/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Donald-trump-US-president.jpg)
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઇલ ફોટો)
US Sanctions On Indian Firms: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સામે એક પછી એક કડક પગલાં લઇ રહ્યા છે. ઈરાનના તેલ ઉદ્યોગમાં સંડોવણી બદલ ટ્રમ્પે 4 ભારતીય કંપનીઓ સહિત 16 ફર્મ્સ પર પ્રતિબંધો લગાવ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે ઈરાનના ઓઇલ ટ્રેડમાં સામેલ કંપનીઓ સામે કાર્યવાહી કરી છે. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, પ્રતિબંધિત ભારતીય કંપનીઓમાં ઓસ્ટિનશિપ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, બીએસએમ મરીન એલએલપી, કોસ્મોસ લાઇન્સ ઇન્ક અને ફ્લક્સ મેરીટાઇમ એલએલપીનો સમાવેશ થાય છે.
ઈરાનના તેલ વેપાર પર અમેરિકા સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોનો આ બીજો તબક્કો છે. આ પહેલા 4 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર મહત્તમ દબાણ લાવવાનો આદેશ જારી કર્યો હતો અને હવે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં કહ્યું છે કે તેણે ઈરાનના પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલી 16 કંપનીઓ અને જહાજો પર પ્રતિબંધો લાદ્યા છે.
ટ્રમ્પ દ્વારા 4 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ
- ઓસ્ટિનશિપ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ (Austinship Management Pvt Ltd)
- બીએસએમ મરીન એલએલપી (BSM Marine LLP)
- કોસ્મોસ લાઇન્સ ઇન્ક. (Cosmos Lines Inc)
- ફ્લક્સ મેરીટાઇમ એલએલપી (Flux Maritime LLP.)
ટ્રમ્પે 22 વ્યક્તિ અને 13 જહાજો પર પણ પ્રતિબંધો લગાવ્યા
યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે પણ 22 વ્યક્તિઓ પર પ્રતિબંધો લાદયા છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે, ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ કંટ્રોલ (OFAC) સાથે મળીને, 22 વ્યક્તિઓ પર પ્રતિબંધો પણ લાદ્યા છે. આ ઉપરાંત, વિવિધ વિસ્તારોમાં 13 જહાજોને ઈરાનના તેલ વ્યવસાય સાથેના જોડાણને કારણે પ્રતિબંધિત સંપત્તિ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે.
આ પ્રતિબંધો ઈરાની તેલના વેપારમાં સામેલ વ્યક્તિઓ અને કંપનીઓ અને અન્ય દેશોમાં તેલ મોકલવા માટે છેતરપિંડી કરીને તેમને ઈરાન પાસેથી તેલ ખરીદવા માટે મજબૂર કરવા માટે લલચાવી રહ્યા છે. આ શિપિંગ નેટવર્ક ઈરાનને નાણાકીય સહાય પૂરી પાડે છે, જેનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે થાય છે. યુએસ સરકારનું કહેવું છે કે તે ઈરાનને તેલની આવક દ્વારા આતંકવાદને નાણાં પૂરા પાડતા અટકાવવા માટે આવા પગલાં લેવાનું ચાલુ રાખશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us