વોટર કાર્ડ ખોવાઈ ગયુ છે, EPIC નંબર યાદ નથી? આ ઓળખપત્ર વડે ચૂંટણીમાં મતદાન કરી શકાશે

Voter ID Card Online : વોટન કાર્ડ ચૂંટણીમાં મતદાન કરવા અને અન્ય કામકાજ માટે ઓળખપત્ર છે. જો તમારું મતદાતા કાર્ડ ખોવાઇ ગયુ છે તો અહીં જણાવેલા સ્ટેપ બાય સ્ટેપ પગલાં અનુસરી તમે ડિજિટલ વોટર આઈડી ડાઉનલોડ કરી શકો છો.

Written by Ajay Saroya
March 30, 2024 00:01 IST
વોટર કાર્ડ ખોવાઈ ગયુ છે, EPIC નંબર યાદ નથી? આ ઓળખપત્ર વડે ચૂંટણીમાં મતદાન કરી શકાશે
વોટર કાર્ડ મતદાન માટે જરૂરી દસ્તાવેજ છે. (File Photo)

Voter ID Card Online: લોકસભા ચૂંટણી 2024 માટે ચૂંટણી પંચે તમામ તૈયારીઓ કરી લીધી છે. ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવાની સાથે જ આદર્શ આચારસંહિતા પણ અમલમાં આવી ગઈ છે. જાણકારી અનુસાર આ વખતે દેશમાં 97 કરોડથી વધુ મતદાર છે. મતદાર કાર્ડ દ્વારા દરેક ચૂંટણી દરમિયાન લોકો લોકશાહીના પર્વમાં ભાગ લેતા હોય છે, પરંતુ વોટર આઈડી કાર્ડ ખોવાઈ જાય તો શું કરવું, આ એક મહત્વનો પ્રશ્ન છે, જેનો જવાબ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

જો તમે પણ લોકસભા ચૂંટણી 2024માં મતદાન કરવા માંગો છો પરંતુ તમારું વોટર કાર્ડ ખોવાઈ ગયું છે, તો આ સમાચાર તમારા માટે છે. આજે અમે તમને તમારા વોટર કાર્ડનું ડિજિટલ વર્ઝન ડાઉનલોડ કરવાની ટેક્નિક જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે સરળતાથી મતદાન કરી શકશો.

જો તમે ઘરે બેઠા વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ કરવાનું વિચારી રહ્યા છો, તો યૂઝર્સે વેબસાઈટ (ttps://electoralsearch.eci.gov.in/) પર જવું પડશે, જે એક સરકારી વેબસાઈટ છે.

સરકારની વેબસાઈટ પર મળશે વિકલ્પ

સરકારી વેબસાઈટ પર લોગ ઈન કર્યા બાદ સર્વિસ નામની કેટેગરીમાં જાઓ. અહીં તમને ઇ-ઇપીઆઇસી ( E-EPIC Download) ડાઉનલોડનો વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરો, જ્યાંથી તમને ઇલેક્ટોરલ ફોટો આઇડેન્ટિટી કાર્ડનું ડિજિટલ વર્ઝન મળશે. વોટર કાર્ડ ચૂંટણી પંચ દ્વારા મતદાતાને આપવામાં આવતું એક મહત્વપૂર્ણ ઓળખનો પુરાવો છે.

વેબસાઈટની સર્વિસ કેટેગરીમાં તમે વોટર લિસ્ટમાં તમારું નામ સર્ચ કરી શકો છો. આ માટે યૂઝર્સ SERVICES માં Search in Electoral Roll નો વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરો અને પ્રક્રિયા આગળ વધશે, ત્યારબાદ તમારું વોટર કાર્ડ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ થશે.

EPIC વગર પણ મતદાર ઓળખપત્ર ડાઉનલોડ કરી શકાશે

ખાસ વાત એ છે કે તમે ઇપીઆઇસી નંબરની મદદ વગર પણ તમારું વોટર આઇડી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. અહીં યૂઝર્સને મતદાર યાદીમાં સર્ચનો વિકલ્પ મળશે, તેમાં જઈને તેઓ મતદાર યાદીમાં પોતાનું નામ ચેક કરી શકે છે. શોધવા માટે ત્રણ વિકલ્પ જોવા મળશે. પ્રથમ છે Search by Details, બીજી Search by EPIC (EPIC) અને ત્રીજી Search by Mobile છે.

આ ઓળખપત્ર દ્વારા પણ મતદાન કરી શકાય છે

પાસપોર્ટડ્રાઇવિંગ લાઇસન્સજો તમે કેન્દ્ર કે રાજ્ય સરકારના કર્મચારી છો તો તેનું આઈડી કાર્ડપાન કાર્ડઆધાર કાર્ડપોસ્ટ ઓફિસ અને બેંક દ્વારા જારી કરવામાં આવેલી પાસબુકમનરેગા જોબકાર્ડશ્રમ મંત્રાલય દ્વારા જારી કરાયેલું આરોગ્ય વીમા કાર્ડપેન્શન કાર્ડ જેના પર તમારા ફોટો હોય.નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR) દ્વારા જારી કરવામાં આવેલું સ્માર્ટ કાર્ડ.સાંસદો/ધારાસભ્યો/એમએલસી દ્વારા જારી કરવામાં આવેલું સત્તાવાર ઓળખપત્ર.સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલ યુનિક ડિસેબિલિટી આઇડી (યુડીઆઇડી) કાર્ડ.

આ પણ વાંચો | લોકસભા ચૂંટણીમાં કેટલો ખર્ચ કરી શકે છે ઉમેદવાર? પહેલા હતી ₹ 25,000ની લિમિટ

ઇપીઆઇસી (EPIC) નંબર કેવી રીતે શોધવો?

જો તમારી પાસે EPIC નંબર ન હોય તો https://voters.eci.gov.in જઈને મતદાર યાદી વિભાગમાં તમારું લોકેશન સિલેક્ટ કરો, તેમજ તમારું નામ, સગા સંબંધી, માતા-પિતાનું નામ, લિંગ, જન્મતારીખ ભરીને ફોર્મ સબમિટ કરો તો તમને તમારું વોટર આઈડી કાર્ડ ખબર પડી જશે. એવામાં તમારું નામ તમારા ઇપીઆઇસી નંબરની સાથે આવશે. આવી સ્થિતિમાં, તમે ત્રણમાંથી કોઈપણ વિકલ્પ દ્વારા મતદાર યાદીમાં તમારું નામ ચકાસી શકો છો અને તમારા મતદાર આઈડીનો પુરાવો લઈને સરળતાથી તમારો મત આપી શકો છો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ