બાળકોને ધાબેથી ફેંક્યા, મા ને ગોળી મારી અને…, એક જ પરિવારના પાંચની ઘાતકી હત્યા, 6ના મોત

Uttar Pradesh Crime : ઉત્તર પ્રદેશના સિતાપુરના પલ્હાપુરમાં એક જ પરિવારના પાંચ લોકોની હત્યા કરવામાં આવી, પછી આરોપી પતિએ પણ આત્મહત્યા કરી લીધી હતી.

Uttar Pradesh Crime : ઉત્તર પ્રદેશના સિતાપુરના પલ્હાપુરમાં એક જ પરિવારના પાંચ લોકોની હત્યા કરવામાં આવી, પછી આરોપી પતિએ પણ આત્મહત્યા કરી લીધી હતી.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
UP Killing of five same family

UP Killing of five same family

UP Killing of five same family : ઉત્તર પ્રદેશના સીતાપુરમાં એક જ પરિવારના પાંચ સભ્યોની ઘાતકી હત્યા કરવામાં આવી છે. નવાઈની વાત તો એ છે કે, આરોપી યુવકે પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી, એટલે કે એક જ પરિવારના 6 લોકોએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ સનકી યુવકે તેની માતાને ગોળી મારી, પછી પત્નીને હથોડીથી માર માર્યો અને બાળકોની પણ હત્યા કરી નાખી. આ કૃત્ય બાદ તેણે ખુદને પણ ગોળી મારી દીધી હતી.

Advertisment

આ ઘટનાને કેવી રીતે અંજામ આપવામાં આવ્યો?

મથુરા પોલીસ સ્ટેશન વિસ્તારના પલ્હાપુરમાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. શનિવારે સવારે ગામલોકોને આ ઘટનાની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આરોપી માનસિક રીતે બીમાર હતો અને ખૂબ દારૂ પીતો હતો. શુક્રવારે રાત્રે તેણે પહેલા પોતાના બાળકોને છત પરથી ફેંકવાનું કામ કર્યું, ત્યારબાદ માતાને ગોળી મારી અને પછી તેની પત્નીની હથોડીથી માર મારી હત્યા કરી દીધી.

મૃતકો કોણ હતા?

હત્યાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ પોલીસના જણાવ્યા મુજબ આરોપી માનસિક રીતે બીમાર હતો અને તેની હાલત લાંબા સમયથી સ્થિર નહોતી. આરોપી અનુરાગ સિંહે માતા સાવિત્રી દેવી (62), પત્ની પ્રિયંકા સિંહ (40), પુત્રી અશ્વિની (12), પુત્ર અનુરાગ અને પુત્રી અરનાની હત્યા કરી છે.

બુરાડીની ઘટનાની યાદ અપાવે છે

સીતાપુરના એસએસપી ચક્રેશ મિશ્રાએ જણાવ્યું છે કે, રામપુર પોલીસને માહિતી મળી હતી કે, મથુરામાં એક માનસિક રીતે બીમાર વ્યક્તિએ કથિત રીતે તેના ઘરના પાંચ લોકોની હત્યા કરી હતી અને ત્યારબાદ પોતાને ગોળી મારી દીધી હતી. પોલીસ અને ફોરેન્સિક ટીમો આ કેસની દરેક એંગલથી તપાસ કરી રહી છે.

Advertisment

આ પણ વાંચો - Crime News : 14 વર્ષની સગીરા પર 10 સગીરોએ કર્યો સામૂહિક બળાત્કાર, એક તો માત્ર 11 વર્ષનો

હાલ તો આખા ગામમાં અરેરાટી વ્યાપી છે, એક જ પરિવારમાં આટલી બધી હત્યાઓ જોઈ લોકોનો આત્મા હચમચી ગયો છે. આ પહેલા દિલ્હીના બુરાડીમાં આજ રીતે પરિવારના સભ્યોના શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું. જેમાં તંત્ર-મંત્ર સહિતના ઘણા પાસા સામે આવ્યા હતા.

હત્યા ગુજરાતી ન્યૂઝ ઉત્તર પ્રદેશ ક્રાઇમ ન્યૂઝ