/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Indian-railway-.jpg)
ભારતીય રેલવે ટ્રેન (પ્રતિકાત્મક તસવીર - jansatta)
station master husband wife fight : આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં પતિ-પત્નીના ઝઘડાના કારણે રેલવેને કરોડોનું નુકસાન ભોગવવું પડ્યું છે. પતિ-પત્નીના ઝઘડામાં ટ્રેન બંધ રૂટ પર ચાલી ગઇ હતી અને રેલવેને 3 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આ નુકસાન પછી પતિની નોકરી પણ જતી રહી છે.
એક રેલવે માસ્ટકનો ફરજ દરમિયાન પત્ની સાથે ઝઘડો થયો હતો. સ્ટેશન માસ્તર જ્યારે ડ્યુટી પર હતા ત્યારે તેમની પત્ની ફોન પર ઝઘડો કરવા લાગી હતી. એક હાથમાં મોબાઈલ અને બીજા હાથમાં ઓફિસનો ફોન હતો. બંને તરફ વાત ચાલી રહી હતી. પત્નીએ સ્ટેશન માસ્ટરને કહ્યું કે ઓફિસથી ઘરે આવો, પછી વાત કરીશ, જવાબમાં પતિએ OK કહ્યું હતું.
આ OK બીજા સ્ટેશન માસ્ટરે પણ સાંભળી લીધું હતું. બીજા સ્ટેશન માસ્ટરે વિચાર્યું કે તેને OK કહેવામાં આવ્યું છે અને તેણે ટ્રેનને ગ્રિન સિગ્નલ આપી રવાના કરી હતી. જેના કારણે ટ્રેન પ્રતિબંધિત રૂટ પર જતી રહી હતી અને રેલવેને તેના કારણે રેલવેને 3 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. રેલવે માસ્ટરે પોતાની નોકરી પણ ગુમાવવી પડી છે. રેલવેએ પતિને સસ્પેન્ડ કરી દીધો હતો અને આ કારણે પતિએ હાઈકોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે.
લગ્ન બાદ પતિને ખબર પડી કે પત્નીને કોઈ અન્ય વ્યક્તિ પસંદ છે
વિશાખાપટ્ટનમમાં રહેતા સ્ટેશન માસ્ટરના લગ્ન ભિલાઈની મહિલા સાથે 2011માં થયા હતા. પતિનો આરોપ છે કે લગ્ન બાદ રિસેપ્શનની રાતે તેની પત્નીએ જણાવ્યું હતું કે તેનું કોઇ અન્ય સાથે અફેર છે જે તે ભૂલી શકે તેમ નથી. પતિએ યુવતીના પિતાને આ અંગે જાણ કરી હતી પરંતુ પિતાએ ગેરન્ટી લીધી હતી કે તે ભવિષ્યમાં આવું નહીં કરે.
આ પણ વાંચો - પીએમ મોદી ઇચ્છશે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનતા જ ભારતના આ 4 કામ અવશ્ય કરી દે
સસરાની વાત માનીને પતિએ પત્નીને બધું ભૂલી જવા કહ્યું પણ એવું થયું નહીં. પરિસ્થિતિ એવી આવી પહોંચી કે પત્નીએ પતિની સામે જ પ્રેમી સાથે વાત કરવાનું શરૂ કરી દીધું હતું. આ અંગે વિવાદ વધવા લાગ્યો હતો. એક રાત્રે પતિ ટ્યુટી પર હતો ત્યારે પત્નીનો ફોન આવ્યો અને ઝઘડો શરૂ થયો અને ટ્રેન બંધ રુટ પર જતી રહી હતી.
પતિએ છૂટાછેડા માટે અરજી કરી
જે બાદ પતિએ પત્ની પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવતા વિશાખાપટ્ટનમ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. બીજી તરફ પત્નીએ દહેજ ઉત્પીડનનો કેસ કર્યો છે. પોલીસે પતિ, તેના પિતા, મોટાભાઈ, ભાભી સામે 498 હેઠળ ગુનો નોંધ્યો હતો.
આ દરમિયાન સુપ્રીમ કોર્ટની સૂચનાથી પતિની અરજી દુર્ગમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. દુર્ગ કોર્ટે અરજી ફગાવી દેતાં પતિએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે સુનાવણીમાં જોયું કે પત્નીએ પતિ પર ભાભી સાથે અવૈધ સંબંધ હોવાનો આરોપ લગાવ્યો હતો, જ્યારે તેના લગ્નમાં ભાભીએ માતાની તમામ વિધિ કરી હતી. પતિ તેની ભાભીને માતાનો દરજ્જો આપતો હતો. આવી સ્થિતિમાં દહેજનો કેસ હાઇકોર્ટમાં પુરવાર થઇ શક્યો ન હતો.
ફોન પર પત્ની સાથે ઝઘડો કરવા બદલ શખ્સ સસ્પેન્ડ
હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે, પત્ની સાથે ફોન પર ઝઘડો થતાં પતિને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, તેમજ પતિના પરિવારજનો સામે ખોટો રિપોર્ટ લખીને ભાભી પર અવૈધ સંબંધ હોવાનો ખોટી રીતે આરોપ મૂકવામાં આવ્યો હતો. પત્નીની આ બધી ક્રિયાઓ પતિ સાથેની માનસિક ક્રૂરતા છે. હાઈકોર્ટે ફેમિલી કોર્ટના નિર્ણયને ફગાવી દીધો હતો અને પતિની છૂટાછેડાની અરજી મંજૂર કરી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us