/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Donald-trump-US-president.jpg)
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઇલ ફોટો)
US Nuclear Deal With Iran : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ ઈરાન સાથે પરમાણુ સમજૂતી પર વાતચીત કરવા માંગે છે અને તેમણે આ સંબંધમાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ ખામેનીને પત્ર મોકલ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તેમને આશા છે કે ઇરાન વાટાઘાટો માટે સંમત થશે. શુક્રવારે પ્રસારિત થયેલા ફોક્સ બિઝનેસ નેટવર્કને આપેલા ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે ઇરાન સાથે ચર્ચા કરવાની પોતાની ઇચ્છાને પુનરાવર્તિત કરી હતી.
ટ્રમ્પે પોતાના પત્રમાં કહ્યું કે મેં તેમને એક પત્ર લખ્યો છે, જેમાં લખ્યું છે કે હું આશા રાખું છું કે તમે વાતચીત માટે આગળ વધશો કારણ કે જો અમારે સૈન્ય રીતે આગળ વધવું પડશે તો તે એક ભયાનક વાત હશે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ઇરાન સાથે વ્યવહાર કરવાના બે રસ્તા છે. પહેલું એ છે કે તેની સાથે સૈન્ય રીતે વ્યવહાર કરવો અને બીજું એ કે તમે સમાધાન કરી લો. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે હું ડીલ એટલા માટે કરવા માંગુ છું કારણ કે હું ઈરાનને નુકસાન પહોંચાડવા માંગતો નથી. તેઓ મહાન લોકો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે વાતચીતમાં રસ દાખવ્યો
વ્હાઇટ હાઉસમાં પાછા ફર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે સતત કહ્યું છે કે ઇરાનને પરમાણુ શસ્ત્રો મેળવતા અટકાવવું જોઇએ. જોકે ગયા મહિને સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ પર નજર રાખતી એક સસ્થાના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ઇરાને હથિયાર-ગ્રેડ યુરેનિયમના પોતાના ઉત્પાદનને વેગ આપ્યો છે.
આ પણ વાંચો - ચીન અને પાકિસ્તાનને ભારતે ફરી આપ્યું ટેન્શન, રશિયા સાથે 248 મિલિયન ડોલરની ડિફેન્સ ડીલ કરી
ટ્રમ્પ શું ઇચ્છે છે?
ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન 2015ના ઇરાન પરમાણુ કરારથી અમેરિકાને અલગ કરી લીધું હતું. હવે તેઓએ વાત કરવામાં રસ દાખવ્યો છે. આ દરમિયાન રશિયાએ વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે મધ્યસ્થી કરવાની ઓફર કરી હોવાના અહેવાલ છે. ક્રેમલિન એ આ મુદ્દાને શાંતિપૂર્ણ રીતે હલ કરવા માટેના રાજદ્વારી પ્રયત્નોને ટેકો આપવાનું વચન આપ્યું છે.
ઈરાનના રાજદૂતે રશિયાના મંત્રી સાથે મુલાકાત કરી
રશિયાના વિદેળ મંત્રાલયે જણાવ્યું કે રશિયાના ઉપ વિદેશ મંત્રી સર્ગેઇ રયાબકોવે શુક્રવારે ઇરાનના રાજદૂત કાજમ જલાલી સાથે વાતચીત કરી હતી અને ઇરાનના પરમાણુ કાર્યક્રમ સાથે સંબંધિત પરિસ્થિતિને પહોંચી વળવા આંતરરાષ્ટ્રીય પ્રયાસો અંગે ચર્ચા કરી હતી. ગત ઓગસ્ટમાં ખામેનીએ એક ભાષણમાં અમેરિકા સાથે વાતચીતના દ્વાર ખોલ્યા હતા અને કહ્યું હતું કે દુશ્મન સાથે વાતચીત કરવામાં કોઇ નુકસાન નથી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us