UAE Golen Visa : ભારતીયો માટે UAEમાં કાયમી સ્થાયી થવાની સુવર્ણ તક, જાણો કોણ અરજી કરી શકે, ખર્ચ અને ફાયદા

UAE Golden Visa For Indian : યુએઇ ગોલ્ડન વીઝા ભારતીયો માટે વિદેશમાં સ્થાયી થવાની સુર્વણ તક આપે છે. આ નોમિનેશન આધારિત વીઝા આજીવન માન્ય રહેશે, જે રોકાણ આધારિત વીઝાથી વિપરીત છે, જેમા મિલકત વેચાય ત્યાર બાદ વીઝા સમાપ્ત થાય છે.

UAE Golden Visa For Indian : યુએઇ ગોલ્ડન વીઝા ભારતીયો માટે વિદેશમાં સ્થાયી થવાની સુર્વણ તક આપે છે. આ નોમિનેશન આધારિત વીઝા આજીવન માન્ય રહેશે, જે રોકાણ આધારિત વીઝાથી વિપરીત છે, જેમા મિલકત વેચાય ત્યાર બાદ વીઝા સમાપ્ત થાય છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
UAE Golden Visa Benefits In Gujarati | UAE Golden Visa | UAE Golden Visa Rules | UAE Golden Visa For Indian

UAE New Golden Visa for Indians : ભારતીયો માટે નવા યુએઇ ગોલ્ડન વીઝા. (Photo: Social Media)

UAE New Golden Visa: સંયુક્ત આરબ અમીરાત (UAE) સરકારે એક નવા પ્રકારનો ગોલ્ડન વિઝા (Gold Visa) શરૂ કર્યો છે જે મિલકત અથવા વેપાર, ધંધા અને વ્યવસાયમાં રોકાણ કર્યા વિના લાંબા ગાળાના રહેઠાણની મંજૂરી આપે છે. આ પ્રક્રિયા સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા અનુસાર "નવી નોમિનેશન-આધારિત વિઝા નીતિ" હેઠળ, અરજદારો હવે AED 100,000 એટલે કે લગભગ 23.3 લાખ રૂપિયાની વન ટાઇમ ફી ચૂકવી યુએઇના ગોલ્ડન વિઝા મેળવી શકે છે."

Advertisment

મૂળ રૂપે 2019માં શરૂ કરાયેલ, ગોલ્ડન વિઝા પ્રોગ્રામ રોકાણકારો, ઉદ્યોગસાહસિકો અને ઉચ્ચ કુશળ વ્યક્તિઓ માટે રજૂ કરવામાં કરવામાં આવ્યો હતો. 2022માં UAE એ લઘુત્તમ મિલકત રોકાણની જરૂરિયાત ઘટાડીને 2 મિલિયન AED કરી, જેનાથી વધુ લોકો અરજી કરી શકે.

નવી નીતિ હેઠળ કોણ અરજી કરી શકે છે

અપડેટેડ વિઝા પ્રોગ્રામમાં વ્યાવસાયિકો અને એક્સપર્ટ્સની વિસ્તૃત શ્રેણીનો સમાવેશ થાય છે. જેમા પાત્ર અરજદારોમાં

  • વૈજ્ઞાનિકો, સંશોધકો અને શિક્ષકો
  • 15 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા યુનિવર્સિટી ફેકલ્ટી, શાળાના શિક્ષકો અને નર્સ
  • સ્ટાર્ટ અપ ઉદ્યોગસાહસિકો અને બિઝનેસમેન
  • યુટ્યુબર્સ, પોડકાસ્ટર્સ અને ડિજિટલ ક્રિયેટર્સ
  • 25 વર્ષથી વધુ ઉંમરના માન્યતા પ્રાપ્ત ઈ-સ્પોર્ટ્સ વ્યાવસાયિકો
  • દરિયાઈ ઉદ્યોગના વ્યાવસાયિકો અને લક્ઝરી યાટ માલિકો
Advertisment

UAE સ્થિત રાયદ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર રાયદ કમલ અયુબે પીટીઆઈને જણાવ્યું હતું કે: "ભારતીયો માટે UAEનો ગોલ્ડન વિઝા મેળવવાની આ એક સુવર્ણ તક છે."

પસંદગી પ્રક્રિયા અને ચકાસણી

નામાંકન મેળવતા પહેલા અરજદારોની પૃષ્ઠભૂમિની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. આમાં શામેલ છે:

  • મની લોન્ડરિંગ વિરોધી અને ગુનાહિત રેકોર્ડ તપાસ
  • સોશિયલ મીડિયા પ્રવૃત્તિની સમીક્ષા

વ્યવસાય, સંસ્કૃતિ, વિજ્ઞાન અથવા વેપાર જેવા ક્ષેત્રોમાં અરજદારના સંભવિત યોગદાનનું મૂલ્યાંકન કરી ગોલ્ડન વીઝા અરજી અંગે અંતિમ નિર્ણય લેવાય છે

આ નોમિનેશન આધારિત વીઝા આજીવન માન્ય રહેશે, જે રોકાણ આધારિત વીઝાથી વિપરીત છે, જેમા મિલકત વેચાય ત્યાર બાદ વીઝા સમાપ્ત થાય છે.

How To Apply Eligibility For UAE Golden Visa : યુએઇ ગોલ્ડન વીઝા માટે કેવી રીતે અરજી કરવી

ભારત અને બાંગ્લાદેશમાંથી અરજીઓ હાલમાં પાયલોટ પ્રોગ્રામના ભાગ રૂપે સ્વીકારવામાં આવી રહી છે. પ્રથમ ત્રણ મહિનામાં ભારતીય નાગરિકો તરફથી 5,000 થી વધુ અરજીઓ આવવાની અપેક્ષા છે.

અરજદારોને દુબઈ જવાની જરૂર નથી. અહીથી ઓનલાઇન અરજી થઇ શકે છે :

  • ભારત અને બાંગ્લાદેશમાં એક VASCO સેન્ટર
  • રાયડ ગ્રૂપની રજિસ્ટર્ડ ઓફિસો
  • ઓનલાઈન પોર્ટલ અથવા સમર્પિત કોલ સેન્ટર
  • રાયદ ગ્રૂપ અને વીઝા સર્વિસ પ્રોવાઇડર VFS અરજીઓની સમીક્ષા કરવા અને UAE સરકારને ફોરવર્ડ કરવા માટે જવાબદાર છે.

UAE Golden Visa Benefits : યુએઇ ગોલ્ડન વીઝાના ફાયદા

ગોલ્ડન વિઝા લાંબા ગાળાના લાભોની શ્રેણી પ્રદાન કરે છે:

  • યુએઈમાં કાયમી રહેઠાણ
  • કામ કરવાની કે વ્યવસાય શરૂ કરવાની સ્વતંત્રતા
  • પરિવારના સભ્યોને સ્પોન્સર કરવાની ક્ષમતા
  • ઘરેલુ સ્ટાફ અથવા ડ્રાઇવરોને રોજગારી આપવાનો વિકલ્પ
  • વિઝા માન્ય રાખવા માટે મિલકત રોકાણ જાળવવાની જરૂર નથી, "આ વિઝા યુએઈમાં રહેવા અને કામ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપે છે," એવું રાયદ કમાલે પીટીઆઈને જણાવ્યું.

ભારત યુએઈ વ્યૂહાત્મક ભાગીદારી

પાયલોટ પ્રોજેક્ટમાં ભારતનો સમાવેશ બંને દેશો વચ્ચે વધતા સંબંધોને પ્રતિબિંબિત કરે છે. ભારત અને યુએઈ વચ્ચે મે 2022 થી અમલમાં આવેલ વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) એ વ્યાપારિક, સાંસ્કૃતિક અને વ્યૂહાત્મક સહયોગને મજબૂત બનાવ્યો છે.

નોમિનેશન આધારિત વિઝા આ વ્યાપક CEPA માળખાનો એક ભાગ છે અને પછીના તબક્કામાં ચીન સહિત અન્ય ભાગીદાર દેશોમાં તેનો વિસ્તાર થવાની અપેક્ષા છે.

પ્રવાસ india વિશ્વ