/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Kash-Patel.jpg)
Kash Patel New FBI Director In US: અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ પટેલને એફબીઆઈના નવા વડા પદે નિમણૂક કર્યા છે. (Photo: Social Media)
Who Is Kash Patel AS New FBI Director In US: અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પ સરકારમાં ભારતીય મૂળના ગુજરાતી પાટીદાર નેતા કાશ પ્રમોદ પટેલને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ પ્રમોદ પટેલને એફબીઆઈ (ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન) ના વડા તરીકે નિયુક્ત કર્યા છે. કાશ પટેલને ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ મિત્ર પણ માનવામાં આવે છે. 20 જાન્યુઆરી, 2025ના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદના શપથ લેશે ત્યારે કાશ પટેલ પણ એફબીઆઈ ચીફ તરીકેની જવાબદારી સંભાળશે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે, કાશ પટેલે સત્ય, જવબદારી અને સંવિધાનના સમર્થકના રૂપમાં ઉભા થઇ રશિયા અને તેના ષડયંત્રને ઉજાગર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કાશ પટેલ અમેરિકાની ગુપ્તચર સંસ્થા ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનમાં ક્રિસ્ટોફર રેનું સ્થાન લેશે.
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કાશ પટેલના વખાણ
અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે રાત્રે પોસ્ટ કર્યું હતું કે, મને ઘોષણા કરતા ગર્વ થાય છે કે કશ્યપ 'કાશ પટેલ એફબીઆઇના આગામી ડિરેક્ટર તરીકે કામ કરશે. કાશ એક સારા વકીલ, તપાસકર્તા અને અમેરિકા ફર્સ્ટ ફાઇટર છે, જેમણે ભ્રષ્ટાચારને ઉજાગર કરવામાં, ન્યાયની રક્ષા કરવામાં અને અમેરિકન લોકોની સુરક્ષા કરવામાં તેમની કારકિર્દી વિતાવી છે. ”
ડોનાલ્ડ ટ્રમ્પે કાશ પટેલને તેમના પાછલા કાર્યકાળમાં ઘણી મહત્વપૂર્ણ જવાબદારીઓ પણ સોંપી હતી. તેમણે આતંકવાદી સંગઠનો આઈએસઆઈએસ, અલ-બગદાદી અને કાસિમ અલ-રિમી જેવા અલ-કાયદાના નેતાઓને ખતમ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કાશ પટેલે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને ગૃહની કાયમી પસંદગી સમિતિ ઓન ઇન્ટેલિજન્સના વરિષ્ઠ સલાહકાર તરીકે પણ સેવા આપી હતી.
Who Is Kash Patel New FBI Director In US: કાશ પટેલ ભારતના ગુજરાતના રહેવાસી
44 વર્ષીય કાશ પટેલનું પુરું નામ કશ્યપ પ્રમોદ પટેલ છે. કાશ પટેલના માતા પિતા ભારતીય મૂળના ગજુરાતી પાટીદાર સમાજમાંથી આવે છે. કાશ પટેલનો જન્મ 25 ફેબ્રુઆરી, 1980માં થયો હતો. તેઓ પૂર્વ આફ્રિકન દેશ યુગાન્ડા માંથી કેનેડા થઈને અમેરિકા આવ્યા હતા. 1970 ના દાયકામાં રાજકીય અસ્થિરતાને કારણે તેમના માતાપિતાએ યુગાન્ડા છોડીને અમેરિકામાં સ્થાયી થવાનો નિર્ણય લીધો હતો. 1988માં કાશ પટેલના પિતાને અમેરિકાની નાગરિકતા મળી હતી. કાશ પટેલે શાળાકીય શિક્ષણ લોંગ આઇલેન્ડની ગાર્ડન સિટી હાઇસ્કૂલમાંથી પૂર્ણ કર્યું હતું.
કાશ પટેલે 2022માં રિચમન્ડ યુનિવર્સિટીમાંથી ક્રિમિનલ જસ્ટિસ અને ઇતિહાસ વિષયમાં ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેમણે 2004માં યુનિવર્સિટી કોલેજ લંડનથી આંતરરાષ્ટ્રીય કાયદાનું પ્રમાણપત્ર અને 2005માં પેસ યુનિવર્સિટી સ્કૂલ ઓફ લોમાંથી જ્યુરિસ ડોક્ટરેટની ડિગ્રી મેળવી હતી. કાશ પટેલે કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વકીલ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us