/indian-express-gujarati/media/media_files/2025/12/29/uttar-pradesh-omg-case-2025-12-29-12-30-40.jpg)
ઉત્તર પ્રદેશનો ડોગ બાઇટનો કિસ્સો Photograph: (freepik)
Uttar Pradesh OMG case: ઉત્તર પ્રદેશના બદાયૂંમાં કૂતરું કરડવાથી એક ભેંસનું મૃત્યુ થયા બાદ લગભગ 200 ગ્રામજનોને હડકવાની રસી લીધી હતી. બદાયૂં જિલ્લાના ઉઝાની વિસ્તારમાં કૂતરું કરડવાથી એક ભેંસના મૃત્યુના સમાચારથી ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો હતો. જેમણે તેના દૂધમાંથી બનાવેલા દહીંનું રાયતું ખાધું હતું. લગભગ 200 ગ્રામજનો સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દોડી ગયા અને સાવચેતી રૂપે હડકવાની રસી લીધી..
ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ઉઝાની પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પિપ્રૌલ ગામમાં 23 ડિસેમ્બરે તેરમા દિવસની ધાર્મિક વિધિ યોજાઈ હતી, જ્યાં આખા ગામ માટે મિજબાની રાખવામાં આવી હતી. મિજબાનીમાં રાયતું પણ પીરસવામાં આવી હતી, જેનું મોટી સંખ્યામાં ગ્રામજનોએ સેવન કર્યું હતું.
બાદમાં એવું બહાર આવ્યું કે જે ભેંસનું દૂધ દહીં રાયતા બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતું હતું તેને થોડા દિવસો પહેલા કૂતરું કરડ્યું હતું. 26 ડિસેમ્બરે ભેંસનું મૃત્યુ થયું, જેના કારણે ગામમાં ચેપ ફેલાવાની શક્યતાને લઈને ગભરાટ ફેલાયો હતો.
હડકવાના ભય વચ્ચે ગામલોકોને હડકવાની રસી લીધી
ગામલોકોએ અહેવાલ આપ્યો છે કે, હડકવાના ભય વચ્ચે શનિવાર અને રવિવારે મોટી સંખ્યામાં પુરુષો, સ્ત્રીઓ અને યુવાનો ઉજ્જૈની સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં હડકવાની રસી લેવા માટે ગયા હતા.
ગ્રામજનો જશોદા દેવીએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે જન્મના તેરમા દિવસે ગામમાં એક મિજબાનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં બધાએ રાયતું ખાધું હતું. બાદમાં ભેંસના મૃત્યુ અને તેના કૂતરું કરડવાની જાણ થતાં, ગામલોકો ગભરાઈ ગયો અને સાવચેતી તરીકે રસી લેવા દોડી ગયા હતા.
એક ગ્રામજનોએ જણાવ્યું હતું કે કે ભેંસને એક કૂતરું કરડ્યું હતું. જોકે, આ વાતથી અજાણ લોકોએ આ ભેંસના દૂધનો ઉપયોગ કરીને દહીં બનાવ્યું અને ત્યારબાદ રાયતું બનાવ્યું હતું. જેણે લોકોએ ખાધું હતું.ત્યાર બાદ ભેંસને કુતરું કરડ્યું હોવાની જાણ થતાં લોકોમાં ભય ફેલાયો હતો.
ગામમાં એક પાગલ કૂતરું ભેંસને કરડ્યું હતું
મુખ્ય તબીબી અધિકારી ડૉ. રામેશ્વર મિશ્રાએ જણાવ્યું હતું કે માહિતી મળી હતી કે ગામમાં એક ભેંસને પાગલ કૂતરાએ કરડી હતી અને હડકવાના લક્ષણોને કારણે તેનું મૃત્યુ થયું હતું. ગામલોકોએ ભેંસના દૂધમાંથી બનાવેલા દહીંનું રાયતું ખાધું હતું. સાવચેતી રૂપે દરેકને હડકવા સામે રસી લેવાની સલાહ આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ- 31stની ઉજવણી માટે ગુજરાત નજીકના આ સ્થળે જાવ, આથમતા સુરજ સાથે આપો વર્ષ 2025ને વિદાય
તેમણે જણાવ્યું હતું કે દૂધ ઉકાળ્યા પછી હડકવાનું જોખમ રહેતું નથી. પરંતુ કોઈપણ સંભવિત જોખમને રોકવા માટે રસીકરણ આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ગામમાં કોઈ રોગનો ફેલાવો થયો નથી, અને પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us