Vaniya Agrawal: વાણિયા અગ્રવાલ કોણ છે, જેણે સત્યા નડેલા બિલ ગેટ્સની જાહેરમાં ટીકા કરી, માઇક્રોસોફ્ટની નોકરી છોડી

Who Is Vaniya Agrawal quits Microsoft : વાણિયા અગ્રવાલા ભારતીય મૂળની અમેરિકન આઈટી એન્જિનિયર છે. માઇક્રોસોફ્ટની 50મી વર્ષગાંઠની ઉજવણી વખતે કંપનીના સીઇઓ સત્યા નડેલા, બિલ ગેટ્સની જાહેરમાં ટીકા કરી હતી.

Who Is Vaniya Agrawal quits Microsoft : વાણિયા અગ્રવાલા ભારતીય મૂળની અમેરિકન આઈટી એન્જિનિયર છે. માઇક્રોસોફ્ટની 50મી વર્ષગાંઠની ઉજવણી વખતે કંપનીના સીઇઓ સત્યા નડેલા, બિલ ગેટ્સની જાહેરમાં ટીકા કરી હતી.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Vaniya Agrawal | Vaniya Agrawal Microsoft

Vaniya Agrawal: વાણિયા અગ્રવાલ ભારતીય મૂળની અમેરિકાની આઈટી એન્જિનિયર છે. (Photo: LinkedIn)

Who Is Vaniya Agrawal quits Microsoft : ભારતીય મૂળની અમેરિકન ટેક એન્જિનિયર વાણિયા અગ્રવાલ ચર્ચામાં આવી ગયા છે, જેનું કારણ માઇક્રોસોફ્ટની 50મી વર્ષગાંઠની ઉજવણી દરમિયાન બનેલી એક ઘટના છે. વાણિયા અગ્રવાલા માઇક્રોસોફ્ટના ઉજવણી કાર્યક્રમમાં કંપનીના સીઈઓ સત્યા નડેલા, ભૂતપૂર્વ સીઈઓ બિલ ગેટ્સ અને સ્ટીવ બાલ્મરની જાહેરમાં ટીકા કરી અને ત્યાર બાદ કંપનીમાંથી રાજીનામું આપી દીધું.

Advertisment

વાણિયા અગ્રવાલ માઇક્રોસોફ્ટ સામે કેમ વિરોધ કર્યો

વાણિયા અગ્રવાલે કહ્યું કે, માઈક્રોસોફ્ટ ગાઝામાં પેલેસ્ટિનિયનો વિરુદ્ધ ચાલી રહેલી હિંસામાં ઈઝરાયલને ટેકો આપી રહ્યું છે, તેથી તે આવા 'નરસંહાર'માં સામેલ કંપની માટે કામ કરી શકતી નથી.

માઈક્રોસોફ્ટની 50મી વર્ષગાંઠ વોશિંગ્ટનમાં યોજાઈ હતી, જ્યાં વાણિયા અગ્રવાલ સ્ટેજની સામે ઊભા રહી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, "માઈક્રોસોફ્ટ ટેકનોલોજીની મદદથી ગાઝામાં 50000 પેલેસ્ટિનિયનોની હત્યા કરવામાં આવી. તમને શરમ આવવી જોઈએ. તમે તેમના મોતની ઉજવણી કરી રહ્યા છો." ત્યાર બધી સુરક્ષા અધિકારીઓએ વાણિયા અગ્રવાલને હોલની બહાર કાઢી મૂકી. જ્યારે સ્ટેજ પર હાજર સત્યા નડેલા, બિલ ગેટ્સ અને સ્ટીવ બાલ્મર સહિત કંપનીના ટોચના મેનેજમેન્ટ આ વિરોધ પર કોઈ પ્રતિક્રિયા આપ્યા વિના પેનલ ડિડક્શનમાં વ્યસ્ત થઈ ગયા.

માઈક્રોસોફ્ટ સામે ગંભીર આરોપો

વાનિયા અગ્રવાલે માઈક્રોસોફ્ટને "ડિજિટલ હથિયારો કંપની" ગણાવી અને તેના પર ઈઝરાયલના લશ્કરી કામગીરીને ટેકનિકલ સપોર્ટ પૂરો પાડવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે કંપનીનો ઇઝરાયલી સંરક્ષણ મંત્રાલય સાથે 133 મિલિયન ડોલરનો કરાર છે, જેના દ્વારા માઈક્રોસોફ્ટના એઝ્યુર ક્લાઉડ અને AI ટેકનોલોજીનો ઉપયોગ ગાઝામાં પેલેસ્ટિનિયનોનો નરસંહાર કરવા માટે થઈ રહ્યો છે. તેમણે તેમના સાથીદારોને કંપનીના કથિત માનવ અધિકાર ઉલ્લંઘન સામે અવાજ ઉઠાવવા પણ અપીલ કરી.

Advertisment

માઈક્રોસોફ્ટ કર્મચારીઓને લખાયેલ ઈમેલ

સ્ટેજ સામે વિરોધ પ્રદર્શન કર્યાના થોડા સમય પછી, વાનિયા અગ્રવાલે માઇક્રોસોફ્ટના તમામ કર્મચારીઓને એક ઇમેઇલમાં લખ્યું, "માઈક્રોસોફ્ટ ક્લાઉડ અને એઆઈ ટેકનોલોજી ગાઝામાં ઇઝરાયેલી સેનાને વધુ ઘાતક અને વિનાશક બનાવી રહી છે. એ વાતને નકારી શકાય નહીં કે માઇક્રોસોફ્ટની એઝ્યુર સેવાઓ અને એઆઈ ટેકનોલોજી ઇઝરાયલની નરસંહાર પ્રણાલીની કરોડરજ્જુ છે." "આપણી સખત મહેનત આ હત્યાકાંડનું કારણ બની રહી છે," વાણિયા અગ્રવાલે આ ઇમેઇલ સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો છે.

,

વાણિયા અગ્રવાલે પોતાના રાજીનામામાં શું લખ્યું?

માઈક્રોસોફ્ટના ટોચના મેનેજમેન્ટ પર જાહેરમાં આરોપ લગાવ્યા બાદ નોકરી છોડવાના નિર્ણયની જાહેરાત કરતા, વાણિયા અગ્રવાલે પોતાના રાજીનામામાં લખ્યું, "હું મારા અંતરાત્મા વિરુદ્ધ જઈને એવી કંપની માટે કામ કરી શકતી નથી જે આવા હિંસક અન્યાયમાં સંડોવાયેલી છે." તેમણે તેમના સહકાર્યકરોને અપીલ કરતા લખ્યું, "જો તમે માઇક્રોસોફ્ટમાં રહો છો, તો કંપનીને તેના મૂલ્યો અને મિશન પ્રત્યે જવાબદાર બનાવવા માટે તમારા પદ, શક્તિ અને સત્તાનો ઉપયોગ કરો."

માઈક્રોસોફ્ટમાં કામ કરવાની પોતાની સફર વિશે જણાવતા, અગ્રવાલે કહ્યું કે તે દોઢ વર્ષ પહેલા કંપનીમાં જોડાઈ હતી. આ સમય દરમિયાન તેમણે ઇઝરાયલ દ્વારા પેલેસ્ટિનિયનોનો "નરસંહાર" થતો જોયો. તેમણે લખ્યું, "થોડા દિવસો પહેલા જ મને ખબર પડી કે ઇઝરાયલે ગાઝામાં 'એક પછી એક' 15 પેરામેડિક્સ અને બચાવ કાર્યકરોને મારી નાખ્યા અને પછી તેમને રેતીમાં દાટી દીધા. માઇક્રોસોફ્ટના અમારા પ્રયાસો આ નરસંહારને શક્તિ આપે છે અને હું એવી કંપનીનો ભાગ ન હોઈ શકું જે આ હિંસક ઘટનામાં ભાગીદાર છે." અગ્રવાલે લખ્યું કે "ઇતિહાસનો ખોટો પક્ષ" ધરાવતી કંપની સાથે કામ કરવું મુશ્કેલ હતું.

વાનિયા અગ્રવાલ પહેલા પણ માઇક્રોસોફ્ટના ઘણા કર્મચારીઓએ કંપનીના ઇઝરાયલ સાથેના સંબંધો અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. ફેબ્રુઆરીમાં, સત્ય નડેલા સાથેની મુલાકાત દરમિયાન વિરોધ કરવા બદલ પાંચ કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા હતા. તેવી જ રીતે, અન્ય એક ભૂતપૂર્વ કર્મચારી, ઇબ્તિહાલ અબુસાદે, કંપનીના AI વડા, મુસ્તફા સુલેમાન દ્વારા રજૂ કરાયેલા પ્રેઝન્ટેશન દરમિયાન વિરોધ કરતા કહ્યું કે, "માઈક્રોસોફ્ટની ટેકનોલોજીનો ઉપયોગ નરસંહારમાં થઈ રહ્યો છે."

ટ્રેન્ડિંગ ન્યૂઝ ટેકનોલોજી વિશ્વ