/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/US-Green-Card.jpg)
US Green Card : યુએસ ગ્રીન કાર્ડ, પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)
US Warns Green Card Holders: અમેરિકામાં રહેતા વિદેશી મૂળના નાગરિકો માટે ગ્રીન કાર્ડ બહું મહત્વપૂર્ણ દસ્તવાજે છે. ઇમિગ્રન્ટ્સ પર ચાલી રહેલી કાર્યવાહીમાં, યુનાઇટેડ સ્ટેટ્સ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) એ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ગ્રીન કાર્ડ ધારકોને કડક ચેતવણી આપી છે.
USCIS દ્વારા ગ્રીન કાર્ડ ધારકોને આપવામાં આવેલો સૌથી મહત્ત્વનો સંદેશો છે – જો તમે કાયદાનો ભંગ કરશો, તો તમે તમારું ગ્રીન કાર્ડ અથવા વિઝા વિશેષાધિકાર ગુમાવશો.
તમને જણાવી દઇયે કે, ગ્રીન કાર્ડ્સને ટેકનિકલ રીતે કાયમી નિવાસી કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. કાયદેસર કાયમી નિવાસીનો દરજ્જો એ અમેરિકામાં એક વિદેશી મૂળના વ્યક્તિના કાયદેસર કાયમી રહેઠાણના દરજ્જો દર્શાવે છે.
ભલે ગ્રીન કાર્ડધારકો કાયદેસર ઇમિગ્રન્ટ્સ હોવા છતાં, USCIS એ તેમને સોશિયલ મીડિયા પોસ્ટમાં યાદ અપાવ્યું છે, "વિઝા અથવા ગ્રીન કાર્ડ રાખવું એ એક વિશેષાધિકાર છે જે છીનવી શકાય છે." એકવાર તમને અમેરિકામાં મંજૂરી આપવામાં આવે તે પછી અમારી કડક સુરક્ષા તપાસ સમાપ્ત થતી નથી. જો તમે અમારા દેશમાં આવીને કાયદાનો ભંગ કરશો, તો તેના પરિણામો આવશે, અને તમે તમારા વિશેષાધિકારો ગુમાવશો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us