/indian-express-gujarati/media/media_files/2025/12/30/donald-trump-warning-to-iran-2025-12-30-11-15-07.jpg)
Donald Trump : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ. Photograph: (Social Media)
US-Israel vs Iran War Updates : ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સાત દિવસ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી તેનો અંત આવે તેવી કોઈ સંભાવના નથી. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી ઈરાન સંપૂર્ણ રીતે આત્મસમર્પણ કરવા તૈયાર નહીં થાય ત્યાં સુધી તેની સાથે કોઈ ડીલ કરવામાં આવશે નહીં.
ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું
ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે અમે ઈરાન સાથે કોઈ સમજુતી કરવા જઇ રહ્યા નથી. તેણે કોઈ પણ કિંમતે સરેન્ડર કરવું પડશે. ટ્રમ્પે કહ્યું કે જ્યારે ઈરાન સરેન્ડર કરશે ત્યારે એક એવું નેતૃત્વ ચૂંટવામાં આવશે જેના પર બધા સહમત થાય. આ પછી અમેરિકા અને તેના સહયોગી દેશો સાથે મળીને ઈરાનને આ બર્બાદીમાંથી બહાર લાવવામાં મદદ કરશે અને તેને આર્થિક રીતે મજબૂત બનાવશે. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે ઈરાનનું ભવિષ્ય ઉજ્જવળ હશે અને તેને ફરીથી મજબૂત બનાવવામાં આવશે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ અગાઉ પણ આવી જ વાત કરી ચૂક્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે ઈરાન સાથે વાતચીતની સંભાવના હવે લગભગ સમાપ્ત થઈ ગઈ છે. તેમના જણાવ્યા મુજબ હવે ઘણું મોડું થઈ ગયું છે. અમેરિકા તો એમ પણ કહી રહ્યું છે કે આ યુદ્ધ લાંબુ ચાલી શકે છે અને આગામી દિવસોમાં મોટા પાયે વિનાશ જોવા મળી શકે છે.
આ પણ વાંચો - ઇઝરાયલના 50 લડાકુ વિમાનોએ અયાતુલ્લાહ ખામેનેઇનું અંડરગ્રાઉન્ડ બંકર આવી રીતે ધ્વસ્ત કર્યું હતું, જુઓ વીડિયો
તાજેતરમાં જ અમેરિકાએ હિંદ મહાસાગરમાં ઈરાનનું એક જહાજ પણ ડૂબાડી દીધું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે બીજા વિશ્વયુદ્ધ બાદ પહેલીવાર સબમરિનનો ઉપયોગ કરીને આવી કાર્યવાહી કરવામાં આવી હતી. આ હુમલામાં ઘણા લોકો માર્યા પણ ગયા હતા.
હાલ એક તરફ અમેરિકા અને ઈઝરાયલ ઈરાન પર સતત હુમલો કરી રહ્યા છે તો બીજી તરફ ઈરાન સમગ્ર મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈઝરાયલના સૈન્ય મથકોને પણ નિશાન બનાવી રહ્યું છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us