હૃદયદ્વાવક ઘટના: ‘બસ એક વાર પપ્પાને ગળે લગાડો’, દીકરીની ડોલી ઉઠે તે પહેલાં જ પિતાનું હાર્ટ એટેકથી મોત

UP marriage tragedy : યશપાલ સિંહ યાદવ તેમની પુત્રીના કન્યાદાન માટે પત્ની સાથે ચોરીમાં હાજર હતા ત્યારે અચાનક તેમની તબિયત લથડી હતી. લોકોને લાગ્યું કે બીપી ઘટી ગયું છે.

Written by Ankit Patel
December 04, 2024 15:25 IST
હૃદયદ્વાવક ઘટના: ‘બસ એક વાર પપ્પાને ગળે લગાડો’, દીકરીની ડોલી ઉઠે તે પહેલાં જ પિતાનું હાર્ટ એટેકથી મોત
દુલ્હનની પ્રતિકાત્મક તસવીર - photo - freepik

UP marriage tragedy : દરેક પિતાનું સપનું હોય છે કે તે પોતાની દીકરીના લગ્ન ધામધૂમથી કરે. આ જ કારણસર ઘણીવાર જોવા મળે છે કે એક પિતા પોતાની દીકરીના લગ્ન માટે પોતાનું ખેતર અને ઘર વેચી દે છે. પરંતુ ઘણા પિતાનું આ સપનું પૂરું થતું નથી. આવી જ સ્થિતિ 61 વર્ષીય યશપાલ સિંહ યાદવ સાથે બની હતી. યથપાલ આખી જિંદગીની કમાણી ભેગી કરીને પોતાની વહાલી દીકરીના લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતા. લગ્નની વરઘોડો બારણે આવી પહોંચ્યો હતો. લગ્નની વિધિ પૂરી થઈ રહી હતી. યશપાલ સિંહ યાદવને હાર્ટ એટેક આવ્યો ત્યારે કન્યાદાન થવાનું હતું.

શરણાઈઓના સૂર માતમમાં ફેરવાયા

થોડા સમય પહેલા સુધી ચારે તરફ ખુશીનો માહોલ હતો અને બધા લગ્નના કામોમાં વ્યસ્ત હતા. યશપાલ સિંહ યાદવ તેમની પુત્રીના કન્યાદાન માટે પત્ની સાથે ચોરીમાં હાજર હતા ત્યારે અચાનક તેમની તબિયત લથડી હતી. લોકોને લાગ્યું કે બીપી ઘટી ગયું છે. પરંતુ થોડા સમય બાદ જ્યારે તેની તબિયત બગડવા લાગી તો લોકો તેને ઉતાવળમાં હોસ્પિટલ લઈ ગયા.

ભાઈએ બધી વિધિ પૂરી કરી

અમર ઉજાલાના કહેવા પ્રમાણે જ્યારે પરિવાર યશપાલને ડૉક્ટર પાસે લઈ ગયા તો ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.. અહીં લગ્નમાં હાજર રહેલા લોકો તેમની તબિયત બગડતા ચિંતામાં મુકાઈ ગયા હતા. સુમન તેના પિતાની તબિયત જાણવા માંગતી હતી. પરંતુ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તેના મોટા ભાઈએ તેની બહેનના કન્યાદાન સહિતની તમામ વિધિઓ પૂર્ણ કરી.

ઉદાસ વાતાવરણમાં લગ્ન થયા બાદ સુમનને તેના ભાઈએ વિદાય આપી હતી. જોકે, વિદાય સુધી સુમનને યશપાલના મૃત્યુ અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી. આ કારણે, વિદાય સમયે, તે રડતી હતી અને વારંવાર કહી રહી હતી કે મને ફક્ત એક વાર પાપાને ગળે લગાવવા દો. સુમનની આંખો વારંવાર તેના પિતાને શોધતી હતી. તે તેના પિતાને મળવાની જીદ કરતી હતી. આ સાથે સુમન રડતાં રડતાં કહેતી હતી કે હું જાઉં છું, મારા પિતાનું ધ્યાન રાખજે. સુમનને સમજાવતી વખતે પરિવારજનો કહેતા હતા કે તે જલ્દી સ્વસ્થ થઈને ઘરે પરત ફરશે.

સુમનના ગયા બાદ યશપાલનો મૃતદેહ ઘરે લાવવામાં આવ્યો હતો. મૃતદેહ ઘરે આવ્યા બાદ સુમનને તેની જાણ કરવામાં આવી હતી. મંગળવારે યશપાલના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ- રાજ કપૂરની 100મી જન્મજ્યંતિ, અભિનેતાની ફિલ્મ થિયેટરમાં જોઈ શકાશે, ટિકિટ કિંમત માત્ર ₹ 100

ઉત્તર પ્રદેશના હાથરસના સાહપાઉ વિસ્તારના રહેવાસી યશપાલ ગયા વર્ષે જ નિવૃત્ત થયા હતા. આ પહેલા તેઓ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં બીજ સ્ટોર વેરહાઉસ તરીકે કામ કરતા હતા. તેણે તેની પુત્રી સુમનના લગ્ન નક્કી કર્યા હતા. જેના માટે તેમણે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી હતી. આ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ