Waqf Bill : લોકસભામાં સંસદીય કાર્ય અને અલ્પસંખ્યક મામલાના મંત્રી કિરેન રિજિજુએ વક્ફ એક્ટ 1995માં સંશોધન માટે વક્ફ (સંશોધન) બિલ 2024 રજુ કર્યું છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના સાંસદોએ આ બિલનો વિરોધ કરતા તેને સંવિધાનની વિરુદ્ધ ગણાવ્યું છે.
લોકસભામાં વક્ફ (સંશોધન) બિલ, 2024 પર બોલતા અલ્પસંખ્યક મામલાના મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે અમે ક્યાંય ભાગી રહ્યા નથી. તેથી જો તે કોઈ સમિતિને મોકલવાનું હોય તો, હું મારી સરકાર વતી બોલવા માંગું છું, એક જેપીસીની રચના કરવામાં આવે, આ વિધેયક તેમને પાસે મોકલવામાં આવે.
વિપક્ષ મુસ્લિમોને ગેરમાર્ગે દોરે છે: કિરેન રિજિજુ
કિરણ રિજિજુએ કહ્યું કે વિપક્ષ મુસ્લિમોને ગેરમાર્ગે દોરી રહ્યો છે. ગઈ કાલ રાત સુધી મુસ્લિમ પ્રતિનિધિમંડળો મારી પાસે આવ્યા હતા. ઘણા સાંસદોએ મને કહ્યું છે કે માફિયાઓએ વકફ બોર્ડ પર કબજો કરી લીધો છે. કેટલાક સાંસદોએ કહ્યું છે કે તેઓ વ્યક્તિગત રીતે આ બિલનું સમર્થન કરે છે પરંતુ પોતાની રાજકીય પાર્ટીના કારણે આવું કહી શકતા નથી.
તેમણે કહ્યું કે આ બિલ કોઈ પણ ધાર્મિક સંસ્થાની સ્વતંત્રતામાં કોઈ હસ્તક્ષેપ નહીં કરે. કોઈના અધિકારો છીનવી લેવાનું ભૂલી જાઓ, આ બિલ એવા લોકોને અધિકાર આપવા માટે લાવવામાં આવ્યું છે જેમને આ અધિકારો ક્યારેય મળ્યા નથી.
આ બિલ વિશે અખિલેશ યાદવે કહ્યું કે આ બિલ જે રજુ થઇ રહ્યું છે તે ખૂબ જ સારી રીતે વિચારેલી રાજનીતિ માટે થઈ રહ્યું છેઅખિલેશ યાદવે કહ્યું કે સ્પીકર સર, મેં લોબીમાં સાંભળ્યું છે કે તમારા કેટલાક અધિકારો પણ છીનવાઈ રહ્યા છે અને અમારે તમારા માટે લડવું પડશે. હું આ બિલનો વિરોધ કરું છું.
આ પણ વાંચો – બાંગ્લાદેશ ભારત સરહદ પર હાઇ એલર્ટ, આતંકવાદીઓ ઘૂસણખોરીની ફિરાકમાં
અખિલેશ યાદવના દાવાનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે અખિલેશ જી, તમે આવી રીતે ગોલમોલ વાત ન કરી શકો. તમે સ્પીકરના અધિકારના સંરક્ષક નથી.
આ બિલ એ વાતનો પુરાવો છે કે તમે મુસ્લિમોના દુશ્મન છો: અસદુદ્દીન ઓવૈસી
વકફ (સંશોધન) બિલ, 2024 પર એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે આ બિલ બંધારણના અનુચ્છેદ 14, 15 અને 25 ના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે. આ વિધેયક ભેદભાવપૂર્ણ અને મનસ્વી પણ છે. આ બિલ લાવીને તમે (કેન્દ્ર સરકાર) દેશને એક કરવા માટે નહીં પરંતુ તેને વિભાજીત કરવાનું કામ કરી રહ્યા છો. આ વિધેયક એ વાતનો પુરાવો છે કે તમે મુસ્લિમોના દુશ્મન છો.





