Samdhi Samdhan Farar In UP News: ઉત્તર પ્રદેશના અલીગઢના સાસુ-જમાઈની લવ સ્ટોરી ચર્ચા વચ્ચે હવે વેવણ વેવાઇની પ્રેમ કહાણી બહાર આવી છે. ઉત્તર પ્રદેશના બદાયૂ જિલ્લામાં એક મહિલા પોતાની દિકરીના સસરા સાથે ભાગી ગઇ છે. તમને જણાવી દઇયે ક્, ગુજરાતમાં પણ થોડાક વર્ષો પહેલા એક વેવાઇ અને વેવાણ વચ્ચે પ્રેમ થયો અને બંને ભાગી ગયા હતા.
રોકડ અને કિંમતી સામાન લઈને ભાગવાનો આરોપ
આ ઘટના ઉત્તરપ્રદેશના બદાયૂંના દાતાગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. આરોપ છે કે, 43 વર્ષીય મમતા પોતાની દીકરીના 46 વર્ષીય સસરા શૈલેન્દ્ર સાથે ઘરમાંથી તમામ રોકડ, દાગીના અને અન્ય કિંમતી સામાન લઈને ભાગી ગઈ હતી. આ ઘટના સામે આવ્યા બાદ હોબાળો મચી ગયો હતો. “તેઓ એક વર્ષથી રિલેશનશિપમાં હતા. 11 એપ્રિલે મમતાએ શૈલેન્દ્રને ફોન કર્યો અને બંને ભાગી ગયા.
મમતાના પુત્રએ પણ તેના પિતાને ટેકો આપ્યો હતો અને કહ્યું હતું કે જ્યારે તેના પિતા, એક ટ્રક ડ્રાઇવર, દૂર હોય ત્યારે તેની માતા અને શૈલેન્દ્ર ઘણીવાર તેમના ઘરે સમય પસાર કરતા હતા.
પતિએ એવો પણ દાવો કર્યો છે કે, આ બંને વચ્ચેના સંબંધોને કારણે દીકરીની સાસુએ ઘર છોડી દીધું છે. તે પોતાના અલગ ભાડાના મકાનમાં રહે છે. તેમણે દાવો કર્યો હતો કે આ પ્રકારની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ બંને ત્રણ વાર ભાગી ચૂક્યા છે. પરંતુ મેં સમાધાન કર્યું અને દર વખતે મારી પત્નીને મારી સાથે રાખી.
પતિના આરોપોને મહિલાએ નકારી કાઢ્યા
અહીં પતિના આરોપો બાદ પત્ની મમતા પણ સામે આવી હતી અને સમાચારપત્રોમાં સમાચાર છપાયા હતા. મમતાએ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે જણાવ્યું કે બંનેએ વર્ષ 2002માં લગ્ન કર્યા હતા. તેમને ચાર બાળકો છે – બે પુત્રો અને બે પુત્રીઓ. મોટી દીકરી પરણેલી છે. પતિ તેને ત્રાસ આપે છે. તેમને ઘણી વખત ઘરની બહાર પણ કાઢી મૂક્યા હતા.
તે રડી પડી અને કહ્યું કે હોળી પહેલા પણ તેણે આવું જ કર્યું હતું, ત્યારબાદ તે પોતાના ભાઇ ભાભીના ઘરે ગઈ હતી. પરંતુ પતિએ ખોટી અફવા ફેલાવી દીધી કે તે વેવાઇ સાથે ભાગી ગઈ છે.
પોતાના પતિને દારૂડિયો ગણાવતા મમતાએ કહ્યું કે, મેં મારી માતાની સંપત્તિ વેચીને તેની મદદ કરી હતી. મારી માતાએ તેમને પૈસા આપ્યા, તેમ છતાં તેણે આવું કર્યું. ભલે ગમે તે થાય, હું લોકોના ઘરકામ કરીશ પણ હું મારા પતિ સાથે નહીં રહું.
પોલીસે આ કેસમાં કહ્યું?
તો બીજી બાજુ વેવાઇ શૈલેન્દ્ર ઉર્ફે બિલ્લુએ સમગ્ર મામલામાં પોતાનો પક્ષ રજૂ કરતા કહ્યું કે, આ તમામ વાતો ખોટી છે. મારી પોતાની પત્ની છે, હું બીજા કોઈની સાથે કેમ રિલેશનશિપમાં રહું. કાયદાકીય કેસમાં ફસાયા બાદ તેણે મારી પાસેથી પૈસા ઉધાર લીધા હતા. તે અંગે વિવાદ ચાલી રહ્યો છે.
જો કે શૈલેન્દ્રની પત્નીએ મમતા સાથે સંબંધ હોવાનો દાવો કર્યો હતો. તેમણે પોલીસને તેમની સામે કાર્યવાહી કરવા અપીલ પણ કરી હતી. તેમણે કહ્યું કે મમતાના કારણે જ તે અલગ થઈ ગઈ. હવે શૈલેન્દ્ર તેમને ખર્ચ માટે પૈસા પણ નથી આપતો. અહીં સર્કલ ઓફિસર કે કે તિવારીએ જણાવ્યું કે, ઘટનાની જાણકારી મળી છે. સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવશે.





