દિકરીના લગ્ન પહેલા સાસુ અને જમાઇ ભાગી ગયા, વાંચો વિચિત્ર કિસ્સો

Saas Damaad Bhage In Aligarh Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક મહિલા થનાર જમાઇ સાથે ભાગી જવાની ઘટના બની છે. દિકરીના લગ્નના સપ્તાહ પહેલા જ માતાની આ હરકતથી પરિવારજનો સ્તબ્ધ છે. મહિલા ઘરેથી 3.50 લાખ રોકડ અને 5 લાખના દાગીના લઇ ભાગી છે.

Written by Ajay Saroya
Updated : April 10, 2025 12:35 IST
દિકરીના લગ્ન પહેલા સાસુ અને જમાઇ ભાગી ગયા, વાંચો વિચિત્ર કિસ્સો
Uttar Pradesh Aligarh News: ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક મહિલા થનાર જમાઇ રાહુલ સાથે ભાગી જવાની ઘટના બની છે. ( Photo: Social Media)

Uttar Pradesh Aligarh News: ઉત્તર પ્રદેશના અલીગઢમાં જમાઇ સાથે સાસુ ભાગી જવાની એક ઘટના બની છે. જેમા દિકરીના લગ્નના અઠવાડિયા પહેલા એક મહિલા થનાર જમાઇ સાથે ભાગી થઇ છે. થનાર જમાઇ સાથે સાસુ ભાગી જતા થવાની ઘટનાથે કૌતુહલ સર્જાયું છે. જમાઇ સાથે ભાગી જનાર મહિલાની દિકરીના લગ્ન 16 એપ્રિલ થવાના હતા. દિકરીના થનાર પતિને જ મહિલા દિલ દઇ બેઠી અને સાસુ જમાઇ બંને ભાગી ગયા.

ઉત્તરપ્રદેશના અલીગઢ જિલ્લાના મડરાક ક્ષેત્રના મનોહરપુર ગામમાં આ ઘટના બની છે. આ ઘટના બાદ જમાઇ રાહુલે સાથે ભાગી જનાર મહિનાના ઘરમાં હડકંપ મચ્યો છે. તો બીજી બાજુ મોટા આઘાત લાગતા દિકરીની તબિયત બગડી છે. જમાઇ સાથે ભાગી જનાર સાસુના પતિ જિતેન્દ્ર કુમારે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઇ રહ્યા છે. મહિલાનો પતિ તેની પત્નીને શોધવા પોલીસને વિનંતી કરી રહ્યો છે.

દિકરીના લગ્ન 16 એપ્રિલ થવાના હતા. ઘરના લોકો લગ્નની તૈયારી કરી રહ્યા હતા ત્યારે રવિવારે દિકરીની માતા કોઇ કામ હોવાનું બહાનું બનાવી ઘરે નીકળી હતી. પરંતુ મોડે સુધી પાછી ન આવતા ઘરના લોકો શોધખોળ કરવા લાગ્યા. તો બીજી બાજુ મહિલાના પરિવારજનોને સમાચાર મળ્યા કે થનાર જમાઇ રાહુલ પણ ઘરેથી ગાયબ છે. પછી હકીકત સામે આવતા બધા લોકો સ્તબ્ધ થઇ ગયા.

સાસુએ જમાઇને સ્માર્ટફોન અપાવ્યો

મીડિયા રિપોર્ટ મુજબ સાસુ એ તાજેતરમાં થનાર જમાઇને સ્માર્ટફોન અપાવ્યો હતો. બંને લાંબા સમય સુધી વાતો કરતા હતા. જમાઇ રાહુલ સાથે ભાગી જનાર મહિલાનો પતિ જિતેન્દ્ર કુમાર બેંગ્લોરમાં નોકરી કરે છે. દીકરીના લગ્ન હોવાથી પતિ પોતાના ઘરે આવ્યો હતો. મહિલાના પતિનું એવું પણ કહેવું છે કે, જ્યારે તે દિકરીના લગ્ન માટે પોતાના ઘરે આવ્યો ત્યારે ખબર પડી કે તેની પત્ની થનાર જમાઇ સાતે 20 – 20 કલાક વાતો કરતી હતી. જ્યારે સાસુ સાથે ભાગી જનાર યુવક થનાર પત્ની સાથે ફોન પર વાત જ કરતો ન હતો. તેમને લાગ્યું કે પત્ની સમજી જશે, કારણે તેની દિકરીના લગ્ન હતા. જ્યારે હવે તેની શંકા સાચી પડી છે.

3.50 લાખ કરોડ અને 5 લાખના દાગીના લઇ ભાગી

પોતાની માતાની આ હરકતથી દીકરી હેરાન પરેશાન છે. તેને વિશ્વાસ નથી રહ્યો કે તેની માતા જ તેની શૌતન બની ગઇ. દિકરીની માતા એ તેની ખુશીઓ છિનવી લીધી છે. દીકરી સુખી લગ્ન જીવનના સપના જોતી હતી, લગ્નની તૈયારીઓ કરી રહી હતી, જો કે તેની માતાની આ હરકતે તેના બધા સપના ચકનાચૂર કરી દીધા છે. દિકરીના લગ્ન માટે ઘરમાં 3.50 લાખ રૂપિયા રોકડ અને 5 લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના હતા. આ બધું જર ઝવેરાત લઇ મહિલા ભાગી ગઇ છે. જમાઇ સાથે ભાગી જનાર સાસુના પતિનું કહેવું છે કે, તેની સાથે અમારો કોઇ સંબંધ નથી. જો કે તે ઘર માંથી જે દાગીના અને પૈસા લઇ ગઇ છે, તે પાછા આપી દે.

ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં પણ થોડાક વર્ષ પહેલા એક વેવાઇ અને વેવણના ભાગી જવાની ઘટના બની હતી. હવે ઉત્તર પ્રદેશમાં સાસુ થનાર જમાઇ સાથે ભાગી જતા કૌતુહલ સર્જાયું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ