US Tariff On India : યુએસ ટેરિફ સામે ભારત સરકાર નિકાસકારોને આપશે રક્ષણ, મોટો એક્શન પ્લાન તૈયાર, નાના ઉદ્યોગ ધંધાને પણ લાભ મળશે

US Tariffs Impact On India : અમેરિકાએ ભારતથી આવતા સામાન પર 50 ટકા સુધીનો જંગી ટેરિફ લગાવ્યો છે. જેના કારણે બજાર હિસ્સો ગુમાવવો ન પડે અને મોટા નુકસાનથી બચાવવા માટે સરકાર નિકાસકારોની મદદ કરવા હેતું અનેક પગલાં લેવાની તૈયારી કરી રહી છે.

Written by Ajay Saroya
September 14, 2025 12:49 IST
US Tariff On India : યુએસ ટેરિફ સામે ભારત સરકાર નિકાસકારોને આપશે રક્ષણ, મોટો એક્શન પ્લાન તૈયાર, નાના ઉદ્યોગ ધંધાને પણ લાભ મળશે
US Trump Tariff On India : ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ભારતમાંથી આયાત થતા માલ સામાન પર 50 ટકા ટેરિફ લાદી છે. (Photo: Freepik)

US Trump Tariffs Impact On India : અમેરિકા એ ભારત પર તોતિંગ 50 ટકા ટેરિફ લાદી છે. જેના કારણે નિકાસકારો, વેપારીઓ અને ઉદ્યોગોને મોટો ફટકો પડવાની ચિંતા સતાવી રહી છે. બીજી બાજુ શેરબજારના રોકાણકારોનું સેન્ટિમેન્ટ પણ નબળું છે. આવી સ્થિતિમાં સરકાર નિકાસકારોની મદદ માટે અનેક પગલાં ભરવાની તૈયારી કરી રહી છે. તેમાં સસ્તા વ્યાજદર પર લોન, ગેરંટી વિનાની લોન અને ક્રેડિટ ગેરંટી સામેલ છે. નિકાસકારો પણ ઇચ્છે છે કે સરકાર તેમને મોટા સ્થાનિક ખરીદદારો (જેમ કે રેલવે અને રિલાયન્સ રિટેલ, આદિત્ય બિરલા ગ્રુપ) સુધી પહોંચવામાં મદદ કરે.

આ વર્ષના પ્રથમ છ મહિનામાં, 7 ઓગસ્ટના રોજ 25% પારસ્પરિક યુએસ ટેરિફ અમલમાં આવ્યાના થોડા અઠવાડિયા પહેલા, ભારતે યુએસમાં કાપડ અને ગાર્મેન્ટ્સની નિકાસમાં 12% નો વધારો હાંસલ કર્યો હતો. જો કે, આ વધારો હરીફો વિયેતનામ, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા અને કંબોડિયા કરતા નોંધપાત્ર રીતે ઓછો હતો. 27 ઓગસ્ટથી રશિયન ઓઇલની ખરીદી પર વધારાનો 25 ટકા યુએસ ટેરિફ લાગુ થવાથી, તેમાં કોઈ શંકા નથી કે ભારતના નફામાં ધરખમ ઘટાડો થયો છે, જેના કારણે કાપડ અને વસ્ત્રો ઉપરાંત ચામડા ઉદ્યોગ અને ઝીંગા માછલીની નિકાસ પર પણ અસર પડી છે.

અમેરિકામાં ટેક્સટાઇલ અને ગાર્મેન્ટની આયાત (અબજ ડોલરમાં)

દેશ/ ક્ષેત્રજૂન 2024 (YTD)જૂન 2025 (YTD)% ફેરફાર
વિશ્વ49.3151.444.31%
ચીન11.149.34-16.15%
વિયેતનામ7.28.5418.60%
ભારત4.795.3611.74%
બાંગ્લાદેશ3.514.3624.34%
ઇન્ડોનેશિયા2.222.617.32%
કંબોડિયા1.962.4123.23%
સ્ત્રોત: યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ

કેન્દ્ર સરકારે નીતિ નિર્માતાઓએ નિકાસકારો સાથે ઘણા રાઉન્ડની ચર્ચા કરી હતી અને દરેક વખતે એક જ વસ્તુનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે: બજાર હિસ્સો વધારવો, પછી ભલે ગમે તે કરવું પડે … બજાર હિસ્સો ગુમાવવાથી જ્યારે ટેરિફ સ્થિતિ સામાન્ય થવા પર તેને પાછું મેળવવું ખરેખર મુશ્કેલ બનશે.

સરકારી અધિકારીઓએ પણ આ વાત કહી છે અને બેઠકમાં નિકાસકારોને મનાવવાનો પ્રયાસ કર્યો છે.

તેમને વિશ્વાસપૂર્વક ખાતરી આપવામાં આવી છે કે સરકાર નિકાસકારોની સ્પર્ધાત્મકતા ક્ષમતામાં આવેલા ઘટાડાને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી આંશિક રીતે અસરને મર્યાદિત કરવા એક વ્યાપક યોજના તૈયાર કરી રહી છે.

આ યોજનાઓ પર સરકારની વિચારણા

આ દાવો સરકારના કેટલાક વિભાગોમાં અંતર્ગત ધારણાથી ઉદભવે છે કે રશિયન ઓઈલની આયાતને કારણે 25 ટકા દ્વિતિય ટેરિફ ટૂંક સમયમાં કોઈક તબક્કે ઘટાડવામાં આવશે. પરંતુ જ્યારે પણ આવું થશે, ત્યારે બજાર હિસ્સાના નુકસાનની ભરપાઈ કરવી મુશ્કેલ બનશે કારણ કે અમેરિકામાં ખરીદદારો અને આયાતકારોએ પહેલેથી જ ભારત સિવાયની વ્યૂહરચના પર વિચાર કર્યો હશે.

સંભવિત નીતિગત પગલાંમાં મહામારીના સમયગાળાની કેટલીક યોજનાઓનો સમાવેશ થાય છે, જેનો ઉદ્દેશ અગાઉ માંગના આંચકાને ઘટાડવાનો છે. આમાં કોલેટરલ ફ્રી લોન અને રાહત દરે નાણાકીય ભંડોળ પૂરી પાડવાના હેતુથી વ્યાપક સપોર્ટ પેકેજ અને નાના નિકાસકારો માટે 3 મહિના સુધીની બાકી નીકળતી લોન પર સંભવિત ક્રેડિટ ગેરંટી પણ સામેલ છે. ઉદ્યોગોની માંગ મુજબ, અગાઉની ઇન્ટરેસ્ટ ઇક્વિલાઇઝેશન સ્કીમ પર આધારિત જોગવાઈ પર પણ વિચારણા કરવામાં આવી રહી છે.

સરકાર સામે પડકાર

સરકાર માટે પડકાર એ સુનિશ્ચિત કરવાનો છે કે યુએસ ટેરિફની અસરને પહોંચી વળવા માટે નિકાસકારોને રાહત આપવા માટે રચાયેલ પગલાં માત્ર યુએસ સુધી મર્યાદિત નથી. આ સામાન્ય પગલાં હોવા જોઈએ, કારણ કે યુનાઇટેડ સ્ટેટ્સ જેવા ચોક્કસ બજાર માટે લક્ષિત ઉત્તેજનાને અમેરિકા દ્વારા અનુરૂપ વળતર ટેરિફને આધિન હોઈ શકે છે, જે ભૂતકાળમાં થયું છે.

ઉદ્યોગો સરકારને ઇન્ટરેસ્ટ ઇક્વિલાઇઝેશન સ્કીમ (આઇઇએસ) ફરીથી સ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે. આ યોજનાથી ભારતના નિકાસકારોને, ખાસ કરીને એમએસએમઈ સેક્ટરને સ્પર્ધા કરવામાં ઘણી મદદ મળી હતી, કારણ કે ભારતમાં વ્યાજદર અન્ય દેશોની સરખામણીમાં ઘણા ઉંચા છે. સરકારે ગયા વર્ષે કોઈ કારણ વગર આ યોજના બંધ કરી દીધી હતી. આ યોજના નાની હતી અને તેનો વાર્ષિક ખર્ચ આશરે 2,500 કરોડ રૂપિયા હતો, જેનો મોટાભાગે એમએસએમઇને ફાયદો થયો હતો.

આ દરમિયાન, કેટલાક મોટા નિકાસકારોએ સ્થાનિક બજારમાં સ્થાન બનાવવા માટે રિલાયન્સ રિટેલ અને આદિત્ય બિરલા ગ્રુપ જેવા મોટા રિટેલરો સાથે વાતચીત શરૂ કરી દીધી છે. નિકાસકારોએ સરકાર પાસે એવી પણ માંગ કરી છે કે, ભારતીય રેલવે અને સરકારી વિભાગો/ઉપક્રમો દ્વારા તેમની ખરીદીની સુલભતા સરળ બને.

વેપાર નિષ્ણાતોનો અંદાજ

50 ટકા ટેરિફ લાગુ થયા બાદ ટ્રેડ એક્સપર્ટ્સે આગાહી કરી છે કે આગામી વર્ષ (નાણાકીય વર્ષ 2026)માં અમેરિકામાં ભારતની નિકાસમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. દિલ્હી સ્થિત થિંક-ટેન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિએટિવના જણાવ્યા અનુસાર, યુએસમાં ભારતની નિકાસ 87 અબજ ડોલર (નાણાકીય વર્ષ 2025) થી ઘટીને 49.6 અબજ ડોલર (નાણાકીય વર્ષ 26) થઈ શકે છે. આનું કારણ એ છે કે ભારતની લગભગ બે તૃતીયાંશ નિકાસ 50 ટકા ટેરિફને આધિન છે. કેટલીક કેટેગરીમાં, આ અસરકારક ટેરિફ 60% થી વધુ હશે.

જો કે, ફાર્મા, ઇલેક્ટ્રોનિક્સ અને પેટ્રોલિયમ ઉત્પાદનોને છૂટ આપવામાં આવી હોવાથી ભારતની લગભગ 30 ટકા નિકાસ (27.6 અબજ ડોલર) ડ્યુટી ફ્રી રહેશે. તે જ સમયે, 4% નિકાસ (મુખ્યત્વે ઓટો પાર્ટ્સ) પર 25% ટેરિફ લાદવામાં આવ્યો છે.

ભારતની કુલ મર્ચેન્ડાઇઝ નિકાસમાં અમેરિકાનો હિસ્સો 20 ટકા અને જીડીપીમાં લગભગ 2 ટકા છે, તેથી આ નિર્ણયની અસર ઘણી મોટી હશે. આ ક્ષેત્રોને સૌથી વધુ નુકસાન થઈ શકે છે-

  • કાપડ અને વસ્ત્રો
  • જેમ્સ એન્ડ જ્વેલરી
  • ઝીંગા માછલી
  • મશીનરી
  • સ્ટીલ, એલ્યુમિનિયમ, કોપર જેવી ધાતુઓ
  • કેમિકલ્સ અને ઓર્ગેનિક કેમિકલ્સ
  • કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ
  • ચામડું અને પગરખાં
  • હસ્તકલા, ફર્નિચર અને કાર્પેટ

ખાસ કરીને ઝીંગા માછલી નિકાસકારોને ભારે ફટકો પડશે કારણ કે તેમની કુલ કમાણીના 48% યુએસમાંથી આવે છે, જેનો અર્થ એ છે કે દરિયાઇ ઉત્પાદનની નિકાસમાં મોટો ઘટાડો થઈ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ