US Student Visa: અમેરિકાની કોર્ટે ટ્રમ્પ સરકારનો ઉઘડો લીધો, ભારતીય વિદ્યાર્થીના સ્ટુડન્ટ વીઝા રદ અને ડિપોર્ટ કરવા પર રોક

US Student Visa Case: અમેરિકાની સરકારે વિસ્કોન્સિન મેડિસન યુનિવર્સિટીમાં ભણતા ભારતીય વિદ્યાર્થી ક્રિશ લાલ ઇસ્સરદાસાનીના 4 એપ્રિલે સ્ટુડન્ટ વીઝા રદ કર્યા હતા. આ કેસમાં યુએસ ફેડરલ કોર્ટે ટ્રમ્પ સરકારને ફટકાર લગાવી સ્ટુડન્ટ વીઝા રદ ન કરવા આદેશ કર્યો છે.

Written by Ajay Saroya
April 16, 2025 11:20 IST
US Student Visa: અમેરિકાની કોર્ટે ટ્રમ્પ સરકારનો ઉઘડો લીધો, ભારતીય વિદ્યાર્થીના સ્ટુડન્ટ વીઝા રદ અને ડિપોર્ટ કરવા પર રોક
Court : અદાલત, પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)

US Student Visa Case: ભારતીય વિદ્યાર્થીના વીઝા રદ કરવાના મામલે અમેરિકાની સ્થાનિક કોર્ટે ટ્રમ્પ સરકારનો ઉધડો લીધો છે. એક સ્થાનિક કોર્ટના ન્યાયાધીશે 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થીના વીઝા રદ કરવા અને ડિપોર્ટ કરવા પર રોક લગાવી છે. કોર્ટે હોમલેન્ડ સુરક્ષા વિભાગને આદેશ પર અમલ કરવા માટે તાકીદ કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ વિસ્કોન્સિન મેડિસન યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થી ક્રિશ લાલ ઇસ્સરદાસાનીના સ્ટુડન્ટ વીઝા 4 એપ્રિલે રદ કરવામાં આવ્યા હતા. તેને મે મહિનામાં પોતાની કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મળવાની હતી.

ઘટનાની વાત કરીયે, 22 નવેમ્બર 2024ના રોજ જ્યારે ભારતીય વિદ્યાર્થી ઇસ્સરદાસાની પોતાના વિદ્યાર્થી મિત્રો સાથે બહાર જઇ રહ્યો હતો ત્યારે બીજા ગ્રૂપ સાથે તેમનો ઝઘડો થયો. ત્યારબાદ તેની ધરપકડ થઇ અને છુટી પણ ગયો. જો કે ત્યાર પછી તેના વીઝા રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી. જેને લઇ મેડિસનના વકીલ શબનમ લોટફી એ કોર્ટમાં આદેશ પર હંગામી પ્રતિબંધ મૂકવા માટે અપીલ દાખલ કરી હતી.

વકીલે કહ્યું કે, સરકારે વિદ્યાર્થી અને SEVIS ડેટાબેઝમાં ઇસ્સરદાસાનીની રેકોર્ડની વિગતો ડિલિટ કરી દીધી. તેના વિશે વિદ્યાર્થીને કોઇ ચેતવણી અને સ્પષ્ટતા રજૂ કરવાની તક પણ આપી ન હતી. SEVISમાં તેના F-1 સ્ટુડન્ટ વીઝા રેકોર્ડ ડિલિટ કરવાની પહેલા કોઇ પણ સંભવિત ગેરસમજ દૂર કરવાની એક પણ તક આપી ન હતી.

કેસની સુનવણી દરમિયાન ડેન કાઉન્ટિના ડિસ્ટ્રિક્ટ એટર્ની ઇસ્માઇલ ઓજાને ઇસ્સરદાસાની પર આરોપ મૂકવા ઇન્કાર કર્યો અને તે અદાલતમાં રજૂ થયો ન હતો. ત્યારબાદ વિસ્કોન્સિના વેસ્ટ ડિસ્ટ્રિક્ટ જજ વિલિયમ કોનલીએ આદેશ આપતા કહ્યું કે, ઇસ્સરદાસાનીને કોઇ આરોપમાં દોષી ઠરાવવામાં આવ્યો નથી. ખોટી રીતે વીઝા રદ કરવાની ફરિયાદ અદાલતમાં સફળ થવાની યોગ્ય સંભાવના છે. હવે આ કેસની વધુ સુનાવણી 28 એપ્રિલે થશે.

વકીલ લોટફીએ કહ્યુ કે, આ આદેશ એવા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ વીઝાધારકો માટે પ્રથમ રાષ્ટ્રીય જીત સમાન માનવામાં આવી રહી છે, જેમના રેકોર્ડની વિગતો ડિલિટ કરવામાં આવી હતી. દેશભરમાં લગભગ 1300 વિદ્યાર્થીઓના ધ્યાને આવ્યું છે કે, તેમના SEVIS રેકોર્ડ અચાનક ડિલિટ કરી દેવામાં આવ્યા છે. લોટફીના સહકર્મી વેરોનિકા સુસ્ટિકે કહ્યું કે, અમે આભારી છીએ કે કાયદો અને ન્યાય વ્યવસ્થા યથાવત છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ