US Deports Indian: અમેરિકાથી ડિપોર્ટ ભારતીયોનું ત્રીજું વિમાન 16 ફેબ્રુઆરી આવી શકે, બે ફ્લાઇટમાં કુલ 220 પરત આવ્યા

US Deports Indian Third Fligh: અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોને લઇ યુએસ આર્મીનું ત્રીજું વિમાન 16 ફેબ્રુઆરીએ આવી શકે છે. બે વિમાનમાં અમેરિકાએ ગેરકાયદેસર રહેતા કુલ 220 ભારતીયોને પરત મોકલ્યા છે.

US Deports Indian Third Fligh: અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોને લઇ યુએસ આર્મીનું ત્રીજું વિમાન 16 ફેબ્રુઆરીએ આવી શકે છે. બે વિમાનમાં અમેરિકાએ ગેરકાયદેસર રહેતા કુલ 220 ભારતીયોને પરત મોકલ્યા છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
US Deports Indian | Indian Deports Form US | illegal Indian immigrants return form us | America | US Indian immigrants

US Deports Indian: અમેરિકા ગેરકાયદેસર રહેતા ભારતીયોને પરત મોકલ્યા છે. (Photo: Social Media)

US Deports Indian Third Fligh: અમેરિકા ગેરકાયદેસર રહેતા ભારતીયોને પરત મોકલી રહ્યું છે. ગત 15 ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે યુએસ આર્મીનું બીજું વિમાન C-17 એરક્રાફ્ટ અમૃતરસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યું હતું. જેમા અમેરિકાથી 116 ભારતીયોને પરત મોકલવામાં આવ્યા છે. અગાઉ 119 ભારતીયો મોકલશે તેવી વાત હતી. જે મીડિયા રિપોર્ટ મુજબ ગેરકાયદેસર રહેતા ભારતીયોને લઇ યુએસ આર્મીનું ત્રીજું વિમાન આજે 16 ફેબ્રુઆરીએ આવી શકે છે.

Advertisment

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઇમિગ્રેશન સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરતી દ્વિપક્ષીય બેઠક યોજી હતી તેના એક દિવસ પછી આ પગલું લેવામાં આવ્યું છે. આ પગલું ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર ટ્રમ્પ વહીવટીતંત્રના કડક પગલાંનો એક ભાગ છે.

યુએસ આર્મીના બીજા વિમાનમાં 116 ભારતીયો

યુએસ આર્મીનું બીજું વિમાન C-17 એરક્રાફ્ટ 15 ફેબ્રુઆરીએ રાત્રે 11.30 વાગે આસપાસ અમૃતરસ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયુ હતું. આ બીજી વિમાનમાં અમેરિકાએ 116 ભારતીયોને ડિપોર્ટ કર્યા છે. આ વિમાનમાં પંજાબના 67, હરિયાણાના 33, ગુજરાતના 8, યુપીના 3, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના 2-2 અને ગોવા, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના 1-1 વ્યક્તિનો સમાવેશ થાય છે. યુએસથી ડિપોર્ટ કરાયેલા તમામ લોકોને જરૂરી કાયદાકીય કાર્યવાહી કરીને તેમના ઘરે મોકલવામાં આવશે.

Advertisment

નોંધનિય છે કે, અમેરિકામાં ગેરકાયદેસર રહેતા 104 ભારતીયોને લઇને યુએસ આર્મીનું પ્રથમ વિમાન C-17 ગત 5 ફેબ્રુઆરીએ અમૃતસર આવ્યું હતું. આ ફ્લાઇટાં 33 ગુજરાતીઓ હતા. હવે 15 ફેબ્રુઆરીએ અમેરિકાએ 110 ઇમિગ્રન્ટ્સ ભારતીયોને પરત મોકલ્યા છે. યુએસ આર્મીની બીજી ફ્લાઇટમાં 65 પંજાબના, 33 હરિયાણાના, 8 ગુજરાતના, બે ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના અને એક-એક હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના છે. સુત્રોના જણાવ્યા મુજબ યુએસથી ડિપોર્ટ કરાયેલા મોટાભાગના લોકો 18 થી 30 વર્ષની વયના છે.

અમેરિકાથી ત્રીજું વિમાન 16 ફેબ્રુઆરી આવી શકે

હવે એવા પણ મીડિયા રિપોર્ટ સામે આવી રહ્યા છે કે, ઇમિગ્રન્ટ્સ ભારતીયોને લઇ યુએસ આર્મીનું ત્રીજું વિમાન 16 ફેબ્રુઆરી આવી શકે છે. યુએસ આર્મીની ત્રીજી ફ્લાઇટમાં 157 ભારતીયો હોઇ શકે છે.

india અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ દેશ વિશ્વ