Waqf Amendment Bill : વકફ બિલ પર સંસદમાં અમિત શાહે કહ્યું – ઘણા ચર્ચ અને ઇસાઇ સમૂહ બિલનું સમર્થન કરી રહ્યા છે

Waqf Amendment Bill in Parliament : વકફ બિલ પર બોલતા કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું કે તેઓ આ બિલના સમર્થનમાં ઉભા છે. મને લાગે છે કે નિર્દોષ ભાવથી કે રાજકીય કારણોસરથી ઘણી બધા ભ્રમ સદસ્યોના મનમાં છે અને તેને ફેલાવવાના પ્રયાસો થઈ રહ્યા છે

Written by Ashish Goyal
Updated : April 02, 2025 19:27 IST
Waqf Amendment Bill : વકફ બિલ પર સંસદમાં અમિત શાહે કહ્યું – ઘણા ચર્ચ અને ઇસાઇ સમૂહ બિલનું સમર્થન કરી રહ્યા છે
લોકસભામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (તસવીર - બીજેપી ટ્વિટર)

Waqf Amendment Bill in Parliament : વકફ બિલ પર બોલતા કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું કે તેઓ આ બિલના સમર્થનમાં ઉભા છે. મને લાગે છે કે નિર્દોષ ભાવથી કે રાજકીય કારણોસરથી ઘણી બધા ભ્રમ સદસ્યોના મનમાં છે અને તેને ફેલાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. રિજિજુજી બિલ પરની ચર્ચાનો જવાબ આપશે. હું કેટલીક બાબતો સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરીશ. ઘણા ચર્ચ અને ઇસાઇ સમૂહ બિલનું સમર્થન કરી રહ્યા છે.

અમિત શાહે કહ્યું કે વકફ એક અરબી શબ્દ છે જેનો ઇતિહાસ કેટલીક હદીસો સાથે જોડાયેલો છે. આજે જે અર્થમાં તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, અલ્લાહના નામે મિલકતનું દાન. હાલ જે આપણે જે સમજી રહ્યા છે તે ઇસ્લામના બીજા ખલીફા ઉમરના સમયમાં અસ્તિત્વમાં આવ્યું હતું. વકફ એ એક પ્રકારનું ચેરિટેબલ એંડોરમેન્ટ છે. તેમાં વ્યક્તિ પવિત્ર દાન કરે છે. દાન ફક્ત એ જ વસ્તુનું કરી શકાય છે જે આપણી છે. હું સરકારી મિલકત કે બીજા કોઈની મિલકતનું દાન કરી શકતો નથી. આ બધી ચર્ચા આ વાત પર છે.

અમિત શાહે કહ્યું – બિન-મુસ્લિમ તમારા વકફમાં આવશે નહીં

અમિત શાહે કહ્યું કે હું સમગ્ર દેશના મુસ્લિમ ભાઈઓને કહેવા માંગુ છું કે એક પણ બિન-મુસ્લિમ તમારા વકફમાં આવશે નહીં. વકફ બોર્ડમાં જે સંપત્તિઓ વેચી નાખનારા છે, 100-100 વર્ષો સુધી નજીવી કિંમતે ભાડા પર આપનાર લોકો છે, વકફ બોર્ડ અને અને વકફ કાઉન્સિલ તેમને પકડવાનું કામ કરશે. તેઓ ઇચ્છે છે કે તેમના શાસન દરમિયાન થયેલી મિલીભગત ચાલુ રહે. તે હને નહીં ચાલે.

અમિત શાહે કહ્યું કે જો 2013માં જે સુધારો થયો તે ન થયો હોત તો આજે આ સંશોધન લાવવાની જરૂર ન પડી હોત. કોંગ્રેસ સરકારે દિલ્હી લુટિયન્સની 125 મિલકતો વકફને આપી દીધી. ઉત્તર રેલવેની જમીન વકફને આપી દીધી. હિમાચલમાં વકફ ની જમીન હોવાનો દાવો કરીને એક મસ્જિદ બનાવવામાં આવી હતી.

અમિત શાહે કહ્યું – કોઈની જમીન ફક્ત વકફ તરીકે જાહેર કરવાથી તે વકફ મિલકત નહીં બને

અમિત શાહે કહ્યું કે 1913 થી 2013 સુધીમાં વક્ફ બોર્ડની કુલ જમીન 18 લાખ એકર હતી. 2013 થી 25 સુધીમાં, બીજી 21 લાખ એકર જમીન ઉમેરવામાં આવી. 39 લાખ એકરમાંથી 21 લાખ એકર જમીન 13 પછીની છે. લીઝ પર આપવામાં આવેલી મિલકતો 25 હજાર હતી, રેકોર્ડ મુજબ તે શૂન્ય થઈ ગઈ. આનો અર્થ એ કે તે વેચી દીધી છે. બધાએ 2013ના કાયદાને અન્યાયી ગણાવ્યો છે. આ જ કાયદામાં આપણે કહ્યું હતું કે વક્ફ બોર્ડનું યોગદાન સાતથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યું હતું.

અમિત શાહે કહ્યું કે કોઈની જમીન ફક્ત વકફ તરીકે જાહેર કરવાથી તે વકફ મિલકત નહીં બને. પુરાતત્વ વિભાગની જમીન, આદિવાસી ભાઈઓની જમીન, સામાન્ય નાગરિકોની જમીનનું રક્ષણ કરવામાં આવશે. ફક્ત પોતાની મિલકતનું દાન કરી શકે છે, ગામની મિલકતનું નહીં. વકફ મિલકત જાહેર કરવાનો અધિકાર નાબૂદ કરવામાં આવ્યો છે તેને કલેક્ટર દ્વારા પ્રમાણિત કરવું પડશે. ઘણા મુસ્લિમો એવા છે જે વકફના કાર્યક્ષેત્રમાં આવવા માંગતા નથી. હું દરેકને એક ઉકેલ આપવા માંગુ છું, એક મુસ્લિમ પણ પોતાના ટ્રસ્ટની નોંધણી કરાવી શકે છે. જમીનના રેકોર્ડ માટે એક ઓફિસ હશે. તેમાં ઘણી જોગવાઈઓ કરવામાં આવી છે.

તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)એ વક્ફ બિલનું સમર્થન કર્યું

તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)એ વક્ફ બિલનું સમર્થન કર્યું છે. ટીડીપીનાના સાંસદ કૃષ્ણ પ્રસાદ તેન્નટીએ જણાવ્યું હતું કે વકફ પાસે 1.2 લાખ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. આ મિલકતો ગેરવહીવટનો ભોગ બની છે. અમારી પાર્ટી માને છે કે આ મિલકતનો ઉપયોગ મુસ્લિમોના કલ્યાણ માટે, મહિલાઓના કલ્યાણ માટે થવો જોઈએ. અમારું માનવું છે કે આમાં સુધારો કરવાની જરૂર છે. અમે જેપીસીની માંગણી કરનાર પ્રથમ પક્ષ હતા. અમે વક્ફ બિલનું સમર્થન કરીએ છીએ.

આ બિલ કોઈપણ રીતે મુસ્લિમ વિરોધી નથી – JDU સાંસદ લલ્લન સિંહ

JDU સાંસદ અને કેન્દ્ર સરકારમાં પંચાયતી રાજ મંત્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે લલ્લન સિંહે કહ્યું કે એવો નેરેટિવ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે આ બિલ મુસલમાન વિરોધી છે. આ બિલ કોઈપણ રીતે મુસ્લિમ વિરોધી નથી. શું વકફ એક મુસ્લિમ સંસ્થા છે. વકફ કોઈ ધાર્મિક સંસ્થા નથી, તે એક ટ્રસ્ટ છે જે મુસ્લિમોના કલ્યાણ માટે કામ કરે છે. તે ટ્રસ્ટને તમામ વર્ગના લોકો સાથે ન્યાય કરવાનો અધિકાર હોવો જોઈએ, જે થઈ રહ્યું નથી. વકફની આવક યોગ્ય જગ્યાએ ખર્ચ થાય તે સુનિશ્ચિત કરવા માટે આ સુધારો કરવામાં આવ્યો છે. આમાં શું સમસ્યા છે. શું તમે મુસ્લિમોના કલ્યાણની વિરુદ્ધ છો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ