US election 2024 : અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ પ્રચાર પ્રચાર તેજ થયો છે. આ બધા વચ્ચે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, જો તેઓ આ નવેમ્બરમાં પ્રમુખ બને છે, તો તેઓ ટેસ્લાના સીઈઓ એલોન મસ્કને કેબિનેટ પદ અથવા વ્હાઇટ હાઉસમાં સલાહકારની ભૂમિકા આપી શકે છે. વોશિંગ્ટન પોસ્ટ અનુસાર, મસ્કે પહેલા કહ્યું હતું કે, તેણે 2020 ની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ જો બિડેનને સમર્થન આપ્યું હતું, જો કે આ વખતે તે ટ્રમ્પનું સમર્થન કરી રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે શું જાહેરાત કરી?
ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, જો તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતશે તો તેઓ ઇલેક્ટ્રિક વાહનની ખરીદી માટે $7,500 ની ટેક્સ ક્રેડિટ દૂર કરવાનું વિચારશે. આટલું જ નહીં તે એલન મસ્કને કેબિનેટ કે સલાહકારની ભૂમિકા પણ આપી શકે છે. ટ્રમ્પે કહ્યું કે, તેઓ સામાન્ય રીતે ટેક્સ બ્રેક્સ અને ક્રેડિટ્સ સારો વિચાર નથી માનતા. તેમણે કહ્યું, હું ગેસોલિનથી ચાલતી કાર, તેમજ હાઇબ્રિડ કાર અને તેની સાથે આવતી દરેક વસ્તુનો મોટો ચાહક છું.
એલોન મસ્કે ટ્રમ્પને સમર્થન જાહેર કર્યું છે
તમને જણાવી દઈએ કે, ટેસ્લા કંપનીના સીઈઓ એલન મસ્ક પહેલા જ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપવાની જાહેરાત કરી ચૂક્યા છે. એલોન મસ્કે અગાઉ કહ્યું હતું કે, તેમણે 2020ની ચૂંટણીમાં જો બિડેનને સમર્થન આપ્યું હતું. એલન મસ્ક ટ્રમ્પની એક રેલીમાં તેમના પર થયેલા હુમલા બાદથી તેમનું સમર્થન કરી રહ્યા છે. હુમલાના થોડા સમય પછી, તેમણે તેના સોશિયલ મીડિયા પર લખ્યું, હું ટ્રમ્પનું સમર્થન કરું છું અને તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.
આ પણ વાંચો – US Election: બિડેન માટે રાજીનામું આપવું ઠીક છે! ડોનાલ્ડ ટ્રમ્પ પર કમલા હેરિસ ભારે, ચોંકાવી રહ્યા સર્વેના આંકડા
અમેરિકામાં ચૂંટણી ક્યારે છે?
અમેરિકામાં નવેમ્બરમાં ચૂંટણી યોજાવાની છે. ટ્રમ્પની મુખ્ય સ્પર્ધા ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસ સાથે છે. ધ એસોસિએટેડ પ્રેસ-એનઓઆરસી સેન્ટર ફોર પબ્લિક અફેર્સ રિસર્ચના નવા મતદાન અનુસાર, લગભગ અડધા યુએસ પુખ્તો (48 ટકા) હેરિસ પ્રત્યે ખૂબ જ અથવા કંઈક અંશે અનુકૂળ દૃષ્ટિકોણ ધરાવે છે. જોકે, ઉનાળાની શરૂઆતમાં તેની સંખ્યા 39 ટકા હતી. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની ચર્ચામાં નબળા પ્રદર્શન પછી, જો બિડેનને આખરે રાષ્ટ્રપતિની ચૂંટણીની ઉમેદવારીમાંથી ખસી જવું પડ્યું હતુ.





