સપા-કોંગ્રેસ ગઠબંધન તો થયું પણ વોટ ટ્રાન્સફર કેવી રીતે થશે? યુપીમાં INDIA ગઠબંધન માટે શું મોટા પડકારો

લોકસભા ચૂંટણી 2024 માં ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી ગઠબંધનમાં ચૂંટણી લડશે, ત્યારે વોટ ટ્રાન્સફર કેવી રીતે કરવા અને કાર્યકર્તાઓ વચ્ચે સંકલન મુખ્ય પડકારો.

Written by Kiran Mehta
Updated : March 01, 2024 11:14 IST
સપા-કોંગ્રેસ ગઠબંધન તો થયું પણ વોટ ટ્રાન્સફર કેવી રીતે થશે? યુપીમાં INDIA ગઠબંધન માટે શું મોટા પડકારો
લોકસભા ચૂંટણી 2024 માટે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ સપા માટે કેવા પડકાર રહેશે (ફોટો સોર્સ - @AkhileshYadav)

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન તો થઈ ગયું છે. સપા અને કોંગ્રેસ માટે આગામી પડકાર પ્રચાર માટે જમીન પર સંકલન સુનિશ્ચિત કરવાનો અને લોકસભા ચૂંટણીમાં એકબીજાને મત ટ્રાન્સફર કરવાનો રહેશે. સ્થાનિક નેતાઓએ જણાવ્યું હતું કે, ગઠબંધન સાથે જમીન પર કેવી રીતે કામ કરવું જોઈએ, તે અંગે તેમને હજુ સુધી ટોચ પરથી કોઈ સૂચના મળી નથી.

કોંગ્રેસના નેતાઓ સપાના નેતાઓને મળી રહ્યા છે

સૌપ્રથમ, 25 ફેબ્રુઆરીએ, SP નેતાઓએ ગોંડા ગોનમાં કોંગ્રેસના જિલ્લા કાર્યાલયની મુલાકાત લીધી અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન બેની પ્રસાદ વર્માની પૌત્રી શ્રેયા વર્માના સમર્થનમાં સંયુક્ત રીતે કામ કરવાનું વચન આપ્યું. તેમજ સપાના આંબેડકર નગરના ઉમેદવાર લાલજી વર્માએ કોંગ્રેસ જિલ્લા કાર્યાલયની મુલાકાત લીધી હતી અને ત્યાં બેઠક કરી હતી. તેવી જ રીતે, સપાના ફૈઝાબાદના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય અવધેશ પ્રસાદે સમર્થન મેળવવા જિલ્લામાં પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નિર્મલ ખત્રીના ઘરે મુલાકાત લીધી હતી.

કોંગ્રેસે હજુ સુધી 17 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી નથી પરંતુ, ગયા અઠવાડિયે, બારાબંકીથી પાર્ટીના સંભવિત ઉમેદવાર તનુજ પુનિયા, પૂર્વ રાજ્ય મંત્રીઓ અરવિંદ સિંહ ગોપે અને રાકેશ કુમાર વર્મા જેવા એસપી નેતાઓને મળ્યા હતા. તનુજ પુનિયા સ્થાનિક અધિકારીઓને મળવા આઝાદ સમાજ પાર્ટી (કાન શીરામ) ના જિલ્લા કાર્યાલય પણ ગયા હતા.

બંને પક્ષોના ઉમેદવારો તેમની કેડરને એક મંચ પર લાવવાના પડકારને પહોંચી વળવા અને કોઈપણ મૂંઝવણ અથવા અકળામણને ટાળવા માટે એકબીજા સાથે સંકલન સુનિશ્ચિત કરવા માટે એકબીજાને મળી રહ્યા છે. આ એટલા માટે છે કારણ કે, 2017 માં, સપા અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન હતું પરંતુ, તેમના સ્થાનિક એકમોએ એકબીજાથી પોતાને દૂર રાખ્યા હતા. પરિણામ એ આવ્યું કે, બંને પક્ષોએ ઘણી બેઠકો પર એકબીજા સામે ઉમેદવારો ઊભા રાખ્યા.

જો કે સ્થાનિક નેતાઓમાં હજુ પણ થોડી અસમંજસ જોવા મળી રહી છે. આંબેડકર નગરમાં કોંગ્રેસના એક નેતાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું, “કામની વહેંચણીને લઈને મૂંઝવણ છે. અમને ખબર નથી કે, કોંગ્રેસ કેડરને અહીં કઈ જવાબદારીઓ નિભાવવાની રહેશે, અમારા કાર્યકરોએ બૂથ લેવલ એજન્ટ તરીકે કામ કરવું પડશે કે નહીં. અમારી પાર્ટીએ અમારા જિલ્લા પ્રમુખો અને લોકસભા સંયોજકોને બૂથ પ્રમુખોની નિમણૂક કરવા કહ્યું છે, પરંતુ અમને એ નથી ખબર કે, કાર્ય શું હશે, તેઓ સપા નેતાઓ સાથે કેવી રીતે સંકલન કરશે. અહીં અમે સપા અને તેમના ઉમેદવારોની યોજનાઓ પર નિર્ભર છીએ. સપાના લાલજી વર્મા આંબેડકર નગરથી ઈન્ડિયા એલાયન્સના ઉમેદવાર છે.

કોંગ્રેસ પાસે સંસાધનોનો અભાવ છે

કોંગ્રેસ નેતાએ કહ્યું કે, દરેક જિલ્લામાં જવાબદારી નિભાવવા અને મતભેદો દૂર કરવા બંને પક્ષોના નેતાઓની સંકલન સમિતિની રચના કરવી જોઈએ. કોંગ્રેસના અન્ય એક નેતાએ કહ્યું, “અમને બ્લોક, મંડલ, બૂથ પ્રમુખ અને બૂથ લેવલ એજન્ટની નિમણૂક કરવાનું કહેવામાં આવ્યું છે. પરંતુ સંસાધનોની જરૂર છે. કોંગ્રેસ ચૂંટણી ન લડવાને કારણે કેટલાક લોકો નિષ્ક્રિય બની ગયા છે. શું સપા કોંગ્રેસના કાર્યકરોને ચૂંટણી પ્રચાર માટે મદદ કરશે? આ વ્યવહારુ પ્રશ્નો છે, જે અમારા બૂથ નેતાઓ દ્વારા પૂછવામાં આવે છે. કાર્યકર્તાઓ સુધી પહોંચવાની અને તેમને એક કરવાની જવાબદારી બંને પક્ષોની હોવી જોઈએ.”

કોંગ્રેસના નેતાએ કહ્યું, “સીટ વહેંચણી પર સંકલનને ટોચના સ્તરે મંજૂરી આપવામાં આવી છે. પરંતુ પાયાના સ્તરે કાર્યકરોમાં આવું થવાનું બાકી છે. હવે આનો ઉકેલ લાવવો જોઈએ. અન્યથા ચૂંટણી બાદ કોંગ્રેસના મત ટ્રાન્સફર ન થયા અને તેના કાર્યકરોએ સહકાર ન આપ્યો તેવા આક્ષેપો થશે. કોંગ્રેસ પણ સપા પર આવો જ આરોપ લગાવશે.

ગોંડામાં કોંગ્રેસના એક નેતાએ જણાવ્યું હતું કે, પાર્ટીના રાજ્ય મુખ્યાલયે રાજ્યભરમાં તેના ઇન્ડિયા બ્લોક ભાગીદારના ઉમેદવારોને સમર્થન આપવા માટે તમામ જિલ્લા એકમોને પત્ર લખ્યો છે. બંને પક્ષોના સૂત્રોએ જણાવ્યું કે, 2017 માં પણ આવી જ મૂંઝવણ હતી. બારાબંકીમાં સપાના એક નેતાએ કહ્યું, “બે વર્ષ પહેલા અમે અહીં કોંગ્રેસનો વિરોધ કરતા હતા. હવે અમારે એકબીજાના વખાણ કરવાના છે અને અમારા સહયોગી સાથી માટે વોટ કરવાની અપીલ કરવી પડશે. “ગ્રાસરુટ વર્કર્સને એકસાથે લાવવું એ એક પડકાર હશે.”

અમેઠીમાં કોંગ્રેસને સપાની જરૂર છે

અમેઠીમાં સપાના એક નેતાએ કહ્યું, “કોંગ્રેસ સપાની મદદ વિના અહીં જીતી શકે નહીં. અમેઠીમાં ત્રણ લાખથી વધુ યાદવ મતદારો છે. જો કોંગ્રેસને અહીં જીતવી હશે તો તેણે પોતાના કાર્યકર્તાઓ કરતાં સપાનું ધ્યાન વધુ રાખવું પડશે. રાયબરેલીમાં સપાના એક નેતાએ કહ્યું કે અમે અમારા કાર્યો અંગે પાર્ટી નેતૃત્વના નિર્દેશોની રાહ જોઈ રહ્યા છીએ.

એક વરિષ્ઠ સપા નેતાએ કહ્યું કે મતદારોને સંદેશ આપવા માટે સંયુક્ત બેઠકો યોજવી પડશે કે ભાજપને હરાવવા માટે બંને પક્ષો સંપૂર્ણપણે એક થઈ ગયા છે. રાજ્ય કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે સંકલન સમિતિઓની માંગ વરિષ્ઠ નેતાઓ સમક્ષ મૂકવામાં આવી છે. કોંગ્રેસના પ્રવક્તા સુરેન્દ્ર રાજપૂતે કહ્યું કે કોઈ પડકાર નથી અને પાર્ટીના તમામ નેતાઓ અને કાર્યકરો જીતવા માટે દરેક શક્ય પહેલ કરી રહ્યા છે. તેમણે કહ્યું, “કાર્યકરોને એકબીજાને મળવા માટે મોકલવામાં આવી રહ્યા છે. હાલમાં ગઠબંધનના ઉમેદવાર માટે પ્રચાર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જે પાર્ટી પ્રાથમિકતાના ધોરણે કરી રહી છે.

આ પણ વાંચો –

નોમિનેશન બાદ ગતિવિધિઓ વેગવંતી બનશે- એસ.પી

દરમિયાન, સપાના પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ કહ્યું, “બંને પક્ષોના નેતાઓ અને કાર્યકરો વચ્ચે સમજણ વિકસિત થઈ છે. તમામ 17 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોની જીત સુનિશ્ચિત કરવા માટે સમગ્ર સપા ટીમ સંપૂર્ણ નિષ્ઠા સાથે કામ કરશે. “ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવ્યા પછી પ્રવૃત્તિઓમાં ઝડપ આવશે.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ