US Army Experiment AI Technologies In War Games : એઆઈ ટેકનોલોજી એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીની દુનિયાભરમાં બોલબાલાછે. એઆઈનો સામાન્ય કામકાજથી લઇ મોટા પ્રોજેક્ટમાં ટ્રાયલ થઇ રહ્યો છે. હવે યુદ્ધ ભૂમિમાં એઆઈનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેના પ્રયોગો થઇ રહ્યા છે. અમેરિકાની આર્મી રિસર્ચ લેબોરેટરી OpenAI ના જનરેટિવ AI સોલ્યુશન્સ યુદ્ધ કવાયતમાં મદદ કરી શકે છે કે કેમ તે તપાસવાના પ્રયોગ કરી રહી છે. જો કે આ પ્રયોગ હાલ મિલિટ્રી વીડિયો ગેમમાં કરી રહી છે.
ધ ન્યૂ સાયન્ટિસ્ટના એક રિપોર્ટ મુજબ, કેવી રીતે યુએસ આર્મીના સંશોધકો ઓપનએઆઈના GPT-4 ટર્બો અને GPT-4 વિઝન મોડલનો ઉપયોગ સિમ્યુલેટેડ યુદ્ધભૂમિ ભૂપ્રદેશ અને મિત્ર અને દુશ્મન સૈન્યની વિગતો તેમજ હુમલો અને બચાવ અંગેની સૈન્ય જાણકારી પ્રદાન કરવા માટે કરી રહ્યા છે. તેઓએ જૂની ટેક્નોલોજી પર આધારિત અન્ય બે AI મોડલનો પણ ઉપયોગ કર્યો છે. ત્યારબાદ તેઓએ એઆઈ આસિસ્ટન્ટ ને તમામ દુશ્મન સૈન્યને નષ્ટ કરવા અને ટાર્ગેટ પોઈન્ટને કબજે કરવા માટે એક મિશન આપ્યું છે.
AI આસિસ્ટન્ટ એ તરત જ ક્રિયાની ઘણી કવાયતનું આઉટપુટ કર્યું, તે સમયે કમાન્ડરની ભૂમિકા ભજવતા યુઝર્સે મોડેલને તે આઉટપુટને રિફાઇન કરવા જણાવ્યું. જ્યારે ઓપનએઆઈના જીપીટી મોડલ્સે અન્ય બે મોડલ કરતાં વધુ સારી રીતે કામગીરી કરી હતી, ત્યારે મિશનના ઉદ્દેશ્યોને પાર પાડતી વખતે તેઓએ વધુ જાનહાનિ પણ કરી હતી.
જનરેટિવ એઆઈનો ઉપયોગ અમેરિકાની સેના દ્વારા તેમની વ્યૂહરચનામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો સંપૂર્ણ લાભ લેવાના પ્રયાસનો માત્ર એક નાનો હિસ્સો છે. પ્રોજેકટ મેવેન, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સનો મુખ્ય એઆઈ કવાયત, યમનમાં રોકેટ લોન્ચર અને રાતા સમુદ્રમાં જહાજો શોધી કાઢ્યા છે અને ઈરાક અને સીરિયામાં હુમલા માટે ટાર્ગેટ શોધવામાં મદદ કરી છે, એવું બ્લૂમબર્ગે ફેબ્રુઆરીમાં એક અહેવાલમાં જણાવ્યુ હતુ.

જો કે યુદ્ધ ભૂમિ પર એઆઈનો આ સંભવિત ઉપયોગ ઘણી નૈતિક ચિંતાઓ પણ ઉભા કરે છે. સંભવિત પણે લોકોને મારવાના નિર્ણયો મશિન પર છોડવાની સંભાવના બહુ ભયંકર પરિણામ લાવી શકે છે.
આ પણ વાંચો | ગળામાં ખામી ધરાવતા લોકોને બોલવામાં મદદ કરશે આ ખાસ ડિવાઇસ : જાણો AI Adhesive Patch શું છે
માર્ચમાં એક રિપોર્ટ અનુસાર, પેન્ટાગોને તેની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી અને નેટવર્કિંગ ક્ષમતાઓ વિકસાવવા માટે અમેરિકન સંસદ પાસેથી અબજો ડોલરની માંગણી કરી હતી. સંપૂર્ણ રક્ષા મંત્રાલયમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવા અને તેનો ફેલાવો કરવામાં મદદ કરવા માટે ચીફ ડિજિટલ અને એઆઈ ઓફિસરની નિમણુંક કરવાનું નક્કી કર્યું છે.





