Gold Card Scheme For US Citizenship: ડોનાલ્ટ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ઘણા મોટા નિર્ણયો લઇ રહ્યા છે. એક બાજુ અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોને પરત મોકલતા યુએસમાં ગેરકાયદેસર રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. તો બીજી બાજુ દુનિયાભરના લોકોને અમેરિકામાં આકર્ષવા માટે ગોલ્ડ કાર્ડ આપવાની ઘોષણા કરી છે. ગોલ્ડ કાર્ડધારક વ્યક્તિને ગ્રીન કાર્ડ કરતા વધુ સુવિધા મળશે. જાણો કેવી
અમેરિકા અમીરોને ગોલ્ડ કાર્ડ આપશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે, તે ટૂંક સમયમાં જ દુનિયાભરના ધનિકોને ગોલ્ડ કાર્ડ વેચશે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, તે અમેરિકામાં પહેલાથી ઉપલબ્ધ ગ્રીન કાર્ડ જેવું જ હશે, પરંતુ તેમાં કેટલીક ક્રેડિટ સુવિધાઓ પણ આપવામાં આવશે. ગોલ્ડ કાર્ડ દ્વારા દુનિયાભરમાંથી અમીરોને અમેરિકામાં વસાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.
અમેરિકાના ગોલ્ડ કાર્ડ માટે કેટલા ડોલર ખર્ચ થશે?
અમેરિકા એ દુનિયાભરના ધનિકોને ગોલ્ડ કાર્ડ વેચવાની ઘોષણા કરી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે, ગોલ્ડ કાર્ડ મેળવવા માટે ઘણો ખર્ચ કરવો પડશે. ટ્રમ્પે ધનિક લોકોને 50 કરોડ ડોલરમાં ગોલ્ડ કાર્ડ વેચવાની ઘોષણા કરી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, આ યોજના આગામી બે અઠવાડિયામાં શરૂ થવા જઈ રહી છે અને તેને સંસદની મંજૂરીની પણ જરૂર નથી. ટ્રમ્પે કહ્યું કે જે દેશોની સાથે અમેરિકાના મૈત્રીપૂર્ણ સંબંધો છે ત્યાં રહેતા લોકો આ કાર્ડ મેળવી શકે છે. આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે હું કેટલાક રશિયન અરબપતિઓને ઓળખું છું, જે ખૂબ સારા છે. મને લાગે છે કે તેઓ ગોલ્ડ કાર્ડ મેળવી શકે છે.
US Gold Card Scheme : ગોલ્ડ કાર્ડ એટલે શું?
ગોલ્ડ કાર્ડ એ ગ્રીન કાર્ડનું પ્રીમિયમ વર્ઝન હશે, જે અમેરિકામાં લોકો માટે પહેલેથી જ ઉપલબ્ધ છે. જો કે ગોલ્ડ કાર્ડ મળ્યા બાદ લોકોને ગ્રીન કાર્ડ કરતા પણ વધુ સુવિધા મળશે. આ ઉપરાંત અમેરિકામાં રોકાણ કરવાની અને નાગરિકતા મેળવવાની તક પણ મળશે. ટ્રમ્પ વહીવટીતંત્ર આવા લગભગ 10 લાખ ગોલ્ડ કાર્ડ વેચવાની યોજના ધરાવે છે.
US Green Card : ગ્રીન કાર્ડ એટલે શું?
ગ્રીન કાર્ડ અમેરિકા સરકારનું ઓળખપત્ર અથવા મુખ્ય દસ્તાવેજ છે. જેને પરમેનન્ટ રેસિડન્ટ કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. ગ્રીન કાર્ડમાં તે વ્યક્તિની ઓળખ સાથે જોડાયેલી જાણકારી જેવી કે તેનું નામ, જેન્ડર, મૂળ દેશ, જન્મ તારીખ, ફોટો ફિંગરપ્રિન્ટ, USCIS નંબર, એક્સપાયરી વગેરે જેવી માહિતી હોય છે. તેને એલિયન રજિસ્ટ્રેશન કાર્ડ અને ફોર્મ I-551 તરીકે પણ ઓળખવામાં આવે છે.
ગ્રીન કાર્ડ યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (યુએસસીઆઇએસ) દ્વારા જારી કરવામાં આવે છે. આ કાર્ડમાં કાર્ડ હોલ્ડરનો ફોટો, ફિંગરપ્રિન્ટ, બાયોગ્રાફિક માહિતી અને એક્સપાયરી ડેટ હોય છે. અમેરિકામાં ભારતીયોની સંખ્યા લગભગ 48 લાખ છે, જેમાંથી મોટી સંખ્યામાં લોકો પાસે ગ્રીન કાર્ડ છે. 10 લાખ ભારતીયો એવા છે કે જેઓ અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવા માટે હજુ પણ રાહ જોઈ રહ્યા છે.