/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/pankaj-chaudhary.jpg)
પંકજ ચૌધરી શનિવારે લખનઉ પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર સમર્થકોની ભારે ભીડ હતી (Photo: X/@mppchaudhary)
UP BJP president : ઉત્તર પ્રદેશ ભારતીય જનતા પાર્ટી (BJP) ના 18મા અધ્યક્ષની ચૂંટણીને લઈને ચાલી રહેલી અટકળોનો શનિવારે અંત આવ્યો છે. જ્યારે કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ પ્રદેશ અધ્યક્ષ પદ માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ પંકજ ચૌધરીનું નામ પ્રસ્તાવિત કર્યું હતું.
સંગઠન ચૂંટણી પ્રભારી મહેન્દ્ર નાથ પાંડેએ જણાવ્યું કે પંકજ ચૌધરીએ ચાર સેટમાં પોતાનું નામાંકન પત્ર દાખલ કર્યું હતું. તેના પર યોગી આદિત્યનાથ અને કેશવ મૌર્ય ઉપરાંત નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક, સ્મૃતિ ઈરાની, સ્વતંત્ર દેવ સિંહ, દારા સિંહ ચૌહાણ, એકે શર્મા, કમલેશ પાસવાન અને અસીમ અરુણે પ્રસ્તાવક તરીકે હસ્તાક્ષર કર્યા હતા.
પાર્ટીના જાહેર કરેલા કાર્યક્રમ મુજબ શનિવાર ઉમેદવારી પત્ર ભરવાનો દિવસ હતો. શનિવાર સવાર સુધી દિલ્હીમાં રહેલા પંકજ ચૌધરી લખનઉ પહોંચ્યા અને ત્યાંથી ઉમેદવારી પત્ર ભરવા માટે પાર્ટી કાર્યાલય ગયા હતા. સ્પષ્ટ છે કે કેન્દ્રીય નેતૃત્વ દ્વારા પંકજ ચૌધરીના નામાંકનને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે.
केंद्रीय मंत्री श्री @mppchaudhary ने भाजपा उत्तर प्रदेश के अध्यक्ष पद के लिए नामांकन दाखिल किया। pic.twitter.com/1qIEVGCW0D
— BJP Uttar Pradesh (@BJP4UP) December 13, 2025
પંકજ ચૌધરી કુર્મી (ઓબીસી) સમુદાયમાંથી આવે છે
પંકજ ચૌધરી મહારાજગંજથી સાત વખતના અનુભવી સાંસદ છે અને કુર્મી (ઓબીસી) સમુદાયના છે. પંકજ ચૌધરીને પ્રમુખ તરીકે નિયુક્ત કરીને ભાજપે વિપક્ષ, ખાસ કરીને સપાના PDA (પછાત, દલિત, લઘુમતી) સમીકરણનો જલાબ છે. રાજ્યમાં ઓબીસી વોટ બેંક પર પોતાની પકડ વધુ મજબૂત કરશે. ઓબીસી નેતાની નિમણૂક કરીને પાર્ટીએ અસરકારક રીતે સત્તા અને સંગઠન વચ્ચે સંતુલન બનાવ્યું છે.
આ પણ વાંચો - વસ્તી ગણતરી માટે મોદી સરકારે 11,718 કરોડ રુપિયાનું બજેટ મંજૂર કર્યું, જાણો આ પ્રક્રિયા ક્યારથી શરુ થશે
રવિવારે ઔપચારિક જાહેરાત કરાશે
સંગઠનના ચૂંટણી પ્રભારી ડૉ. મહેન્દ્રનાથ પાંડે દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, નવા પ્રદેશ પ્રમુખની ચૂંટણીની ઔપચારિક જાહેરાત 14 ડિસેમ્બરે, નામાંકન પ્રક્રિયા પૂર્ણ થયા પછી કરવામાં આવશે. કારણ કે પંકજ ચૌધરી એકમાત્ર એવા વ્યક્તિ છે જેમણે નામાંકન દાખલ કર્યું છે અને તેમને શીર્ષ નેતૃત્વનું સમર્થન છે, તેથી તેમની ચૂંટણી બિનહરીફ થવાની ખાતરી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us