Wayanad Landslides Reason: કેરળના વાયનાડમાં વરસાદે વિનાશ વેર્યો છે. ભારે વરસાદ, પુર અને ભૂસ્ખલન બાદ વાયનાદમાં હાલ સ્થિતિ ખરાબથી બદતર થઈ રહી છે. ભંકર ભૂસ્ખલનમાં લગભગ 170થી વધારે લોકના મોત થયા છે અને હજી પણ ઘણા લોકો માટી નીચે દટાયેલા હોવાની આશંકા છે, તેથી આ આંકડો હજુ પણ વધવાનો છે. ઘાયલોની સંખ્યા પણ સતત વધી રહી છે. આ સમયે સમગ્ર રાજ્યમાં અફરાતફરી છે, સેના દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે, પરંતુ મુશ્કેલીઓ સમાપ્ત થવાનું નામ નથી લઈ રહી.
કેરળ શા માટે?
હવે દરેકના મનમાં એક સવાલ આવી રહ્યો છે કે, આવું ભૂસ્ખલન માત્ર કેરળમાં જ કેમ જોવા મળ્યું. મોટાભાગની ઘટનાઓ પહાડી વિસ્તારોમાં થાય છે, આવા અહેવાલો હિમાચલ-ઉત્તરાખંડથી આવે છે, આખરે વાયનાડમાં આટલો બધો વિનાશ કેવી રીતે થાય છે? આ માટે નિષ્ણાંતોએ અમુક કારણો આપ્યા છે. સરળ શબ્દોમાં કહીએ તો, આપણે એ સમજાવવાનો પ્રયાસ કરીએ કે વાયનાડમાં શા માટે અને કેવી રીતે આટલો વિનાશ જોવા મળી રહ્યો છે.

ભૂસ્ખલન કેમ થાય છે?
હકીકતમાં કેરળના પશ્ચિમ વિસ્તારોમાં પર્વતો છે. કેરળમાં ઓછી માટીવાળા અને અત્યંત લીલા પહાડો જોવા મળે છે. હવે બીજી વાત સમજવા જેવી છે કે કેરળમાં દર વર્ષે વરસાદ પડે છે, રેકોર્ડ પણ તૂટે છે. પરંતુ ભૂસ્ખલન એટલું બધું હોતું નથી. આ વખતે વરસાદનો પ્રકોપ જોવા મળ્યો, ત્યારબાદ તેના કારણે પહાડો નબળા પડી ગયા અને વાયનાડમાં મોટા પાયે ભૂસ્ખલન જોવા મળ્યું.
વરસાદ કેવી રીતે વિલન બને છે?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાયનાડમાં સોમવાર અને મંગળવારે 140 મીમી વરસાદ થયો હતો, આ આંકડો સામાન્ય વરસાદ કરતા પાંચ ગણો વધારે છે. અહીં પણ જો એકલા વાયનાડની વાત કરીએ તો કેટલાક વિસ્તારોમાં 300 મીમી સુધી વરસાદ થયો છે, એટલું કહેવું પૂરતું છે કે આટલા મોટા પાયે વિનાશ કેમ થયો. કેરળ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર કે.એસ.સજીનકુમાર કહે છે કે વાયનાડના ભૂપ્રદેશમાં બે સ્તરો છે, પહેલું સ્તર ખડકનું છે અને તેની ઉપર માટીનું બીજું સ્તર છે. હવે જ્યારે વધુ વરસાદ પડે છે ત્યારે જમીન પણ ભીની થઈ જાય છે, આવી સ્થિતિમાં, ખડક અને માટી વચ્ચેનું જોડાણ નબળો પડી જાય છે, પરિણામ ભૂસ્ખલન થાય છે. કદાચ આ વખતે પણ એવું જ બન્યું હશે.
વાયનાડની ભૌગોલિક પરિસ્થિતિ
હવે એવું બને છે કે,આ વિસ્તારોમાં પર્વતો પહેલેથી જ નબળા છે, તેની ઉપર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે જે વિકાસ થાય છે તે પરિસ્થિતિને વધુ ખરાબ કરે છે. આ વિશે પૂર્વ વૈજ્ઞાનિક જી શંકરે કહે છે કે આવા વિસ્તારોમાં ખોદકામ બિલકુલ થવું જોઇએ નહીં. હવે એવું ન કહેવું જોઈએ કે આ કારણે જ લેન્ડસાઇડ હશે, પરંતુ ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં લેતા કેટલાક નિયમો હોવા જોઈએ.

આ પણ વાંચો | મધ્યરાત્રિએ સૂઈ રહ્યા હતા લોકો, ત્રણ વખત ભૂસ્ખલન થયું, ભૂસ્ખલનથી વાયનાડમાં તબાહી
શું કરવું જોઈએ?
સૌથી મોટી વાત એ છે કે, કેરળ ના વાયનાડમાં આટલા ભારે વરસાદની આગાહી પહેલા જ કરવામાં આવી હતી, પરંતુ વહીવટી સ્તરે ખાસ કંઈ કરી શકાય તેમ નથી. સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે કેટલા વરસાદથી ભૂસ્ખલન થઈ શકે છે. તો જ એક્શન પ્લાન તૈયાર કરવો જોઈએ અને લોકોને એલર્ટ કરવા જોઈએ. (અમિતાભ સિન્હાના ઇનપુટ)





