ઇરાનનો વળતો પ્રહાર, મધ્ય પૂર્વમાં અમેરિકી સૈન્ય મથકો પર કર્યા મિસાઇલ હુમલા

Israel-Iran conflict : અમેરિકા અને ઇઝરાયલે એક સાથે ઈરાન પર હુમલો કર્યો છે. આ પછી ઈરાને પણ વળતો જવાબ આપ્યો છે. ઈરાને મધ્ય પૂર્વમાં અમેરિકાના 7 સૈન્ય મથકોને નિશાન બનાવ્યા છે

Israel-Iran conflict : અમેરિકા અને ઇઝરાયલે એક સાથે ઈરાન પર હુમલો કર્યો છે. આ પછી ઈરાને પણ વળતો જવાબ આપ્યો છે. ઈરાને મધ્ય પૂર્વમાં અમેરિકાના 7 સૈન્ય મથકોને નિશાન બનાવ્યા છે

author-image
Ashish Goyal
New Update
US Israel Attacks Iran Updates

તેહરાનમાં થયેલા હુમલાની તસવીર Photograph: (સોશિયલ મીડિયા)

Israel-Iran conflict : અમેરિકા અને ઇઝરાયલે એક સાથે ઈરાન પર હુમલો કર્યો છે. આ પછી ઈરાને પણ વળતો જવાબ આપ્યો છે. ઇરાને ઇઝરાયેલ ઉપરાંત ઈરાને મધ્ય પૂર્વમાં રહેલા અમેરિકાના સૈન્ય મથકો પર હુમલા કર્યા છે. ઈરાને મધ્ય પૂર્વમાં અમેરિકાના 7 સૈન્ય મથકોને નિશાન બનાવ્યા છે. મિડલ ઇસ્ટમાં ઇરાને ઇરાક, કુવૈત, બહેરીન, સંયુક્ત આરબ અમીરાત, યમન, સાઉદી અરેબિયા અને કતરમાં અમેરિકી બેઝને બેલિસ્ટિક મિસાઇલોથી નિશાન બનાવ્યું છે.

Advertisment

કુવૈતમાં અલી અલ-સાલેમ એર બેઝ

કુવૈતમાં અમેરિકાનું અલ સાલેમ એરબેઝ છે. તે યુ.એસ. માટે લોજિસ્ટિક્સ અને લશ્કરી પરિવહનનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે. ઈરાન હુમલાને પગલે કુવૈતે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. જોકે ઈરાને મિસાઈલ હુમલા કર્યા છે.

બહેરીનમાં યુએસ ફિફ્થ ફ્લીટ બેઝ

અમેરિકાનો બહેરીનમાં ફિફ્થ ફ્લીટ નેવલ બેઝ છે. ઈરાને તેના ઉપર પણ મિસાઈલ હુમલા કર્યા છે. આ બેઝ પરથી અમેરિકા ખાડીના વિસ્તાર અને અરબી સમુદ્રમાં સમગ્ર ગતિવિધિ પર નજર રાખે છે.

કતરમાં અલ ઉદઇદ એરબેઝ

કતરમાં અમેરિકાનું અલ ઉદઇદ એરબેઝ છે, જેને ઈરાન નિશાન બનાવ્યું છે. તે મધ્ય પૂર્વમાં અમેરિકાનું સૌથી મોટું મથક છે અને તેમાં 10000 થી વધુ સૈનિકોની તૈનાતી પણ છે.

Advertisment

યુએઈમાં અલ ધફરા એર બેઝ

યુએઈના અબુધાબી નજીક અલ ધફરા એરબેઝ છે. આ બેઝને પણ ઈરાની મિસાઈલ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું છે. આ તે છે જ્યાં યુએસ તેના એફ -35 જેવા ફાઇટર જેટનો ઉપયોગ કરે છે. તેને એલર્ટ પર રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચો -  ભારતે ઇઝરાયેલમાં પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી

આ સિવાય અન્ય 3 બેઝ ઉપર પણ હુમલા

ઇરાક, યમન અને સાઉદી અરેબિયામાં પણ અમેરિકી બેઝ છે અને તેના ઉપર પણ ઇરાને મિસાઇલ હુમલા કર્યા છે. સાઉદી અરેબિયાએ ઈરાન હુમલાની નિંદા કરી છે.

ઇઝરાયેલે કટોકટી જાહેર કરી

ઇરાન હુમલાને પગલે ઇઝરાયેલે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. દેશભરમાં સાયરન વગાડવામાં આવ્યા છે અને નાગરિકોને સલામત સ્થળોની નજીક રહેવાની સૂચના આપવા માટે મોબાઇલ ફોન પર એડવાન્સ એલર્ટ મોકલવામાં આવી રહ્યા છે. ઇઝરાયલે પણ પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું છે. ભારતે ઇઝરાયલમાં પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે.

અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ ઇરાન ઈરાન ઈઝરાયલ યુધ્ધ