ઉત્તર પ્રદેશ લોકસભા ચૂંટણી પરિણામ 2024, યુપીમાં ભાજપનો કિલ્લો કેમ થયો ધરાશાયી? જાણો કારણો

Uttar Pradesh Lok Sabha Election Result 2024 : લોકસભા ચૂંટણી 2024ના પરિણામ સામે આવી રહ્યા છે. જેમાં ઉત્તર પ્રદેશમાં એનડીએ ગઠબંધનને જોરદાર ફટકો પડ્યો છે. અહીં ટ્રેન્ડની દ્રષ્ટિએ ભાજપને લગભગ 25 સીટોનું નુકસાન થતું દેખાઈ રહ્યું છે

Written by Ashish Goyal
Updated : June 04, 2024 16:41 IST
ઉત્તર પ્રદેશ લોકસભા ચૂંટણી પરિણામ 2024, યુપીમાં ભાજપનો કિલ્લો કેમ થયો ધરાશાયી? જાણો કારણો
પીએમ નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

Uttar Pradesh Lok Sabha Election Result 2024 : લોકસભા ચૂંટણી 2024ના પરિણામ સામે આવી રહ્યા છે. જેમાં ઉત્તર પ્રદેશમાં એનડીએ ગઠબંધનને જોરદાર ફટકો પડ્યો છે. અહીં ટ્રેન્ડની દ્રષ્ટિએ ભાજપને લગભગ 25 સીટોનું નુકસાન થતું દેખાઈ રહ્યું છે. અહીં સપા-કોંગ્રેસ ગઠબંધને ટ્રેન્ડમાં ભાજપને ઝટકો આપ્યો છે.

ઉત્તર પ્રદેશમાં સપા ગઠબંધન 45 સીટો પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે એનડીએ માત્ર 35 સીટો પર આગળ છે. કન્નૌજથી સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ આગળ ચાલી રહ્યા છે, જ્યારે તેમના પરિવારની ચૂંટણી લડી રહેલા તમામ ઉમેદવારો પણ ચૂંટણી મેદાનમાં આગળ જોવા મળી રહ્યા છે.

ભાજપને મોટો ઝટકો લાગ્યો

લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે આક્રમક પ્રચાર કર્યો હતો. ભાજપ ઉત્તર પ્રદેશનેસૌથી મોટા ગઢ તરીકે રજૂ કરી રહ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને યુપીના સીએમ યોગી આદિત્યનાથની જોડીને આઇકોન તરીકે રજૂ કરીને ભાજપને યુપીમાં મોટી જીતની આશા હતી, પરંતુ બધો ખેલ ખરાબ થઇ ગયો છે.

આ પણ વાંચો – 2009ની ચૂંટણી પછી પહેલીવાર કોંગ્રેસનો ટ્રેન્ડ 100ની નજીક, આ વખતે ટ્રેન્ડ કેટલો અલગ છે?

અત્યાર સુધીના વલણો દર્શાવે છે કે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના પીડીએ ગઠબંધનને લઈને યુપીમાં અંડરકરંટ હતો. જેનો ફાયદો પૂર્વ સીએમ અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીની જોડીને મળ્યો હતો.

ભાજપના પાછળ રહેવાના મોટા કારણો શું છે?

રાજપૂતોની નારાજગી : યુપીમાં ટિકિટ વહેંચણીમાં રાજપૂતોને પ્રાધાન્ય આપવામાં આવ્યું ન હતું, જેના કારણે ભાજપને રાજપૂતોના વધુ મત મળ્યા નથી તેવો અંદાજ છે.

400 પ્લસ સીટોની રમત અને અનામતનો મુદ્દો – ભાજપ સતત એ નારો લગાવતી રહી કે પાર્ટીનું ગઠબંધન આ વખતે 400 પ્લસ સીટો લાવશે. વિરોધ પક્ષોએ તેના વિરુદ્ધ એ અભિયાન ચલાવ્યું હતું કે ભાજપ 400ને પાર કરીને બંધારણમાં ફેરફાર કરશે અને પછાત જાતિઓનું અનામત ખતમ કરશે. માનવામાં આવી રહ્યું છે કે જમીની સ્તર પર આ મુદ્દો ભાજપની વિરુદ્ધમાં ગયો હતો.

કોંગ્રેસના ઘોષણાપત્રની જોવા મળી અસર – કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં ગરીબ મહિલાઓને દર મહિને 8500 રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. રાજકીય વિશ્લેષકોનું માનવું હતું કે ભાજપને તેના કારણે સૌથી વધુ નુકસાન થયું છે.

મોદી અને યોગીની જોડી ના ચાલી – ઉત્તર પ્રદેશમાં સીએમ યોગી આદિત્યનાથ અને પીએમ મોદીને એક મોટા ફેક્ટર તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. ભાજપ આખી ચૂંટણી માત્ર મોદી યોગીના નામે લડી રહી હતી. જોકે બન્નેની જોડી અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કરી શકી ન હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ