Uttarakhand Bus Accident News: ઉત્તરાખંડમાં બદ્રીનાથ હાઇવે પર ઘોલથીર નજીક ગુરુવારે 18 લોકોને લઈ જતી એક પેસેન્જર બસ અલકનંદા નદીમાં પડી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત થયું છે અને સાત લોકો ઘાયલ થયા છે. ANI અનુસાર, SDRF, પોલીસ અને વહીવટી ટીમો બચાવ કામગીરી ચલાવી રહી છે.
પોલીસ મુખ્યાલયના પ્રવક્તા IG નિલેશ આનંદ ભરણેએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું હતું કે, ‘રુદ્રપ્રયાગ જિલ્લાના ઘોલથીર વિસ્તારમાં એક બસ નિયંત્રણ બહાર જઈને અલકનંદા નદીમાં પડી ગઈ. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, બસમાં 18 લોકો સવાર હતા.’
ગઢવાલ ડિવિઝનલ કમિશનર વિનય શંકર પાંડેએ જણાવ્યું હતું કે, ‘રુદ્રપ્રયાગ જિલ્લાના ઘોલથીરમાં 18 સીટર બસ અલકનંદા નદીમાં પડી જતાં એક વ્યક્તિનું મોત થયું છે અને સાત લોકો ઘાયલ થયા છે. SDRF, પોલીસ અને વહીવટી ટીમો બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે હાજર છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રુદ્રપ્રયાગમાં થયેલા આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું, ‘રુદ્રપ્રયાગ જિલ્લામાં એક ટેમ્પો ટ્રાવેલરના નદીમાં પડી જવાના સમાચાર ખૂબ જ દુઃખદ છે.
આ પણ વાંચોઃ- અમેરિકાના હુમલામાં ન્યૂક્લિયર પ્રોગ્રામને કેટલું નુકસાન થયું? પ્રથમ વખત ઇરાને આ વાત સ્વીકારી
SDRF અને અન્ય બચાવ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. હું આ સંદર્ભમાં સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું. હું દરેકની સલામતી માટે ભગવાનને પ્રાર્થના કરું છું.’





