લોકસભામાં ગૂંજ્યો વોટર લિસ્ટનો મુદ્દો, રાહુલ ગાંધીએ કેન્દ્રને કરી મોટી અપીલ

Rahul gandhi in loksabha : રાહુલ ગાંધીએ ભારપૂર્વક કહ્યું છે કે અમે એ પણ જાણીએ છીએ કે મતદાર યાદી કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવતી નથી, પરંતુ જો વિપક્ષ તેના પર ચર્ચા કરવા માંગતો હોય તો મંજૂરી આપવી જોઈએ અને ચર્ચા થવી જોઈએ.

Written by Ankit Patel
March 10, 2025 13:40 IST
લોકસભામાં ગૂંજ્યો વોટર લિસ્ટનો મુદ્દો, રાહુલ ગાંધીએ કેન્દ્રને કરી મોટી અપીલ
રાહુલ ગાંધી ફાઇલ તસવીર - jansatta

Rahul Gandhi in Loksabha : લોકસભામાં બજેટ સત્ર દરમિયાન મતદાર યાદીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે, વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પાસે આ મુદ્દે ચર્ચાની માંગ કરી છે. રાહુલ ગાંધીએ ભારપૂર્વક કહ્યું છે કે અમે એ પણ જાણીએ છીએ કે મતદાર યાદી કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવતી નથી, પરંતુ જો વિપક્ષ તેના પર ચર્ચા કરવા માંગતો હોય તો મંજૂરી આપવી જોઈએ અને ચર્ચા થવી જોઈએ.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે સ્પીકર ઓમ બિરલાએ સૌથી પહેલા ગૃહમાં કહ્યું હતું કે મતદાર યાદીથી કોઈ સરકાર નથી બની શકતી, તો આ મુદ્દો અહીં કેમ ઉઠાવવામાં આવી રહ્યો છે. આ સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે તમે બિલકુલ સાચા છો કે સરકા નથી બનાવતી, અમે પણ આ જાણીએ છીએ.

પરંતુ હાલ સમગ્ર દેશમાં મતદાર યાદી પર સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને વિપક્ષ શાસિત રાજ્યોમાંથી વધુ ફરિયાદો છે, મહારાષ્ટ્રમાં સ્પષ્ટપણે સવાલો ઉભા થયા છે, આવી સ્થિતિમાં સમગ્ર વિપક્ષ માત્ર એટલું જ ઈચ્છે છે કે આ મુદ્દા પર ચર્ચા થવી જોઈએ.

વાસ્તવમાં, વિપક્ષ છેલ્લા ઘણા મહિનાઓથી આ મુદ્દો ઉઠાવી રહ્યો છે, આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે ચૂંટણી પંચ અને ભાજપ મળીને મતદાર યાદીમાંથી ઘણા નામો કાઢી રહ્યા છે અને ઘણા નામો પણ ઉમેરી રહ્યા છે.

આ પણ વાંચોઃ- Lalit Modi: લલિત મોદીને મોટો ઝટકો, વાનુઆતુના પીએમએ કર્યો પાસપોર્ટ રદ કરવાનો આદેશ

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં છેલ્લી ક્ષણે મતદાર યાદીમાં મોટી સંખ્યામાં મતદારો ઉમેરવામાં આવ્યા હતા. ત્યારે આ મુદ્દાને કોર્ટમાં લઈ જવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ