Viral Videos: લીચી ગ્રેવી મોમો વેચતા વિક્રેતાનો વીડિયો વાયરલ થતાં યુઝર્સ ભડક્યા, 'નરકમાં પણ જગ્યા નહીં મળે'

Viral Videos: દિલ્હીના લીચી મોમો વેચતા એક વિક્રેતાનો વીડિયો વાયરલ થતાં ઇન્ટરનેટ પર યુઝર્સ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝર્સે તો એટલે સુધી કહ્યું કે, આ માટે નરકમાં પણ જગ્યા નહીં મળે... અહીં જુઓ વાયરલ વીડિયો

Viral Videos: દિલ્હીના લીચી મોમો વેચતા એક વિક્રેતાનો વીડિયો વાયરલ થતાં ઇન્ટરનેટ પર યુઝર્સ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝર્સે તો એટલે સુધી કહ્યું કે, આ માટે નરકમાં પણ જગ્યા નહીં મળે... અહીં જુઓ વાયરલ વીડિયો

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
Viral Videos | Litchi Gravy Momo | વાયરલ વીડિયો લીચી ગ્રેવી મોમો

Viral Videos: લીચી મોમો વેચતા દિલ્હીના એક વિક્રેતાનો આ વાયરલ વીડિયો ચર્ચામાં છે. (ફોટો ક્રેડિટ સોશિયલ)

Viral Videos: આધુનિક જીવનશૈલીમાં કંઇક નવું કરવાની લ્હાયમાં ફૂડ ફ્યુઝન ઘણું ચર્ચામાં છે. ઘણા ખોરાક એવા છે કે જે એકબીજા સાથે મેળ ખાતા નથી છતાં કેટલાક લોકો દ્વારા ફૂડ ફ્યુઝનના નામે આવા અખતરા કરવામાં આવે છે. દિલ્હી સ્થિત લીચી મોમો વેચતા એક વિક્રેતાનો આવો જ એક વીડિયો વાયરલ થયો છે. ઇન્ટરનેટ પર આ વીડિયો વાયરલ થતાં કેટલાક યુઝર્સ આકરી ટીકા કરી રહ્યા છે.

Advertisment

લીચી મોમો વેચતા દિલ્હીના એક વિક્રેતાનો આ વીડિયો 'bhukkad_bagh' નામના યુઝરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયો જોતજોતામાં વાયરલ થતાં જેને અંદાજે 3.5 મિલિયન વ્યૂઝ મળ્યા છે. આ વીડિયોમાં લીચી મોમો વિક્રેતા લીચી ગ્રેવી મોમો બનાવતો દેખાય છે. જોકે આ વીડિયો ચર્ચામાં એટલા માટે છે કે તે મિલ્ક ક્રિમ અન્ય મસાલા સાથે લીચી મોમો બનાવે છે.

આ વીડિયોમાં તે એક પેનમાં બટરમાં કેપ્સિકમ, ગાજર, ડુંગળી, મેયોનેઝ, મિયોનેઝ, મિલ્ક ક્રિમ સહિત અન્ય મસાલા, લીચી અને લીચી જ્યુસ સાથે ગ્રેવી બનાવે છે. પછી ડિપ ફ્રાય કરેલા મોમો એમાં ઉમેરી પકવે છે અને ફ્રેશ ક્રિમ સાથે પરોસે છે. ઇન્ટરનેટ પર આ વીડિયો વાયરલ થતાં યુઝર્સ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

એકબીજા સાથે મેચ ન થતાં ખોરાક એકસાથે રાંધવાને લઇને ગુસ્સે થયેલા યુઝર્સ આ વીડિયો સામે આકરી ટીકા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ગરુડ પુરાણમાં આ માટે અલગથી સજા છે.

Advertisment

ઘણા યુઝર્સ એવું પુછી રહ્યા છે કે, કેમ આવું કર્યું તો અન્ય કેટલાક યુઝર્સ એવું કહી રહ્યા છે કે દુનિયા પાગલ થઇ રહી છે. એક યુઝર્સે તો એવું કહ્યું કે, આ માટે નરકમાં પણ જગ્યા નહીં મળે.

પોલીસે મહિલા સાથે જાહેરમાં કર્યું ગરેવર્તન, વીડિયો જોઇ તમને પણ ગુસ્સો આવશે!

ડિસ્ક્લેમર: આ વીડિયો માહિતી તૃતીય પક્ષ દ્વારા અહીં પાડવામાં આવી છે. ઇન્ડિયન એક્સપ્રેસ જેની સત્યતાની ખાતરી આપતું નથી.

ટ્રેન્ડિંગ ન્યૂઝ રેસીપી વાયરલ વીડિયો