/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Uttarakhand-Accident.jpg)
ઉત્તરાખંડમાં ટેમ્પો ટ્રાવેલ નદીમાં ખોબક્યો , photo - ANI
Uttarakhand Accident, ઉત્તરાખંડ અકસ્માત : ઉત્તરાખંડમાંથી વધુ એક દર્દનાક ઘટના સામે આવી છે. અહીં યાત્રાળુઓથી ભરેલો ટ્રાવેલર ટેમ્પો અલકનંદા નદીમાં ખાબક્યો હતો. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ) ના એક સૂત્રએ જણાવ્યું હતું કે, શનિવારે ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં એક ટેમ્પો ટ્રાવેલર અકસ્માતનો ભોગ બનીને અલકનંદા નદીમાં પડી જતાં 14 લોકોના મોત થયા હતા અને 12 અન્ય ઘાયલ થયા હતા.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે “રુદ્રપ્રયાગમાં એક ટેમ્પો ટ્રાવેલર અકસ્માતનો ભોગ બન્યો અને નદીમાં પડી ગયો હતો. આ ટ્રાવેલરમાં કુલ 26 લોકો મુસાફરી કરી રહ્યા હોવાનો અંદાજ છે, જેમાંથી 12 ઘાયલ છે અને 14 ના મોત થયા છે. એક SDRF બચાવ ટીમ રાહત અને બચાવ કામગીરી કરી રહી છે. ”
ખતરનાક વળાંકને કારણે ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવ્યું
ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા SDRF કમાન્ડન્ટ મણિકાંત મિશ્રાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક માહિતી મુજબ વાહન ગાઝિયાબાદથી ચોપટા જઈ રહ્યું હતું અને રુદ્રપ્રયાગ શહેરથી થોડે આગળ વળાંક પર લગભગ 11.30 વાગ્યે અકસ્માત થયો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે ખતરનાક વળાંકને કારણે ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવ્યું હતું.
આ પણ વાંચોઃ-G7 માં પીએમ મોદીનું સંબોધન : લોકસભા ચૂંટણી, વિકસિત ભારત, વૈશ્વિક દક્ષિણ, અહીં વાંચો સંપૂર્ણ ભાષણ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અકસ્માતમાં ઘાયલને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાંથી ચાર મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાથી તેમને એઈમ્સ ઋષિકેસમાં ખસેડવામાં આવ્યા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે ટ્રાવેલરમાં મોટાભાગના મુસાફરો દિલ્હીના હતા.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, ઘાયલોને સારવાર માટે નજીકના મેડિકલ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટને પણ ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
जनपद रुद्रप्रयाग में टेम्पो ट्रैवलर के दुर्घटनाग्रस्त होने का अत्यंत पीड़ादायक समाचार प्राप्त हुआ। स्थानीय प्रशासन व SDRF की टीमें राहत एवं बचाव कार्यों में जुटी हुई है। घायलों को नज़दीकी चिकित्सा केंद्र पर उपचार हेतु भेज दिया गया है। ज़िलाधिकारी को घटना की जाँच के आदेश दे दिए…
— Pushkar Singh Dhami (@pushkardhami) June 15, 2024
ધામીએ તેના X એકાઉન્ટ પર પોસ્ટ કર્યું કે “રુદ્રપ્રયાગ જિલ્લામાં ટેમ્પો ટ્રાવેલરના અકસ્માતના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા. સ્થાનિક વહીવટીતંત્ર અને એસડીઆરએફની ટીમ રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે. ઘાયલોને સારવાર માટે નજીકના મેડિકલ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટને ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ દિવંગતના આત્માઓને તેમના ચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત પરિવારને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે. હું બાબા કેદારને ઇજાગ્રસ્તોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું,”


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us