/indian-express-gujarati/media/media_files/2025/12/23/us-h-1b-visa-crisis-2025-12-23-18-03-14.jpg)
US H 1b Visa Crisis : અમેરિકા એ એચ 1બી વિઝાના નિયમ કડક કર્યા છે. Photograph: (Jansatta)
US H-1b Visa Crisis : અમેરિકામાં એચ 1બી વિઝા પર નોકરી કરતા વિદેશીઓ માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. ગૂગલ, એપલ અને માઇક્રોસોફ્ટે તેમના એવા કર્મચારી જે વિઝા પર કામ કરી રહ્યા છે, તેમની માટે અર્જન્ટ ચેતવણી જારી કરી છે, કર્મચારીઓને કોઈપણ કિંમતે આંતરરાષ્ટ્રીય મુસાફરી ટાળવા જણાવ્યું છે. આ એડવાઇઝરી, જે કંપનીઓના લીગલ અને ઇમિગ્રેશન પાર્ટનર તરફથી ઇન્ટરનલ મેમો દ્વારા મોકલવામાં આવી છે, તે એવા સમયે આવી છે જ્યારે દુનિયાભરના અમેરિકન દૂતાવાસોએ એપોઇન્મેન્ટમાં 12 મહિના સુધીના ઐતિહાસિક વિલંબની જાણ કરી છે.
વિઝા સ્ટેમ્પિંગમાં આ મોટા વિક્ષેપને કારણે એચ-1બી, એચ-4, એફ-1 અને જે-1 વિઝા પર હજારો હાઇ સ્કિલ પ્રોફેશનલ્સ માટે સામાન્ય ધોરણે વર્ષના અંતે થતી મુસાફરી હવે એક મોટું જોખમ બની ગઈ છે.
લાંબી રાહ જોવાની ચેતવણી
બીએએલ ઇમિગ્રેશન કાયદા (ગૂગલનું પ્રતિનિધિત્વ કરતા) અને ફ્રાગોમેન (એપલનું પ્રતિનિધિત્વ કરતા) ના મેમો આ અઠવાડિયે સ્ટાફને મોકલવામાં આવ્યા હતા, જેમાં વિઝા સ્ટેમ્પિંગમાં વધતી જતી કટોકટીને હાઇલાઇટ કરવામાં આવી હતી.
ગૂગલની ચેતવણી :
બીએએલની એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક અમેરિકન દૂતાવાસો અને કોન્સ્યુલેટ્સને વિઝા સ્ટેમ્પિંગ એપોઇન્ટમેન્ટ મેળવવામાં નોંધપાત્ર વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે, જે હાલમાં 12 મહિના સુધી હોવાનું જાણવા મળે છે.
તેમાં એવી પણ ચેતવણી આપવામાં આવી છે કે જો તેમની નિમણૂકો મુલતવી રાખવામાં આવે તો આ સમયે મુસાફરી કરતા કર્મચારીઓને સામાન્ય કરતા વધુ સમય સુધી યુએસ ની બહાર રહેવું પડી શકે છે.
એપલનું એલર્ટ :
ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતીના સહયોગી ફાઇનાન્સિયલ એક્સપ્રેસના જણાવ્યા અનુસાર, Fragomen એ Apple કર્મચારીઓને હમણાં માટે યુએસ ન છોડવા જણાવ્યું છે. કંપનીનું કહેવું છે કે જો તેઓ બહાર જશે તો અમેરિકા પાછા ફરવામાં અચાનક અને નોંધપાત્ર વિલંબ થઈ શકે છે.
આ કારણોસર, કંપની ભારપૂર્વક સલાહ આપી રહી છે કે અમેરિકામાં ફરીથી પ્રવેશવા માટે નવા વિઝા સ્ટેમ્પની જરૂર હોય તેવા તમામ પ્રવાસો હમણાં માટે મુલતવી રાખવા જોઈએ.
આવું કેમ થઈ રહ્યું છે?
મેમોમાં ઉલ્લેખિત 'મુખ્ય અવરોધો' યુએસ ઇમિગ્રેશન નીતિમાં મોટા ફેરફાર સાથે સંબંધિત છે જે 15 ડિસેમ્બર, 2025 થી અમલમાં આવ્યા હતા.
નવી "ઓનલાઇન પ્રેઝન્સ રિવ્યૂ" હેઠળ, કોન્સ્યુલર અધિકારીઓએ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને એક્સ જેવા પ્લેટફોર્મ પર છેલ્લા 5 વર્ષથી અરજદારના સોશિયલ મીડિયા ઇતિહાસને મેન્યુઅલી સ્ક્રીન કરવું પડશે.
- સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ પુષ્ટિ કરી હતી કે કોન્સ્યુલેટ્સ હવે "દરેક વિઝા કેસની સંપૂર્ણ તપાસને પ્રાધાન્ય આપી રહ્યા છે" અને વેઇટિંગ પીરિયડ ઘટાડવાના અગાઉના પ્રયત્નોથી દૂર થઈ રહ્યા છે.
રજા પર ગયેલા હજારો ભારતીય પ્રોફેશનલે પહેલેથી જ લાસ્ટ મિનિટ કેન્સલેશનની જાણ કરી છે. મૂળ રૂપે 2025 ના અંતમાં નિર્ધારિત નિમણૂકો જૂન અથવા ઓક્ટોબર 2026 સુધી મુલતવી રાખવામાં આવી છે.
'ડ્રોપબોક્સ'ને કારણે કટોકટી
ફાઇનાન્સિયલ એક્સપ્રેસના જણાવ્યા અનુસાર, ઘણા અરજદારો માટે "ઇન્ટરવ્યુ વેવેર" (ડ્રોપબોક્સ) સિસ્ટમને લગભગ સંપૂર્ણ રીતે નાબૂદ કરવાથી કટોકટી વધુ વળી છે. 2026 માં, મોટાભાગના વિઝા રિન્યુઅલ માટે પર્સનલ ઇન્ટરવ્યુની જરૂર પડશે. મર્યાદિત સ્લોટ્સ અને સોશિયલ મીડિયા સ્ક્રીનિંગને કારણે, ચેન્નાઈ અને હૈદરાબાદ જેવા હાઇ વોલ્યુમ હબમાં સિસ્ટમ લગભગ બંધ થઈ ગઈ છે.
આઈટી સેક્ટર માટે આ ખાસ કરીને મુશ્કેલ સમય છે. ગૂગલ અને એપલે એકલા 2024-25 સાયકલમાં લગભગ 10,000 એચ -1 બી વિઝા માટે અરજી કરી હતી. આ કંપનીઓ માટે, "બ્રેઇન ડ્રેઇન" નું જોખમ તેમના 2026 પ્રોડક્ટ રોડમેપ માટે એક મોટો ખતરો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us