વેનેઝુએલા પર અમેરિકાનો હુમલો, ટ્રમ્પનો દાવો - વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની સેલિયા ફ્લોર્સ પકડી લીધા

Venezuela Attack Updates : વેનેઝુએલાની સરકારે કહ્યું છે કે મિરાંડા, અરાગુઆ અને લા ગુએરા રાજ્યોમાં પણ હુમલા થયા છે. આ હુમલાને કારણે રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવાની ફરજ પડી છે

Venezuela Attack Updates : વેનેઝુએલાની સરકારે કહ્યું છે કે મિરાંડા, અરાગુઆ અને લા ગુએરા રાજ્યોમાં પણ હુમલા થયા છે. આ હુમલાને કારણે રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવાની ફરજ પડી છે

author-image
Ashish Goyal
New Update
Nicolas Maduro Venezuela bombing

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો. અન્ય તસવીરમાં બોમ્બમારા' સ્થળ પરથી ધુમાડો નીકળે છે. Photograph: (X@MarioNawfal))

Venezuela Attack Updates : વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં એક પછી એક સાત બોમ્બ વિસ્ફોટ થયા છે. આ વિસ્ફોટોનો અવાજ દૂરથી સંભળાતો હતો. સમાચાર એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર વિસ્ફોટોને કારણે શહેરના દક્ષિણ ભાગમાં વીજળી ખોરવાઈ ગઈ હતી. વિસ્ફોટ પાછળનું કારણ શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી. શુક્રવારે રાત્રે સ્થાનિક સમય મુજબ બપોરે બે વાગ્યે આ વિસ્ફોટ થયા હતા.

Advertisment

વિસ્ફોટને કારણે લોકો ગભરાઈ ગયા હતા અને રસ્તા પર ઉતરી આવ્યા હતા. કારાકાસના ઘણા વિસ્તારોમાં લોકોની વિશાળ ભીડ એકઠી થઈ હતી. આ વિસ્ફોટ એવા સમયે થયા છે જ્યારે અમેરિકી સેનાએ છેલ્લા કેટલાક દિવસોમાં ડ્રગ્સની દાણચોરી કરતી બોટને નિશાન બનાવી છે.

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની સેલિયા ફ્લોર્સની અટકાયત કરી - ટ્રમ્પનો દાવો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ચોંકાવનારો દાવો કરતા કહ્યું કે અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની સેલિયા ફ્લોર્સની અટકાયત કરી છે. વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં શંકાસ્પદ હવાઈ હુમલા અને વિસ્ફોટ બાદ આ ઘટનાક્રમ સામે આવ્યો છે.

Advertisment

ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકાએ વેનેઝુએલા અને તેના નેતા રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો વિરુદ્ધ મોટા પાયે સફળતાપૂર્વક હુમલો કર્યો છે. નિકોલસ માદુરો અને તેમની પત્નીને પકડી લીધા છે અને દેશની બહાર લઈ જવામાં આવ્યા છે. આ ઓપરેશન યુએસ કાયદા અમલીકરણ સાથે મળીને કરવામાં આવ્યું હતું. ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને આ અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.

રાષ્ટ્રીય કટોકટી જાહેર

વેનેઝુએલાની સરકારે કહ્યું છે કે મિરાંડા, અરાગુઆ અને લા ગુએરા રાજ્યોમાં પણ હુમલા થયા છે. આ હુમલાને કારણે રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવાની ફરજ પડી છે. હુમલા બાદ કારાકાસ અને અન્યત્ર સુરક્ષા કડક કરી દેવામાં આવી છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મહિનાઓથી ધમકી આપી રહ્યા છે કે તેઓ ટૂંક સમયમાં વેનેઝુએલામાં કેટલાક સ્થળો પર હુમલાનો આદેશ આપી શકે છે. અમેરિકાએ વેનેઝુએલાના દરિયાકાંઠે પ્રતિબંધિત તેલ ટેન્કર પણ કબજે કર્યા છે અને બાકીના ટેન્કરોને નાકાબંધી કરવાનો આદેશ આપ્યો છે. એવું લાગે છે કે ટ્રમ્પ આ દક્ષિણ અમેરિકન દેશની અર્થવ્યવસ્થા પર દબાણ લાવવા માંગે છે.

આ પણ વાંચો -  સિંધુ જળ સંધિને લઇને વિદેશ મંત્રી જયશંકરનો પડોશી દેશ પર પ્રહાર

વેનેઝુએલા અને અમેરિકા વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ 

ડોનાલ્ડ ટ્રમ્પની આગેવાની હેઠળની સરકાર નિકોલસ માદુરોની સરકાર વિરુદ્ધ કાર્યવાહી કરી રહી હોવાથી વેનેઝુએલા અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ છે. શુક્રવારે વેનેઝુએલાની સરકારે કહ્યું હતું કે તે ડ્રગની દાણચોરી સામે લડવા માટે યુએસ સાથે વાટાઘાટો કરવા તૈયાર છે.

રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ તાજેતરમાં એક મુલાકાતમાં કહ્યું હતું કે અમેરિકા વેનેઝુએલામાં સરકાર બદલવા અને તેના વિશાળ તેલ ભંડાર સુધી પહોંચવા માંગે છે.

અમેરિકા વિશ્વ