Rose Day 2025 : 7 ફેબ્રુઆરીએ રોઝ ડે કેમ મનાવવામાં આવે છે? રોમિયો જુલિયટ લવ સ્ટોરથી છે ખાસ કનેક્શન

Happy Rose Day 2025 Date, Importance, History : 7 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન વીકની શરૂઆત થાય છે. પહેલો દિવસ રોઝ ડે છે. આ દિવસ પ્રેમના તહેવારની શરૂઆત છે, જેમાં દરેક પ્રેમી ગુલાબના ફૂલથી પોતાના દિલની વાત કહેવા માંગે છે

Written by Ashish Goyal
Updated : February 06, 2025 22:14 IST
Rose Day 2025 : 7 ફેબ્રુઆરીએ રોઝ ડે કેમ મનાવવામાં આવે છે? રોમિયો જુલિયટ લવ સ્ટોરથી છે ખાસ કનેક્શન
Happy Rose Day 2025 : 7 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન વીકની શરૂઆત થાય છે. પહેલો દિવસ રોઝ ડે છે

Happy Rose Day 2025 Date, Importance, History: 7 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન વીકની શરૂઆત થાય છે. પહેલો દિવસ રોઝ ડે છે. આ દિવસ પ્રેમના તહેવારની શરૂઆત છે, જેમાં દરેક પ્રેમી ગુલાબના ફૂલથી પોતાના દિલની વાત કહેવા માંગે છે. પરંતુ વિચારવા જેવી વાત એ છે કે પ્રેમની શરૂઆત ગુલાબ આપીને કેમ થઈ, તેનો ઇતિહાસ શું છે. તો આ વાતોને વિસ્તારથી જાણવા માટે જાણો કેમ 7 ફેબ્રુઆરીએ રોઝ ડે મનાવવામાં આવે છે.

7 ફેબ્રુઆરીએ રોઝ ડે કેમ ઉજવવામાં આવે છે?

રોઝ ડે ખાસ છે કારણ કે તે બાકીના વેલેન્ટાઇન વીક માટે તે મંચ તૈયાર કરે છે. ગુલાબ આપીને લોકો શબ્દો વગર પોતાની લાગણી વ્યક્ત કરે છે, જેવી રોમિયો જુલિયટ લવ સ્ટોરીમાં હતી. પ્રખ્યાત લેખક શેક્સપિયરના વિહિત નાટક રોમિયો અને જુલિયટમાં લાલ ગુલાબ પ્રમુખ રુપક હતું. શેક્સપિયરે લખ્યું હતું કે “A rose by any other name would smell as sweet…”

આ લાઈનમાં જુલિયટ રોમિયોની તુલના ગુલાબ સાથે કરી રહી છે અને કહી રહી છે કે ગુલાબનું નામ ભલે અલગ હોય પણ તેની સુગંધ એક જેવી જ રહેશે. તે તેના ક્લાસના તફાવત સાથે જોડી રહી છે જેનો કોઈ ફરક પડતો નથી કારણ કે તે રોમિયોને તે જ રીતે પ્રેમ કરે છે. આમ અહીંનું ગુલાબ રોમિયોની મોન્ટેગ જાતનું પ્રતીક છે જે તેમના પ્રેમમાં જરા પણ અવરોધ ઊભો નહીં કરે. લાલ ગુલાબના સાહિત્યિક રૂપક દ્વારા શેક્સપિયર વર્ગ અને સામાજિક સીમાઓની પેલે પાર પ્રેમની અમરતા કોતરવામાં આવી છે.

આ પણ વાંચો –  વેલેન્ટાઇન વીક ક્યારથી શરુ થશે, જાણો આ સાત દિવસમાં શું હોય છે ખાસ

ઘણી વખત એવું માનવામાં આવે છે કે વિક્ટોરિયન લોકો તેમના સ્નેહના પ્રતીક રૂપે ગુલાબ આપીને એકબીજા પ્રત્યેનો પ્રેમ પ્રદર્શિત કરનાર પ્રથમ વ્યક્તિ હતા. ત્યારથી 7 ફેબ્રુઆરીને રોઝ ડે તરીકે માન્યતા આપવામાં આવી હતી, જે ગુલાબના દાન અને પ્રાપ્તિની ઉજવણી માટેનો દિવસ છે.

રોઝ ડે શા માટે ઉજવવામાં આવે છે?

પ્રતીક તરીકે ગુલાબની ઉત્પત્તિ, પ્રેમ અને ઝનુનના ગ્રીક દેવી એફ્રોડાઇટના સમયથી થાય છે. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં એવું માનવામાં આવે છે કે લાલ ગુલાબનું સર્જન એફ્રોડાઇટ દ્વારા કરવામાં આવ્યું હતું. દંતકથા છે કે આ ફૂલ એફ્રોડાઇટના આંસુ અને તેના નશ્વર પ્રેમી એડોનિસના લોહીથી સિંચાઈથી જમીનમાંથી ઉગ્યું હતું. ગુલાબને ગિફ્ટ આપવાનો રિવાજ સદીઓથી ચાલ્યો આવે છે, આ ફૂલ પેઢીઓથી રોમાન્સનું પ્રતીક રહ્યું છે. આ દિવસે ગુલાબ આપવાનો ઇતિહાસ પ્રાચીન સંસ્કૃતિઓ સાથે જોડાયેલો છે, જ્યાં ગુલાબને જાદુઈ અને દૈવી શક્તિઓ હોવાનું માનવામાં આવતું હતું.

રોમન પૌરાણિક કથાઓમાં પણ ગુલાબને પ્રેમની દેવી શુક્ર સાથે જોડવામાં આવ્યા હતા અને તેને તેના માટે પવિત્ર માનવામાં આવતા હતા. ઘણી પૂર્વીય સંસ્કૃતિઓમાં જેમ કે એશિયા અને આરબ વિશ્વની સંસ્કૃતિઓમાં, ગુલાબને સદીઓથી પ્રેમના પ્રતીક તરીકે પ્રિય કરવામાં આવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ