US Iran War: ઇરાન અમેરિકા યુદ્ધ થાય તો? આ 7 સંભવાના હોઇ શકે

US Iran Tensions : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગમે ત્યારે ઈરાન પર હુમલાની જાહેરાત કરી શકે છે. જો અમેરિકા આવી કોઈ કાર્યવાહી કરશે તો તેની અસર સમગ્ર મધ્ય પૂર્વ ક્ષેત્ર પર પડશે.

US Iran Tensions : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગમે ત્યારે ઈરાન પર હુમલાની જાહેરાત કરી શકે છે. જો અમેરિકા આવી કોઈ કાર્યવાહી કરશે તો તેની અસર સમગ્ર મધ્ય પૂર્વ ક્ષેત્ર પર પડશે.

author-image
Ajay Saroya
New Update
us iran war impact | US attacks Iran

US Iran War Impact: યુએસ ઇરાન યુદ્ધની અસર. Photograph: (Freepik/ Social Media)

US Iran Tensions : અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે અમેરિકા ઈરાન પર કોઈ પ્રકારની સૈન્ય કાર્યવાહી પર વિચાર કરી શકે છે. બંને દેશો વચ્ચેની વાતચીત લાંબા સમયથી અનિર્ણિત રહી છે. નિષ્ણાંતોનું માનવું છે કે જો આ તણાવ ચાલુ રહેશે તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર હુમલાની ઘોષણા કરી શકે છે.

Advertisment

જો અમેરિકા આવી કોઈ કાર્યવાહી કરશે તો તેની અસર સમગ્ર મધ્ય પૂર્વ ક્ષેત્ર પર પડશે. બીબીસી એ સંભવિત પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરતી વખતે સાત શક્યતાઓ રજૂ કરી છે, જે યુએસ દ્વારા ઇરાન પર હુમલાની સ્થિતિમાં ઉભરી આવી શકે છે.

મર્યાદિત હુમલો અને સત્તા પરિવર્તન

પ્રથમ સંભાવના એ છે કે અમેરિકા મર્યાદિત લશ્કરી કાર્યવાહી કરી શકે છે. તે પસંદ કરેલા લક્ષ્યોને નિશાન બનાવીને હવાઈ અને મિસાઇલ હુમલા કરી શકે છે. તેનો મુખ્ય ધ્યેય ઈરાનના પરમાણુ કાર્યક્રમને નબળો પાડવાનો હોઈ શકે છે. જો આવું થાય છે, તો ઇરાનનું વર્તમાન શાસન નબળું પડી શકે છે અને રાજકીય પરિવર્તનની પ્રક્રિયા શરૂ થઈ શકે છે.

સરકાર ટકી રહેશે, પરંતુ અમેરિકાના દબાણથી કારણે મોટા ફેરફારો

બીજી શક્યતા એ છે કે ઈરાનની સરકાર ટકી રહેશે, પરંતુ અમેરિકાના દબાણને કારણે તેણે નીતિમાં ફેરફાર કરવા પડશે. આમાં પરમાણુ કાર્યક્રમ પર મોરેટોરિયમ, વિશેષ સંસ્થાઓને ભંડોળમાં ઘટાડો શામેલ છે. જો કે, નિષ્ણાતોનું માનવું છે કે સુપ્રીમ લીડર અલી ખામેનીના નેતૃત્વમાં સિસ્ટમમાં આવા મોટા ફેરફારો સરળ નહીં હોય. આ પહેલા પણ આંતરરાષ્ટ્રીય દબાણ લાદવામાં આવ્યું છે.

Advertisment

ઈરાનમાં લશ્કરી શાસન

ત્રીજી શક્યતા એ છે કે અમેરિકાના હુમલા બાદ ઈરાનમાં સૈન્ય શાસન લાદવામાં આવશે. ઇરાનની રિવોલ્યુશનરી ગાર્ડ (આઇઆરજીસી) દેશના રાજકારણ અને વ્યવસાયમાં ઊંડો પ્રભાવ ધરાવે છે. આવી સ્થિતિમાં, સંકટની સ્થિતિમાં સેના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સત્તા સંભાળી શકે છે.

ઈરાનનો વળતો હુમલો

ચોથી સંભાવના ઇરાન તરફથી બદલો લેવાની છે. ઈરાને પહેલેથી જ ચેતવણી આપી છે કે કોઈપણ હુમલાનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. આવી સ્થિતિમાં, તે બેલિસ્ટિક મિસાઇલ અને ડ્રોનનો ઉપયોગ કરી શકે છે. ગલ્ફ ક્ષેત્રમાં અમેરિકન સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવી શકે છે. તો બીજી બાજુ અમેરિકાના સાથી દેશો જેવા ક સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અથવા જોર્ડન પર પણ હુમલો થઈ શકે છે.

હોર્મુઝની સામુદ્રધુનીમાં વિક્ષેપ

પાંચમી સંભાવના એ છે કે ઇરાન હોર્મુઝની સામુદ્રધુનીને વિક્ષેપિત કરે છે. વૈશ્વિક ઓઇલ સપ્લાય માટે આ દરિયાઈ માર્ગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તે બંધ અથવા વિક્ષેપિત થાય છે, તો સમગ્ર દુનિયામાં ક્રૂડ ઓઇલની સપ્લાય પ્રભાવિત થશે. 1980ના દાયકામાં ઇરાક-ઇરાન યુદ્ધ દરમિયાન પણ આવી યુક્તિઓ જોવા મળી હતી. જો કે, આવા પગલાથી ઇરાનની અર્થવ્યવસ્થાને પણ નુકસાન થઈ શકે છે, કારણ કે તેનો મોટો ભાગ તેલની નિકાસ પર નિર્ભર છે.

ગલ્ફ ક્ષેત્રમાં નેવી વચ્ચે ટક્કર

છઠ્ઠી સંભાવના ગલ્ફ ક્ષેત્રમાં નેવી સૈના વચ્ચે ટક્કર છે. વિશ્લેષકોનું માનવું છે કે તણાવ વધવાની સ્થિતિમાં દરિયામાં સીધો સૈન્ય મુકાબલો થઈ શકે છે. અમેરિકન નેવી પહેલાથી જ સંભવિત 'સ્વોર્મ એટેક' વિશે વાત કરી ચૂકી છે. જો નેવી સક્રિય હોય તો યુદ્ધનું ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ શકે છે.

સરકારનું પતન અને ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ

સાતમી શક્યતા એ છે કે અમેરિકાના હુમલાને કારણે ઈરાનની હાલની સરકાર પડી ભાંગશે. પરંતુ જો સરકારના પતન પછી કોઈ મજબૂત અને સ્થિર વિકલ્પ નહીં આવે તો દેશમાં અસ્થિરતા વધી શકે છે. આવી પરિસ્થિતિ ગૃહ યુદ્ધ જેવી પરિસ્થિતિઓ તરફ દોરી શકે છે, જે સમગ્ર પ્રદેશને અસર કરશે.

અમેરિકા ઇરાન વિશ્વ