી શક્યો ન હતો. જે બાદ સંબંધો બગડતા યુવતીના ભાઈએ અગાઉ કોન્સ્ટેબલ વિરુદ્ધ ધામપુર પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો હતો, જેની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.

કોન્સ્ટેબલ પીડિતાના પરિવાર પર લગ્ન માટે સતત દબાણ કરી રહ્યો હતો. જ્યારે પરિવાર લગ્ન માટે સંમત ન હતો, ત્યારે કોન્સ્ટેબલે પોતાના પર ગોળીબાર કર્યો હતો અને તેને ઇજા પહોંચાડવા માટે તેની ગર્લફ્રેન્ડના પરિવારને જવાબદાર ઠેરવ્યા હતા.

Advertisment

સીસીટીવી દ્વારા ખુલાસો થયો

જ્યારે પોલીસે કેસની તપાસ શરૂ કરી ત્યારે આરોપી કોન્સ્ટેબલ સતત પોલીસને ગેરમાર્ગે દોરતો હતો. તે ધાનપુર જવાનું કારણ પણ કહી શક્યો ન હતો. જ્યારે પોલીસે ઘટના સ્થળની આસપાસના સીસીટીવીની તપાસ કરી તો તેમાં અજીત અને તેના ત્રણ સાથી પણ જોવા મળ્યા હતા. પોલીસે જુનૈદ, ઝુબેર અને કાશીમની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન સમગ્ર મામલો સામે આવ્યો હતો.

આ પણ વાંચો - પ્લેટફોર્મની આ બેન્ચ, અડધી ગુજરાતમાં અને અડધી મહારાષ્ટ્રમાં છે: નવાપુરની જાણી-અજાણી મજાની વાતો

કોન્સ્ટેબલ પર આરોપ છે કે, તેણે યુવતીના પરિવાર પર કેસ પાછો ખેંચી લેવા અને લગ્ન કરવા માટે દબાણ કર્યું હતું. તે ઘણીવાર કહેતો હતો કે, તે પોતાના પર હુમલો કરીને તેના પરિવારના સભ્યોને ફસાવી દેશે.

ગુજરાતી ન્યૂઝ ઉત્તર પ્રદેશ ક્રાઇમ ન્યૂઝ દેશ