US Deported Illegal Indian Immigrants : અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોનું ત્રીજુ વિમાન રવિવારે રાત્રે 10 વાગ્યે અમૃતસરના શ્રી ગુરુ રામદાસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડ થયું છે. આ વિમાનમાં લગભગ 112 ગેરકાયદેસર એનઆરઆઈ સવાર છે, જેમાં સૌથી વધુ સંખ્યા હરિયાણાની છે. એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓ ડિપોર્ટ થયેલા લોકોની પૂછપરછ કરશે. તેમને બહાર આવવામાં 3થી 4 કલાક લાગી શકે છે.
સૂત્રોના મતે 112 ગેરકાયદે એનઆરઆઈમાંથી 44 હરિયાણાના, 33 ગુજરાતના, 31 પંજાબના, બે ઉત્તર પ્રદેશના અને એક-એક હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના છે. આ પગલું ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર ટ્રમ્પ વહીવટીતંત્રના કડક પગલાંનો એક ભાગ છે.
યુએસ આર્મીના બીજા વિમાનમાં 116 ભારતીયો હતા
યુએસ આર્મીનું બીજું વિમાન C-17 એરક્રાફ્ટ 15 ફેબ્રુઆરીએ રાત્રે 11.30 વાગે અમૃતસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયુ હતું. આ બીજા વિમાનમાં અમેરિકાએ 116 ભારતીયોને ડિપોર્ટ કર્યા હતા. આ વિમાનમાં પંજાબના 67, હરિયાણાના 33, ગુજરાતના 8, યુપીના 3, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના 2-2 અને ગોવા, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના 1-1 વ્યક્તિનો સમાવેશ થતો હતો. યુએસથી ડિપોર્ટ કરાયેલા તમામ લોકોને જરૂરી કાયદાકીય કાર્યવાહી કરીને તેમના ઘરે મોકલ્યા હતા.
આ પણ વાંચો – આટલી ભીડ કેમ, કઇ વાતની હોડ? 144 વર્ષ પછી મહાકુંભ વાળા તર્કની પુરી હકીકત જાણો
અમેરિકામાં ગેરકાયદેસર રહેતા 104 ભારતીયોને લઇને યુએસ આર્મીનું પ્રથમ વિમાન C-17 ગત 5 ફેબ્રુઆરીએ અમૃતસર આવ્યું હતું. આ ફ્લાઇટાં 33 ગુજરાતીઓ હતા.





