UPમાં કંઈક મોટું થવાનું છે? ભૂપેન્દ્ર ચૌધરીએ લીધી હારની જવાબદારી, મોદીને મળવા પહોંચ્યા શાહ…

Uttar Pradesh Politics : ઉત્તર પ્રદેશના રાજકારણમાં કઈં મોટુ જોવા મળી શકે છે, ભાજપના સંગઠનમાં ફેરફારની શક્યતા જોવા મળી રહી છે. ભૂપેન્દ્ર ચૌધરીએ હારની જવાબદારી સ્વિકારી છે, તો અમિત શાહ પીએમ મોદીને મળવા પહોંચ્યા છે.

Written by Kiran Mehta
July 17, 2024 18:51 IST
UPમાં કંઈક મોટું થવાનું છે? ભૂપેન્દ્ર ચૌધરીએ લીધી હારની જવાબદારી, મોદીને મળવા પહોંચ્યા શાહ…
ઉત્તર પ્રદેશ અને ભાજપ રાજકારણ

Uttar Pradesh Politics : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે યુપી બીજેપીના પ્રદેશ અધ્યક્ષની મુલાકાત એક કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. આ બેઠક બાદ માનવામાં આવે છે કે, ભૂપેન્દ્ર ચૌધરીએ હારની જવાબદારી લીધી છે. સૂત્રોને ટાંકીને, એવા અહેવાલ છે કે, ભાજપના યુપી પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ કહ્યું છે કે, લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના પરિણામો તેમની અપેક્ષા મુજબના નથી. તેઓ આ હારની નૈતિક જવાબદારી લે છે. એક તરફ તેમનું આ નિવેદન તરત જ ચર્ચામાં આવી ગયું છે, તો બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહ પીએમ નરેન્દ્ર મોદીને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. જો બંને ઘટનાઓને એકસાથે જોવામાં આવે તો માનવામાં આવે છે કે, યુપીના રાજકારણમાં કંઈક મોટું થઈ શકે છે.

યુપીમાં કંઈક મોટું થશે?

હાલમાં ઉત્તર પ્રદેશમાં ભાજપ માટે બધુ બરાબર નથી ચાલી રહ્યું. સીએમ યોગી આદિત્યનાથ અને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય વચ્ચે અણબનાવના સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ ગયા છે. બંને પક્ષો તરફથી કેટલાક નિવેદનો આવ્યા છે જેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે, સંબંધો સરળ રીતે ચાલી રહ્યા નથી. તેના ઉપર યુપીમાં લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપના પ્રદર્શનથી હાઈકમાન્ડ ખૂબ જ ચિંતિત અને નારાજ છે. આ કારણથી એવું માનવામાં આવે છે કે, સંગઠનમાં કેટલાક મોટા ફેરફારો કરવામાં આવી શકે છે.

શાહ મોદી સુધી કેમ પહોંચ્યા?

હવે તે બદલાવની અટકળો વચ્ચે અમિત શાહ પીએમ મોદીને મળવા પહોંચી ગયા છે. જો કે આ બેઠકને લઈને કોઈ વિગતો પ્રાપ્ત થઈ નથી, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે, યુપીના રાજકારણને લઈને કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે. આની ઉપર બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કેશવ પ્રસાદ મૌર્ય અને ભૂપેન્દ્ર ચૌધરી સાથે એક-એક કલાક મુલાકાત કરીને રાજકીય તાપમાન વધારી દીધું છે.

યોગી અને મૌર્ય વચ્ચે શા માટે સંઘર્ષ?

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, યુપી બીજેપીમાં તણાવના સમાચાર ત્યારે વધી ગયા જ્યારે કેશવ પ્રસાદ મૌર્યએ વર્કિંગ કમિટીની બેઠકમાં બેફામ કહી દીધું કે, સરકાર કરતા સંગઠન મોટું છે. બીજી તરફ યોગી આદિત્યનાથે હાર માટે ઓવર કોન્ફિડન્સને જવાબદાર ગણાવ્યું હતું. તે પછી, મૌર્યના રસ્તાઓ અલગ થઈ ગયા અને તેઓ મોટા નેતાઓને મળવા દિલ્હી પહોંચ્યા. બીજી તરફ યોગી આદિત્યનાથે પણ મીટિંગ શરૂ કરી દીધી છે. બંને તરફથી રાજકીય સંદેશો આપવાનું કામ થઈ રહ્યું છે, હાઈકમાન્ડ કોના સંદેશને વધુ સમજે છે તેના પર ભવિષ્યનું રાજકારણ નિર્ભર રહેશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ