Varda Space Robot Laboratory Manufactured HIV Drug In Earth Orbit : અવકાશમાં અન્ય ગ્રહ પર માનવ જીવન અંગે વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે. આવા સમયે એક કંપનીએ અવકાશમાં રોબોટ લેબોરેટરીમાં દવા બનાવવાનો પ્રયાસ કર્યો છે. વાર્દા સ્પેસ નામની કંપનીએ પૃથ્વીની ભ્રમણકક્ષામાં રોબોટ લેબોરેટરીમાં એચઆઈવીની દવા બનાવી છે.
ડેલાયન એસ્પારોહોવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, તેમણે અવકાશમાં દવાઓ ખરેખર સારી બનાવે છે. ઘણા મહિનાઓ અવકાશમાં રહ્યા પછી, વર્દા સ્પેસ ઇન્ડસ્ટ્રીઝની નાની સ્વયંસંચાલિત પ્રયોગશાળા ફેબ્રુઆરીમાં ખાસ કાર્ગો સાથે પૃથ્વી પર પરત આવી છે. આ સ્પેસ લેબોરેટરીએ એચઆઈવી દવા – રિતોનાવીર બનાવી છે. આ દવા સામાન્ય રીતે HIV ની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે, જેનું અવકાશમાં પ્રોડક્શન કરવામાં આવ્યું છે.
અવકાશમાં બનાવેલી દવા પૃથ્વી પર સુરક્ષિત આવી
વાર્દા સ્પેસ ઈન્ડસ્ટ્રીઝના ચીફ સાયન્સ ઓફિસર એડ્રિયન રેડોસીએ ફોર્બ્સને જણાવ્યું હતું કેસ, અમારું એનાલિસિસ પુષ્ટિ કરે છે કે, અવકાશમાં અમારું (મેન્યુફેક્ચરિંગ) કન્ટ્રોલ તેવું જ છે તેવી રીતે પૃથ્વી છે. આ દવા એવી જ રીતે બનાવવામાં આવી છે જેવી ધારણા હતી અને તે પૃથ્વી પર પરત આવતી વખતે પણ સ્થિર રહી હતી. આ પ્રયોગે સાબિત કર્યું કે વાર્દા માત્ર અવકાશમાં જ દવા બનાવી શકતી નથી, પરંતુ તે તેને સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત પણ લાવી શકે છે.
વાર્દાની કામગીરીનું સર્વર ChemRxiv પર ઉપલબ્ધ પ્રી-પ્રિન્ટ પેપરમાં દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે. સંશોધકોએ સંશોધન પેપરમાં લખ્યું છે – સર્વાઇવબિલિટી પર કેન્દ્રિત વિસ્તૃત પ્રાયોગિક ડેટાસેટ પ્રદાન કરીને, અમે દવાઓની ઇન-સ્પેસ પ્રોસેસિંગ માટેનો માર્ગ મોકળો કરીએ છીએ જે પૃથ્વી પર નવીન દવાઓના ઉત્પાદનોના વિકાસને સક્ષમ કરે છે અને લાંબા ગાળાની માનવ સંશોધન પહેલને લાભ પહોંચાડે છે.
હા, અવકાશમાં દવાઓનું સંશ્લેષણ અને ઉત્પાદન કરવાની ક્ષમતા ખાસ કરીને માનવજાતને લાંબા ગાળાના અવકાશ સંશોધનમાં ભવિષ્યમાં ઉપયોગી થશે. જો મનુષ્યે મંગળ પર લાંબા ગાળાના મિશન પર જવું હોય અને કદાચ તેનાથી પણ આગળ વધવું હોય, તો નિર્ણાયક દવાઓ માટે પૃથ્વી આધારિત ઉત્પાદન સુવિધાઓ પર આધાર રાખવો અવ્યવહારુ છે, ખાસ કરીને તે ધ્યાનમાં રાખતા લાલ ગ્રહની વન-વે સફરમાં સાત મહિનાનો સમય લાગશે. પરંતુ તેમાં માત્ર અવકાશ સંશોધનથી જ ફાયદો થશે નહીં.
અવકાશમાં દવાનું ઉત્પાદન કરવાના ઘણા ફાયદા
અવકાશમાં દવાઓનું ઉત્પાદન કરવાની ક્ષમતા હોવાના ઘણા ફાયદાઓ છે, જે મંગળ ગ્રહ કે ચંદ્ર કરતા વધુ દૂરના લક્ષ્ય પર કોઇ પણ ચાલક દળ ના મિશનની બહુ પહેલા જ સાકાર થઇ જશે. ફાર્મા ઉદ્યગમાં સ્ફટિકીકરણની (crystallisation) પ્રક્રિયા મહત્વની છે અને તે જે રીતે થાય છે તેનાથી દવાઓ દર્દીઓ પર કેવી રીતે અસર કરે છે તેનો પર ઉંડો પ્રભાવ પડી શકે છે.
જેમ તમે પહેલાથી જ અનુમાન લગાવ્યું હશે, અવકાશનું માઇક્રોગ્રેવીટી વાતાવરણ પૃથ્વી કરતાં સ્ફટિકીકરણની કેટલીક પદ્ધતિઓમાંથી પસાર થવું વધુ સરળ બનાવે છે. અને આ પ્રકારના સ્ફટિકીકરણનો ઉપયોગ ચોક્કસ ઇચ્છિત ગુણધર્મો બનાવવા માટે થઈ શકે છે.
આ પણ વાંચો | સિંધુ ખીણ સંસ્કૃતિ વિનાશ થવાના કારણ અંગે વૈજ્ઞાનિકોનો મોટો ખુલાસો
ઉદાહરણ તરીકે, 2019માં વૈજ્ઞાનિકો એ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મર્ક કંપનીની કેન્સરની દવા કીટ્રુડા બનાવી અને શોધી કાઢ્યું કે દવાના સ્થિર સ્ફટિક સ્વરૂપો બનાવવું શક્ય છે જે ઇન્જેક્શન વડે પહોંચાડી શકાય અને રૂમ ટેમ્પરેચર પર સ્ટોર કરી શકાય છે. તે એક મોટી બાબત છે કારણ કે પૃથ્વી પર બનાવેલી દવાને રેફ્રિજરેશનની જરૂર છે અને તે ફક્ત આઈવી દ્વારા સંચાલિત થઈ શકે છે.





