Viral Video : સોશિયલ મીડિયા પર દરરોજ અલગ-અલગ વીડિયો વાયરલ થાય છે. આમાંના કેટલાક વીડિયો એવા છે જે આપણી આંખો ખોલી નાખે છે. આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જ્યારે આપણે શાકભાજી ખરીદીએ છીએ, ત્યારે આપણે વેચનારને પૂછીએ છીએ કે શાકભાજી તાજા છે કે નહીં. ડોકટરો સારા સ્વાસ્થ્ય માટે લીલા શાકભાજી ખાવાની પણ ભલામણ કરે છે, પરંતુ જો તમને ખબર પડે કે તમે જે શાકભાજી ખરીદી રહ્યા છો તેને ઇન્જેક્શન આપી ઉગાડવામાં આવ્યા છે, તો તે તમારા માટે મોટો આંચકો હશે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ખેતરમાં તુરિયા રોપવામાં આવ્યો છે અને તે મોટા થઇ ગયા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, તુરિયાને કોઈ પ્રકારનું ઇન્જેક્શન આપવામાં આવી રહ્યું છે. ડોકટરોનું કહેવું છે કે સારા સ્વાસ્થ્ય માટે લીલા શાકભાજી અને તાજા ફળો ખાવા જરૂરી છે, પરંતુ કેટલાક વેપારીઓ ઓછા સમયમાં વધુ નફો મેળવવા માટે શાકભાજી ઉગાડવા માટે કેમિકલનો ઉપયોગ કરે છે. આ કેમિકલ અને ઇન્જેક્શન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે.
સોશિયલ મીડિયામાં આ વીડિયો naturalculture05 નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પર શેર કરવામાં આવ્યો છે અને નેટીઝન્સ તેના પર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એકે કહ્યું, “આના પર તાત્કાલિક કાર્યવાહી કરો,” જ્યારે બીજાએ કહ્યું, “હવે શું ખાવું, જીવવું કે નહીં.” ”





