અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ભારતના પ્રવાસે, PM મોદી સાથે કરશે ખાસ ચર્ચા

JD Vance India Visit News: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ (જેમ્સ ડેવિડ વેન્સ) આજથી ચાર દિવસ માટે ભારત પ્રવાસે આવ્યા છે. અહીં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રી ભોજન લેશે. વિશ્વમાં ચાલી રહેલા યુએસ ટેરિફ વોર વચ્ચે મોદી અને વેન્સની આ બેઠક ભારત અને અમેરિકા સંબંધ માટે મહત્વની બની રહેશે

Written by Haresh Suthar
Updated : April 21, 2025 11:51 IST
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ભારતના પ્રવાસે, PM મોદી સાથે કરશે ખાસ ચર્ચા
JD Vance india visit: અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ (વાન્સ) ભારત પ્રવાસે આવ્યા છે. (ફોટો સોશિયલ મીડિયા)

JD Vance India Visit News: અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જેમ્સ ડેવિડ વેન્સ (જેડી વેન્સ) આજથી ચાર દિવસીય ભારત પ્રવાસે આવ્યા છે. અહીં તેમના ભારત પ્રવાસ અંગે સંપૂર્ણ શેડ્યુલ છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ ખાસ બેઠક કરવાના છે. તેઓ જયપુર જતા પહેલા આગ્રાની પણ મુલાકાત લેવાના છે.

યુનાઇટેડ સ્ટેટ્સના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ (વેન્સ)આજે સવારે ચાર દિવસની ભારત મુલાકાત માટે દિલ્હી પહોંચ્યા છે, જે દરમિયાન તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંભવિત ભારત-અમેરિકા વેપાર કરાર પર બેઠક કરશે તેવી અપેક્ષા છે.

જેમ્સ તેમની ભારતીય મૂળની પત્ની ઉષા વાન્સ અને ત્રણ બાળકો સાથે રાજધાનીના પાલમ એરબેઝ પર ઉતર્યા હતા જ્યાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે તેમનું સ્વાગત કર્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત લગભગ 60 દેશો સામે વ્યાપક ટેરિફ શાસન લાદ્યા અને પછી તેને સ્થગિત કર્યાના અઠવાડિયા પછી વાન્સ ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત છે.

જેડી વેન્સ US ઉપરાષ્ટ્રપતિ કોણ છે?

જેમ્સ ડેવિડ વેન્સ રિપબ્લિકન પાર્ટીના સભ્ય છે અને યુનાઇટેડ સ્ટેટ્સના 50મા વાઇસ પ્રેસિડેન્ટ છે. જે હાલમાં ચાર દિવસ માટે ભારત મુલાકાતે આવ્યા છે. 2 ઓગસ્ટ 1984 માં જન્મેલા જેડી વેન્સ અમેરિકન રાજકારણીની સાથોસાથ એક સારા લેખક પણ છે. તેઓએ 2023 થી 2025 સુધી યુએસ સેનેટમાં ઓહિયોનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

ઉપ-રાષ્ટ્રપતિના એજન્ડામાં શું છે?

ભારતમાં ઉતરાણ કર્યા પછી, જેડી વેન્સ અને તેમનો પરિવાર રાજધાનીમાં સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાત લે તેવી અપેક્ષા છે, અને પરંપરાગત હાથથી બનાવેલી વસ્તુઓ વેચતા શોપિંગ કોમ્પ્લેક્સની મુલાકાત લઈ શકે છે.

સાંજે, સાંજે 6:30 વાગ્યે, વેન્સ સત્તાવાર વાતચીત માટે પીએમના 7, લોક કલ્યાણ માર્ગ નિવાસસ્થાને વડાપ્રધાન મોદીને મળશે. નવી દિલ્હીમાં તેમના રોકાણ ઉપરાંત , યુએસ ઉપરાષ્ટ્રપતિનો પરિવાર મોડી રાત્રે જયપુર જશે. જયપુરમાં, તેઓ આમેર કિલ્લાની મુલાકાત લેશે.

આ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પે મેલોની સાથેની મુલાકાત બાદ ટેરિફ વિશે શું કહ્યું

જયપુરની મુલાકાત પછી, જેમ્સ વેન્સ તેમના પરિવાર સાથે આગ્રાની મુલાકાત લે તેવી શક્યતા છે, જ્યાં તેઓ તાજમહેલની જોવા જશે. તેની શરૂઆત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ઔપચારિક સ્વાગતથી થશે એવું એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું.

મોદી-ટ્રમ્પ સંબંધો

ભારત માટે, જેડી વેન્સની આ મુલાકાત વધુ મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. કારણ કે બંને દેશો ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવનો સામનો કરવા માંગે છે. બંને તેમની મુલાકાત દરમિયાન ટેરિફ અને દ્વિપક્ષીય વેપાર સોદા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓ યુએસ સંરક્ષણ સાધનો ખરીદવાના મુદ્દા પર ભારત પર દબાણ કરે તેવી અપેક્ષા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ