US Visa: અમેરિકા જવું મુશ્કેલ થયું, ભારતમાં 2000 વીઝા એપોઇન્ટમેન્ટ રદ, જાણો કારણ

US Visa Appointments Cancel: અમેરિકાએ ભારતમાં 2000 વીઝા એપોઇન્ટમેન્ટ રદ કરી છે. યુએસ વીઝા અરજીમાં અમુક વિસંગતતા હોવાની ફરિયાદ થઇ હતી. યુએસ દૂતાવાસે તપાસ કરીને 30 એજન્ટોની એક યાદી તૈયાર કરી છે

US Visa Appointments Cancel: અમેરિકાએ ભારતમાં 2000 વીઝા એપોઇન્ટમેન્ટ રદ કરી છે. યુએસ વીઝા અરજીમાં અમુક વિસંગતતા હોવાની ફરિયાદ થઇ હતી. યુએસ દૂતાવાસે તપાસ કરીને 30 એજન્ટોની એક યાદી તૈયાર કરી છે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
US Visa | US Visa Appointments | Amrican visa | us visa application

US Visa: યુએસ વીઝા. પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)

US Visa Appointments Cancel: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સત્તા પર વાપસી બાદથી અનેક મોટા પગલા લેવામાં આવી રહ્યા છે. ભારતમાં અમેરિકી દૂતાવાસે 2000થી વધુ વીઝા એપોઈન્ટમેન્ટ રદ કરી દીધી છે. આની પાછળ કપટપૂર્ણ પ્રવૃત્તિઓ કારણભૂત હોવાનું કહેવાય છે. જાણકારી અનુસાર વીઝા અરજીમાં અમુક વિસંગતતા હોવાની ફરિયાદ થઇ હતી. આ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisment

2000 યુએસ વીઝા એપોઇન્ટમેન્ટ રદ

યુએસ એમ્બેસીએ માહિતી આપી છે કે કેટલાક લોકો દ્વારા એપોઇન્ટમેન્ટ શેડ્યૂલિંગ સિસ્ટમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. આ તમામની તપાસ કરવામાં આવી રહી છે. અમેરિકન દૂતાવાસે ધ એક્સ પર પોસ્ટ કર્યું હતું કે સલાહકાર ટીમ ઇન્ડિયા બોટ્સ દ્વારા કરવામાં આવેલી લગભગ 2000 વીઝા એપોઇન્ટમેન્ટને રદ કરી રહ્યા છે. "કોન્સ્યુલર ટીમ ઇન્ડિયાએ એવી વ્યક્તિઓની ઓળખ કરી છે જેમણે અમારી શેડ્યૂલિંગ નીતિઓનું ઉલ્લંઘન કરીને આશરે 2000 વીઝા એપોઇન્ટમેન્ટ લીધી છે. અમે આ એપોઇન્ટમેન્ટને તાત્કાલિક અસરથી રદ કરી રહ્યા છીએ અને સંબંધિત ખાતાઓના સુનિશ્ચિત વિશેષાધિકારોને સ્થગિત કરી રહ્યા છીએ.

એજન્ટ સામે કેસ દાખલ

અમેરિકન દૂતાવાસે વીઝા છેતરપિંડીની જાણ કર્યા બાદ 27 ફેબ્રુઆરીએ દિલ્હી પોલીસે અનેક વીઝા અને પાસપોર્ટ એજન્ટો સામે કેસ નોંધ્યો હતો. યુએસ એમ્બેસીના જણાવ્યા અનુસાર, આ એજન્ટોએ અરજદારો માટે વીઝા મેળવવા માટે બોગસ દસ્તાવેજો રજૂ કરીને અમેરિકન સરકાર સાથે છેતરપિંડી કરી હતી. ગયા વર્ષે મે થી ઓગસ્ટ ની વચ્ચે યુએસ દૂતાવાસે આંતરિક તપાસ હાથ ધરી હતી અને અનેક આઇપી એડ્રેસ સાથે જોડાયેલા 30 એજન્ટોની યાદી તૈયાર કરી હતી.

india અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ દેશ વિશ્વ