/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/US-H-18-Visa.jpg)
US H 18 Visa FLAG Record Delete: અમેરિકાએ એચ 1બી વીઝાના રેકોર્ડ ડિલિટ કરવાનો નિર્ણય લીધો છે. (Photo: Freepik)
USH-1B Visa Applications FLAG Record Delete: અમેરિકામાં કામ કરતા વિદેશા નાગિરકો માટે એક એક મહત્વના સમાચાર છે. ફોરેન લેબર એક્સેસ ગેટવે Foreign Labor Access Gateway (FLAG) એ એક પોર્ટલ છે જે અમેરિકા અને વિદેશી નાગરિકોની સુરક્ષાની ખાતરી સાથે યુએસ કંપનીઓને લાયક કામદારો શોધવામાં મદદ કરે છે. તમામ કામચલાઉ લેબર કન્ડિશન એપ્લિકેશન્સ જેવી કે એચ-1બી, એચ-1બી1, એચ-2એ, એચ-2બી, ઇ-3 વિઝા અને પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન એપ્લિકેશન્સ (PERM) પણ ફ્લેગમાં સંગ્રહિત કરવામાં આવે છે. આ અઠવાડિયાની શરૂઆતથી જ FLAG સિસ્ટમ માંથી આ એપ્લીકેશનને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે.
ડિપાર્ટમેન્ટ ઓફ લેબર એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ એડમિનિસ્ટ્રેશન, ઓફિસ ઓફ ફોરેન લેબર સર્ટિફિકેશન (ઓએફએલસી) એ વિવિધ હિતધારકોને જાણ કરી છે કે, 20 માર્ચની મધ્યરાત્રિથી ફોરેન લેબર એપ્લિકેશન ગેટવે (FLAG) સિસ્ટમ માંથી રેકોર્ડ્સ ડિલિટ કરવામાં આવશે.
OFLC એ માન્ય રેકોર્ડ કંટ્રોલ શેડ્યૂલના અમલીકરણ અંગે જાહેર નોટિસ જારી કરી છે. જેના માટે ફોરેન લેબર એક્સેસ ગેટવે (FLAG)માં છેલ્લા નિર્ધારણની તારીખથી 5 વર્ષ કરતા જૂના તમામ જૂના રેકોર્ડને ડિલીટ કરવાની જરૂર છે.
જો અમેરિકાની કોઈ પણ કંપનીમાં FLAG સિસ્ટમમાં છેલ્લા નિર્ધારણની તારીખથી પાંચ વર્ષથી વધુ જૂના કેસ હોય, તો તેમને 19 માર્ચ, 2025 પહેલા આવા કેસ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવ્યું છે.
આ નવા નિયમ લાગુ થતા નીચેના OFLC પ્રોગ્રામને અસર થશે
પ્રચલિત વેતન નિર્ધારણ – Prevailing Wage Determinations (PWD)
કાયમી શ્રમ પ્રમાણપત્ર અરજી – Permanent Labor Certification Applications (PERM)
બિનકાયમી શ્રમ પ્રમાણપત્ર અરજી – Temporary Labor Certification Applications (H-2A, H-2B, CW-1 visas)
બિનકાયમી શ્રમ શરત અરજી – Temporary Labor Condition Applications (H-1B, H-1B1, and E-3 visas)
બિનકાયમી શ્રમ શરત અરજી - Temporary Labor Condition Applications (H-1B, H-1B1, and E-3 visas)
અપ્રુવ રેકોર્ડ કંટ્રોલ શેડ્યૂલ 20 માર્ચ, 2025 (ગુરુવાર) થી લાગુ કરવામાં આવશે. લાયક કેસના રેકોર્ડ્સને ડિલિટ કરવાનો નિર્ણય દરેક કેસની ફ્લેગ સિસ્ટમમાં નોંધાયેલી છેલ્લી આકારણી તારીખના આધારે લેવામાં આવશે. ઉદાહરણ તરીકે, 21 માર્ચ, 2020 ની અંતિમ નિયત તારીખવાળા કેસો, 21 માર્ચ, 2025ના રોજ દૂર કરવામાં આવશે.
NARA Records Schedule, એજન્સી રેકોર્ડ્સના સંચાલન માટે જરૂરીયાત પુરી કરે છે. ઐતિહાસિક મૂલ્યને કારણે "કાયમી" તરીકે વર્ગીકૃત કરવામાં આવેલા રેકોર્ડ્સને તેમના જાળવણીના સમયગાળાના અંતે યુનાઇટેડ સ્ટેટ્સના નેશનલ આર્કાઇવ્સમાં તબદીલ કરવામાં આવે છે. અન્ય તમામ રેકોર્ડ્સને "કામચલાઉ" કેટેગરી તરીકે દર્શાવવામાં આવ્યા છે અને NARA રેકોર્ડ્સના શિડ્યુલ અથવા રેકોર્ડ કન્ટ્રોલ શિડ્યુલ દ્વારા તેને ડિલીટ કરવામાં આવશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us