/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/one-legged-child-play-cricket-video.jpg)
one legged child play cricket video
Inspirational Viral Video: સોશિયલ મીડિયા પર દરરોજ ઘણ વીડિયો વાયરલ થાય છે, જેને જોઈને આપણને ખૂબ જ પ્રેરણા મળે છે – મહેનત કરવાની, હાર ન માનવાની, આગળ વધતા રહેવાની, જીવનના સંઘર્ષો સામે સતત લડવાની. આ વીડિયો જોઈને આપણને લાગે છે કે આપણે આપણી સમસ્યાઓ, મુશ્કેલી દૂર કરી શકીએ છીએ, બસ થોડી હિંમત અને સખત મહેનતની જરૂર છે.
એક પગે ક્રિકેટ રમતા બાળકનો વીડિયો વાયરલ, યુઝર્સના દિલને સ્પર્શી ગયો
આવો જ એક વીડિયો આજકાલ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક બાળક જેને પગ નથી તે ક્રિકેટ રમતો દેખાય છે. વીડિયા દેખાય છે કે, બાળકને એક પગ નથી. આ બાળક બેટ વડે બોલને ફટકારે છે અને પછી લાકડીના ટેકે દોડીને રન લે છે. તે આ પ્રક્રિયાને વારંવાર અનુસરે છે. યુઝર્સ બાળકની આત્મશક્તિ અને જીવન પ્રત્યેની જીંદાદિલીને જોઇ અભિભૂત થઈ ગયા છે.
યુઝર્સ વીડિયો ભાવનાત્મક અને પ્રેરિત થઇ ટિપ્પણી કરી રહ્ય છે. સાથે જ વીડિયો જેને આ કેપ્શન સાતે પોસ્ટ કરવામાં આવ્યો છે - અને તમે બધા માત્ર નસીબને દોષ આપો છો પણ ઘણો બધો પ્રેમ વરસાવ્યો છે. એક યુઝરે લખ્યું કે, અદભૂત હિંમત, આ ખેલાડીએ ઘણું શીખવ્યું છે. ઈશ્વર દરેક જીવને અદભૂત શક્તિ આપે છે. ભગવાન સામે કોઈ ફરિયાદ નથી. જય સિયારામ.
અન્ય એક યુઝરે લખ્યું, "વિરોધી ટીમને એક સલામ, જેમણે તેને સમકક્ષ ખેલાડી સમજી પુરેપુરી સ્પીડથી બોલ ફેંક્યો અને એટલી જ આક્રમક ફિલ્ડિંગ કરી. ત્રીજા યુઝર્સે લખ્યું છે - "તમારી હિંમતે આ રમતને નાની બનાવી દીધી." તમારા જુસ્સાને સલામ. તો અન્ય એક યુઝર લખે છે - સફળતા માટે શારીરિક કરતાં માનસિક શક્તિ વધુ મહત્વપૂર્ણ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us