Uttar Pradesh Lok Sabha Election Result 2024 Updates in Gujarati : લોકસભા ચૂંટણી 2024ના પરિણામ સામે આવી ગયા છે. જેમાં સૌથી વધારે ચોંકાવનારા પરિણામ ઉત્તર પ્રદેશમાં જોવા મળ્યા છે. યુપીમાં ઇન્ડિયા ગઠબંધને કમાલ કરી છે. જ્યારે ભાજપને ઘણી સીટો પર નુકસાન થયું છે.
ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીની આગેવાનીમાં ઈન્ડિયા ગઠબંધનને ઘણી સફળતા મળી છે. 80 સીટોમાંથી સપાએ 37 બેઠકો પર જીત મેળવી છે. ભાજપે 33 બેઠકો પર જીત મેળવી છે. કોંગ્રેસ 6 બેઠક પર જીત મેળવી છે. આરએલડીએ 2 બેઠક પર જ્યારે અપના દળ અને આઝાદ સમાજ પાર્ટીએ 1-1 સીટ પર જીત મેળવી છે.