/indian-express-gujarati/media/media_files/2026/03/05/india-offers-condolences-over-ayatollah-ali-khamenei-death-2026-03-05-17-28-16.jpg)
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી નવી દિલ્હી સ્થિત ઈરાની દૂતાવાસ પહોંચ્યા હતા અને ત્યાં રાખેલી શ્રદ્ધાંજલિ પુસ્તિકામાં ભારત તરફથી હસ્તાક્ષર કર્યા હતા Photograph: (MEA)
US Israel vs Iran War Updates : ભારતે ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લાહ ખામેનેઇના મોત પર શોક વ્યક્ત કર્યો છે. ગુરુવારે બપોરે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી નવી દિલ્હી સ્થિત ઈરાની દૂતાવાસ પહોંચ્યા હતા અને ત્યાં રાખેલી શ્રદ્ધાંજલિ પુસ્તિકામાં ભારત તરફથી હસ્તાક્ષર કર્યા હતા અને સંવેદના વ્યક્ત કરી હતી.
ખામેનેઈ ઇઝરાયેલ અને અમેરિકાના સંયુક્ત સૈન્ય હુમલામાં માર્યા ગયા હતા
86 વર્ષીય ખામેનેઈ 28 ફેબ્રુઆરીએ ઇઝરાયેલ અને અમેરિકાના સંયુક્ત સૈન્ય હુમલામાં માર્યા ગયા હતા. ખામેનેઇ પ્રમુખ પદાધિકારીઓ સાથે જે ઇમારતમાં બેઠક કરી રહ્યા હતા તેના પર હુમલામાં ખામેનેઇ સહિત ઘણા લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં ઈરાનના રક્ષા મંત્રી અને આઈઆરજીસીના પ્રમુખ પણ સામેલ હતા.
આ હુમલામાં ખામેનેઇની સાથે તેમની પુત્રવધૂ, પુત્રી, પૌત્ર પણ માર્યા ગયા હતા. આ હુમલામાં ઘાયલ થયેલ ખામેનેઇની પત્નીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
#WATCH | Foreign Secretary Vikram Misri, on behalf of Government of India, signed the Condolence Book at the Embassy of Iran in New Delhi today, and offered condolences to the slain Supreme Leader of Iran Ayatollah Ali Khamenei. pic.twitter.com/A3IP2d0diX
— ANI (@ANI) March 5, 2026
નવા સુપ્રીમ લીડરની પસંદગીની પ્રક્રિયા ચાલુ
અયાતુલ્લાહ અલી ખામેનેઇના મૃત્યુ પછી નવા સુપ્રીમ લીડરની પસંદગીની પ્રક્રિયા ચાલુ છે. કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે અલી ખામેનેઇનીના બીજા પુત્ર મોજતબા ખામેનીઇને નવા સુપ્રીમ લીડર તરીકે ચૂંટવામાં આવ્યા છે, જેને ગુરુવારે ઇરાની પ્રતિનિધિએ નકારી કાઢ્યા હતા.
આ પણ વાંચો - શ્રીલંકાના તટ પાસે ઈરાની યુદ્ધ જહાજ પર અમેરિકાનો સબમરીનથી હુમલો, ભારતથી પરત ફરી રહ્યું હતું, 87 લોકોના મોત
ઈરાનના પ્રતિનિધિએ કહ્યું કે આ સમાચાર સાચા નથી કારણ કે હજી સુધી કોઈની પસંદગી કરવામાં કે નામાંકિત કરવામાં આવ્યા નથી, પ્રક્રિયા હજી પણ ચાલુ છે. તેઓ આ પદ માટે ઉમેદવારોમાંથી એક છે. આ પદ માટે ઘણા ઉમેદવારો છે અને મોજતબા ખામેનેઇ તેમાંથી એક છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us