US Strike On Syria: અમેરિકાનો સીરિયામાં ઈસ્લામિક સ્ટેટ પર હુમલો

US Strike On Islamic State In Syria: યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ)એ કહ્યું છે કે આ એર સ્ટ્રાઇક 3 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરીની વચ્ચે કરવામાં આવી હતી.

US Strike On Islamic State In Syria: યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ)એ કહ્યું છે કે આ એર સ્ટ્રાઇક 3 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરીની વચ્ચે કરવામાં આવી હતી.

author-image
Ajay Saroya
New Update
US Army

US Army : યુએસ આર્મી. Photograph: (X/@USArmy)

US Strike On Islamic State In Syria: અમેરિકાની સેનાએ શનિવારે કહ્યું હતું કે, તેણે ફેબ્રુઆરી મહિનામાં સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ (આઇએસ) આતંકવાદી સંગઠનના 30 થી વધુ ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. આ હુમલો યુએસ સૈન્ય વતી યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) દ્વારા કરવામાં આવ્યો હતો. શસ્ત્રોના સંગ્રહસ્થાનો અને અન્ય માળખાકીય સુવિધાઓને નિશાન બનાવવામાં આવી હતી.

Advertisment

એએફપીના રિપોર્ટ અનુસાર, સેન્ટકોમે કહ્યું છે કે અમેરિકન સેનાએ સીરિયામાં 10 હુમલા કર્યા હતા. આતંકી જૂથના બચી ગયેલા આતંકવાદીઓ પર સતત સૈન્ય દબાણ જાળવવા માટે આ હુમલા કરવામાં આવ્યા હતા.

સેન્ટકોમે કહ્યું છે કે આ હવાઈ હુમલા 3 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરીની વચ્ચે કરવામાં આવ્યા હતા. આ સિવાય 27 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી વચ્ચે આઈએસઆઈએસના કેટલાક વધુ ટાર્ગેટ પર પાંચ હુમલા પણ કરવામાં આવ્યા હતા.

આ પહેલા અમેરિકાએ 13 ડિસેમ્બરના રોજ પાલમિરામાં થયેલા હુમલા માટે આઈએસને જવાબદાર ઠેરવ્યું હતું. આ હુમલામાં બે અમેરિકન સૈનિકો અને એક અમેરિકન નાગરિક માર્યા ગયા હતા. ત્યારબાદ અમેરિકાએ હુમલા કર્યા હતા અને અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 50 આઇએસ આતંકવાદીઓ માર્યા ગયા છે અથવા પકડી લેવામાં આવ્યા છે.

Advertisment

આ દરમિયાન, સીરિયાના સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે સરકારી દળોએ દેશના પૂર્વીય ભાગમાં અલ-તન્ફ બેઝ પર ફરીથી નિયંત્રણ મેળવી લીધું છે. આઇએસ સામેની લડાઈના ભાગરૂપે અમેરિકન સૈનિકો દ્વારા ઘણા વર્ષોથી તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 2014 માં, જ્યારે IS એ સીરિયા અને ઇરાકના મોટા વિસ્તારમાં ખિલાફત જાહેર કરી હતી, ત્યારે અલ-તન્ફ બેઝે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

અમેરિકા વિશ્વ