US Independence Day 2024, 4th July : અમેરિકાનો સ્વતંત્રતા દિવસ દર વર્ષે 4 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય રજા છે. 4 જુલાઈ 1776 ના રોજ અમેરિકા ગ્રેટ બ્રિટન પાસેથી સ્વતંત્રત થયું હતું. આ દિવસથી યુનાઇટેડ સ્ટેટ્સ એક સાર્વભૌમ અને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત થયું અને ત્યારથી આ દિવસ દર વર્ષે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું છે કે અમે આ સત્યોને સ્વયં-સ્પષ્ટ માનીએ છીએ કે બધા માણસો સમાન બનાવવામાં આવ્યા છે. તેઓને અમુક અવિભાજ્ય અધિકારોથી સંપન્ન કરવામાં આવ્યા છે, જેમાં જીવન, સ્વતંત્રતા અને સુખની શોધનો સમાવેશ થાય છે. 2024માં યુનાઇટેડ સ્ટેટ્સની સ્થાપનાની 278 વર્ષ થશે.
યુએસ સ્વતંત્રતા દિવસ ઇતિહાસ
અમેરિકન વસાહતોને 4 જુલાઈ, 1776ના રોજ સ્વતંત્રતા મળી હતી પરંતુ પ્રક્રિયા બે દિવસ પહેલા 2 જુલાઈ, 1776ના રોજ શરૂ થઈ હતી. જ્યારે કોન્ટિનેન્ટલ કોંગ્રેસે સ્વતંત્રતાની ઘોષણા કરવા માટે મતદાન કર્યું હતું. 13માંથી 12 વસાહતોએ સત્તાવાર રીતે ગ્રેટ બ્રિટન સાથેના તેમના રાજકીય સંબંધોને તોડી નાખવાનો નિર્ણય લીધો અને થોમસ જેફરસન અને બેન્જામિન ફ્રેન્કલીને વસાહતોને મુક્ત અને સ્વતંત્ર રાજ્યો જાહેર કર્યા હતા.
આ પણ વાંચો – દર વર્ષે કેમ મનાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ, જાણો ઇતિહાસ અને મહત્વ
સ્વતંત્રતાની ઘોષણામાં બ્રિટિશ સરકાર સામે વસાહતીઓની ફરિયાદોની રૂપરેખા આપવામાં આવી હતી અને સ્વ-શાસનના તેમના અધિકાર પર ભાર મૂકવામાં આવ્યો હતો. જેને 4 જુલાઈ, 1776 ના રોજ મંજૂર કરવામાં આવ્યો હતો અને અપનાવવામાં આવ્યો હતો . આમ સાર્વભૌમ અને સ્વતંત્ર રાજ્યો તરીકે વસાહતોની સ્થિતિને ઔપચારિક બનાવવામાં આવી હતી. પરિણામે 4 જુલાઈને સત્તાવાર રીતે યુએસ સ્વતંત્રતા દિવસ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યો, અને ત્યારથી દર વર્ષે આ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
યુએસ સ્વતંત્રતા દિવસ મહત્વ અને ઉજવણીઓ
ચોથી જુલાઈ અમેરિકન સ્વતંત્રતા અને દેશભક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. તે સ્વતંત્રતા, લોકશાહી અને સુખની શોધના વિચારોનું સન્માન કરે છે જેના પર દેશની સ્થાપના થઈ હતી. વ્હાઇટ હાઉસે 1801માં 4 જુલાઇના રોજ તેના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કર્યું હતું. ત્યારથી તે વાર્ષિક કાર્યક્રમ છે. યુનાઇટેડ સ્ટેટ્સની સતત સ્વતંત્રતાની ભાવનાની યાદમાં દેશભક્તિના પ્રદર્શન, પરેડ અને સમુદાયના મેળાવડા દેશભરમાં થાય છે.





