world 50 best sandwiches list : મુંબઈના પ્રખ્યાત વડાપાવને વિશ્વમાં નામના મળી છે. સૌથી લોકપ્રિય સ્ટ્રીટ ફૂડમાંથી એક વડાપાવ મહારાષ્ટ્ર ઉપરાંત ભારતના અન્ય ભાગોમાં પ્રખ્યાત છે. હાલમાં જ વડાપાવને વિશ્વની 50 શ્રેષ્ઠ સેન્ડવિચ લિસ્ટ સ્થાન આપવામાં આવ્યું હતું. આ યાદી લોકપ્રિય ફૂડ એન્ડ ટ્રાવેલ ગાઈડ ‘ટેસ્ટ એટલાસ’ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે.
વડાપાવ 39માં સ્થાને
વડાપાવને વિશ્વની શ્રેષ્ઠ સેન્ડવિચમાં સામેલ કરવામાં આવ્યું હોય તેવું પ્રથમ વાર બન્યું નથી. આ પહેલા ગયા વર્ષે વડા પાવે આ જ યાદીમાં વિશ્વભરમાં 19મું સ્થાન મેળવ્યું હતું. પરંતુ આ વર્ષે તેનું રેટિંગ ઘટી ગયું છે. જાન્યુઆરી 2025 સુધીમાં, ટેસ્ટ એટલાસની વિશ્વની શ્રેષ્ઠ સેન્ડવિચની યાદીમાં વડાપાવ 39માં ક્રમે છે. ટોપ 50માં ભારતનું તે એકમાત્ર ફૂડ છે.
શવર્મા (વિયેતનામ), બાન્હ મી (વિયેતનામ), અને ટોમ્બિક ડોનર (તુર્કી) શ્રેષ્ઠ સેન્ડવીચની વર્તમાન યાદીમાં ટોચ પર છે. ટોચના 10માં ત્રણ વિયેતનામની વાનગીઓ છે.
આ પણ વાંચો – મહારાષ્ટ્ર જલગાંવ ટ્રેન દુર્ઘટના, 12 ના મોત
અગાઉ ભારતીય ખાદ્યપદાર્થે વર્ષના અંતે ટેસ્ટ એટલાસ એવોર્ડ્સ 2024-25માં મોટી જીત મેળવી હતી. ટેસ્ટ એટલાસ દ્વારા બહાર પાડવામાં આવેલી બેસ્ટ બ્રેડ, બેસ્ટ વેજીટેબલ ડીશ, બેસ્ટ ફૂડ રિજિયન્સ, બેસ્ટ ફૂડ સિટીઝ અને અન્ય યાદીઓમાં ભારતીય એન્ટ્રીઓ ટોચ પર છે.
વડાપાવ સ્વાદિષ્ટ વાનગી છે
વડાપાવ એક સરળ પણ સ્વાદિષ્ટ વાનગી છે જે સોફ્ટ બ્રેડ અને ક્રિસ્પી બટાકાની પેટી (વડા) વડે બનાવવામાં આવે છે. ડુંગળી, મરચાં અને ચટણી સાથે તેનો સ્વાદ વધી જાય છે. વડાપાવ એક લોકપ્રિય અને સસ્તો નાસ્તો છે. ભારતમાં દરેક ઉંમરના લોકો તેનો આનંદ માણે છે. વડાપાવ ખાસ કરીને મુંબઈના લોકોમાં ખૂબ જ પ્રિય વાનગી છે.





