Keshav Prasad Maurya: કેશવ પ્રસાદ મૌર્ય કેટલા શક્તિશાળી છે? 4 માંથી 3 વખત વિધાનસભા ચૂંટણી હાર્યા છતા યોગી સરકારમાં મંત્રી બન્યા

UP Politics News: ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશન પ્રસાદ મૌર્ય યુપીના કદાવર ઓબીસી નેતા છે. તેમણે અત્યાર સુધી 4 માંથી 1 વખત જ વિધાનસભા ચૂંટણીમાં જીત હાંસલ કરી છે છતાં યોગી સરકારમાં મોટું પદ મળ્યું છે.

UP Politics News: ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશન પ્રસાદ મૌર્ય યુપીના કદાવર ઓબીસી નેતા છે. તેમણે અત્યાર સુધી 4 માંથી 1 વખત જ વિધાનસભા ચૂંટણીમાં જીત હાંસલ કરી છે છતાં યોગી સરકારમાં મોટું પદ મળ્યું છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
keshav prasad maurya | up deputy cm keshav prasad Maurya | uttar Pradesh bp leaders | UP obc leader | keshav prasad Maurya deputy cm of UP

Keshav Prasad Maurya: કેશવ પ્રસદ મૌર્ય ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ છે. (Image: @kpmaurya1)

UP Politics News: ઉત્તરપ્રદેશના રાજકારણમાં નવાજૂની થવાના એંધાણ છે. લગભગ ત્રણ વર્ષ પહેલા જ્યારે ચર્ચા હતી કે ભાજપ હાઈકમાન્ડ યુપીના સીએમ યોગી આદિત્યનાથને પદ પરથી હટાવવા માંગે છે. આ વખતે 2022ની વિધાનસભા ચૂંટણીના લગભગ 9 મહિના પહેલાનો સમય હતો. જો કે તેમને પદ પરથી હટાવવામાં આવ્યા ન હતા. હવે ફરીથી એવા અહેવાલો આવી રહ્યા છે કે યુપી ભાજપમાં બધું બરાબર ચાલી રહ્યું નથી. કાર્યસમિતિની બેઠકમાં કેશવ પ્રસાદ મૌર્યના નિવેદનથી આ તમામ અટકળોને વધુ હવા મળી હતી. મૌર્યએ કહ્યું કે આ સંગઠન સરકાર કરતા મોટું છે. સંગઠનથી મોટું કોઈ નથી. આ સંગઠન સરકાર કરતા મોટું હતું, છે અને હંમેશાં મોટું રહેશે. ચાલો હવે જાણીએ કે કેશવ પ્રસાદ મૌર્ય કેટલા શક્તિશાળી છે, જેમને ચૂંટણી હાર્યા પછી પણ રાજ્યમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

Advertisment

કેશવ પ્રસાદ મોર્ય - ઉત્તરપ્રદેશમાં કદાવર ઓબીસી નેતા

ઉત્તર પ્રદેશના રાજકારણમાં કેશવ મૌર્યના કદનો બીજો કોઈ ઓબીસી નેતા નથી. તેઓ પછાતોના સૌથી મોટા નેતા તરીકે ઉભરી આવ્યા છે. એટલા માટે પાર્ટીને તેમના પર ભરોસો છે. કેશવ પ્રસાદ મૌર્યને રાજ્યના મૌર્ય અને કુશવાહા મતદારોને આકર્ષવાની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. બિન-યાદવ મતદારોને એક કરવામાં કેશવ મૌર્યનું યોગદાન પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ઉત્તર પ્રદેશના કુલ મતદારોમાં ઓબીસી મતદારોની હિસ્સેદારી લગભગ ૪૫ ટકા છે. કહેવાય છે કે યાદવ મતદારોનો મોટો વર્ગ સમાજવાદી પાર્ટીનો સમર્થક છે. તેને ઉત્તર પ્રદેશની સૌથી પ્રભાવશાળી જાતિ પણ માનવામાં આવે છે. બિનમતદારોને એક કરવાના કારણે પણ ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ તેમની અવગણના કરતું નથી.

કેશવ પ્રસાદ મૌર્ય 4 માંથી 1 વાર ચૂંટણી જીત્યા

ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ અલ્હાબાદની પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી પ્રથમ વખત ચૂંટણી લડી હતી. તેણે 2022માં ગેંગસ્ટર અતીક અહેમદ સામે ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. તેઓ માત્ર 7000 મત સાથે ચોથા સ્થાને રહ્યા હતા. 2007માં તેમણે આગામી વિધાનસભાની ચૂંટણી અલ્હાબાદ પશ્ચિમ મતવિસ્તારમાંથી લડી હતી. જોકે આ ચૂંટણીમાં તેમને હારનો સામનો પણ કરવો પડ્યો હતો.

Advertisment

કેશવ પ્રસાદ મૌર્યએ 2012માં વિધાનસભા સીટ બદલી હતી અને કૌશાંબીના સિરાથુથી ચૂંટણી લડી હતી. તેઓ આ બેઠક પરથી પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2014ની લોકસભા ચૂંટણી તેઓ ફુલપુરથી લડ્યા હતા અને ત્રણ લાખથી વધુ મતોથી જીત્યા હતા. આ બેઠક એક સમયે કોંગ્રેસ પાર્ટીનો ગઢ માનવામાં આવતી હતી. અહીં પહેલી વાર ભાજપે જીતનો સ્વાદ ચાખ્યો હતો. ત્યાર બાદ ધીમે ધીમે તેનું કદ વધતું ગયું. કેશવ પ્રસાદ મૌર્યને વર્ષ 2016માં ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો | પક્ષપલટુ નેતાઓ ભાજપને ભારે પડ્યા, પેટાચૂંટણી પરિણામમાંથી મળ્યા મોટા સંદેશ

યુપીમાં 2017ની ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું હતું

14 વર્ષથી સત્તાથી બહાર રહેલી ભારતીય જનતા પાર્ટીએ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ખૂબ જ સારો દેખાવ કર્યો હતો. ભાજપ ને લગભગ 325 સીટો મળી હતી. આ પછી તેમને મુખ્યમંત્રી પદના મોટા દાવેદાર માનવામાં આવતા હતા. જો કે તેમને ડેપ્યુટી સીએમ પદથી સંતોષ માનવો પડ્યો અને યોગી આદિત્યનાથને સીએમ પદની ખુરશી મળી. ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ વર્ષ 2022 માં સિરાથુથી ફરીથી ચૂંટણી લડી હતી અને આ વખતે તેઓ સમાજવાદી પાર્ટીની પલ્લવી પટેલ સામે હારી ગયા હતા. મૌર્યને કુલ 98941 મત મળ્યા હતા, જ્યારે પટેલને 106278 મત મળ્યા હતા. ચૂંટણીમાં હાર બાદ પણ પાર્ટીએ તેમને ફરી ડેપ્યુટી સીએમ બનાવ્યા હતા.

યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશ politics ભાજપ